GSTV
World

Cases
6827968
Active
11545419
Recoverd
714731
Death
INDIA

Cases
607384
Active
1378105
Recoverd
41585
Death

મોદી સરકાર લાવી શકે છે ગેરકાયદેસર સોનાને કાયદેરસ બનાવવાની યોજના, તમને આ રીતે થશે ફાયદો

મોદી સરકાર જલ્દી જ સોના સાથે જોડાયેલી ખાસ યોજના પેશ કરી શકે છે. તેનાથી તમને ઘણો ફાયદો થશે. કારણ કે, આ હેઠળ તમે ગેરકાયદેસર સોનાને કાયદેસર બનાવી શકશો અને સજાથી પણ બચી શકશો. સરકાર માફી યોજના (અમનેસ્ટી પ્રોગ્રામ) લાવવા પર વિચાર કરી રહી છે. આ સ્કીમની મદદથી સરકાર ટેક્સ ચોરી અને સોનાની આયાતમાં કપાત કરવા માગે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આપવામાં આવેલ પ્રસ્તાવ હેઠળ, સરકારની યોજના છે કે, ગેરકાયદેસર સોનુ રાખનાર લોકોએ અહીંયા કહ્યુ છે કે, તેની જાણકારી ટેક્સ ઓથોરિટીને આપે. ફરી પેનલ્ટી ચૂકવી તેને કાયદેસર કરાવી લો.

શું છે યોજના ?

જે હેઠળ તમે પેનલ્ટી ચૂકવીને પોતાના ગેરકાયદેસર સોનાને કાયદેસર બનાવી શકશું. બ્લૂમબર્ગની એક રીપોર્ટ પ્રમાણે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સમક્ષ પેશ કરવામાં આવેલ પ્રસ્તાવમાં કહેવામા આવ્યુ છે કે, ગેરકાયદેસર સોનુ રાખનાર લોકોને એ કહેવામા આવ્યુ છે કે, તેની જાણકારી ટેક્સ ઓથોરિટી આપો. ફરી પેનલ્ટી ચૂકવી તેને કાયદેસર કરાવી લો.

આ પ્રકારની યોજના લોન્ચ કરવામાં જોખમ

આ પ્રસ્તાવ હજુ શરૂઆતી દોરમાં છે. આ સંદર્ભમાં સરકાર સંબંધિત અધિકારીઓના વિચાર લઈ રહી છે. માલૂમ થાય કે, વર્ષ 2015માં પણ સરકારે યોજના પેશ કરી હતી, પરંતુ તેને સફળતા મળી નહી કારણ કો, લોકો સોનાને છોડવા માગતા નથી. લોકોમાં આશંકા હતી કે, ગેરકાયદેસર સોનાનો ખુલાસો કરવા પર ઈનકમ ટેક્સ વિભાગ કાર્યવાહી કરી શકે છે. વિશેષજ્ઞોના પ્રમાણે, આ પ્રકારની યોજના લોન્ચ કરવામાં જોખમ છે. એક રીપોર્ટ પ્રમામે કહેવામાં આવ્યુ છે કે, ભારતીય પરીવારોની પાસે લગભગ 25 હજાર ટન સોનુ છે જે કોઈપણ દેશમાં સોનાનો સૌથી મોટો ખાનગી ભંડાર છે.

સોનુ રાખવાની કેટલી છૂટ

  • પરણિત મહિલાઓઃ 500 ગ્રામ સોનુ રાખવાની છૂટ
  • અપરણિત મહિલાઓઃ 250 ગ્રામ સુધી
  • પુરુષઃ આવક વગર 100 ગ્રામ સુધી

READ ALSO

Related posts

આ જિલ્લામાં કોરોનાના દર્દીઓને હવે વિના મૂલ્યે મળશે ખાનગી હોસ્પિટલ જેવી સુવિધા

Nilesh Jethva

સેના પ્રમુખનો આદેશ: ચીનનો ઘેરાવ કરવા ભારતીય સેના કોઈ પણ પરિસ્થિતી માટે તૈયાર, લડવા માટે રહો સજાગ

Mansi Patel

વિમાન દુર્ઘટના: જો આગ લાગી હોત તો અતિ ગંભીર સાબિત થાત, મેંગ્લોર દુર્ઘટનામાં 160 લોકોના થયા હતા મોત

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!