GSTV

મોટા સમાચાર/ પ્રાઇવેટ નોકરી કરનારાઓની દિવાળી સુધરશે, મોદી સરકાર કરી શકે છે આ નવી સ્કીમનું એલાન, જાણો શું છે ખાસ

નોકરી

Last Updated on October 19, 2020 by Bansari

નાણા મંત્રી નિર્મલા સીતારમણ સાથે મળીને નાણા રાજ્યમંત્રી અનુરાગ સિંહ ઠાકુર પણ કોરોના વાયરસ મહામારીથી પ્રભાવિત અર્થવ્યવસ્થાને આગળ ધપાવવાના પ્રયાસમાં લાગ્યા છે. તેમણે કહ્યું કે અર્થવ્યવસ્થાની હાલત ખરાબ થવા માટે કેન્દ્ર સરકાર આગળ પણ જરૂરી પગલા લેવા તૈયાર છે. સાથે જ આ વાતના સંકેત પણ આપ્યા કે જલ્દી પ્રાઇવેટ સેક્ટરના કર્મચારીઓ માટે પણ LTC (Leave Travel Alowances) લાભ પર તસવીર સ્પષ્ટ કરવામાં આવશે.  તાજેતરતમાં  જ એલાન કરવામાં આવેલા પ્રોત્સાહનને લઇને તેમણે કહ્યું કે સરકારની મંશા વંચિત તથા ગરીબ વર્ગને જરૂરી મદદ પહોંચાડવાની છે. આ પેકેજનું એલાન ભલે સરકારી કર્મચારીઓ માટે કરવામાં આવ્યું પરંતુ આ ખર્ચ કેટલીક એવી વસ્તુઓ પર થનાર છે, જેની સાથે સીધો લાભ નાના વેપારીઓને મળી શકશે.

પ્રાઇવેટ સેક્ટર માટે LTA પર ક્યારે તસવીર સ્પષ્ટ થશે?

પ્રાઇવેટ સેક્ટરના કર્મચારીઓને LTA લાભ આપવા અંગે તેમણે કહ્યું કે જલ્દી આ કર્મચારીઓ વિશે સ્પષ્ટીકરણ કરવામાં આવશે, જેમણે નવી ટેક્સ સિસ્ટમને અપનાવી લીધી છે અથવા જેમણે પહેલા જ LTAનો લાભ લઇ લીધો છે. આવનારા સપ્તાહમાં આ અંગે સ્પષ્ટીકરણ જારી થઇ શકે છે.

80 કરોડ લોકોને ફ્રી અનાજ આપનારો એકમાત્ર દેશ

એક ઇન્ટરવ્યુમાં અનુરાગ ઠાકુરે બંને પ્રોત્સાહન પેકેજ અને અર્થવ્યવસ્થા પર તેની અસરને લઇને કહ્યું કે આપણે મોટી તસવીર જોવાની જરૂર છે. આલોચના તો સ્વાભાવિક રૂપે થશે. ભારત જ એકમાત્ર એવો દેશ છે જ્યાં 8 મહિના માટે 80 કરોડ લોકોને ફ્રીમાં અનાજ આપવામાં આવ્યું. આ ઉપરાંત ગરીબ વર્ગના બેન્ક એકાઉન્ટમાં 68,000 કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત સૂક્ષ્મ, લઘુ તથા મધ્યમ ઉદ્યમો માટે પણ અનેક પગલા લેવામાં આવે છે.

ઘણી સારી સ્થિતિમાં ગ્રામીણ અર્થવ્યવસ્થા

ગ્રામીણ અર્થવ્યવસ્થાને લઇને ઠાકુરે આ ઇન્ટરવ્યુમાં કહ્યું કે તે ઘણી સારી સ્થિતિમાં છે. ગ્રામીણ અર્થવ્યવસ્થામાં ફક્ત મનરેગા અથવા કૃષિની વાત નથી. ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્તર પર અહીં કામ થઇ રહ્યું છે જેથી રોજગાર માટે નવા અવસર મળી રહ્યા છે. ગ્રામીણ વિસ્તારોમાં હવે ટ્રેક્ટર, મોટરબાઇક્સ, ફોર વ્હીલર અને ઘરોની માગ વધી રહી છે. હવે લોકો તેના પર ખર્ચ કરવા લાગ્યા છે.

Read Also

Related posts

જ્યોતિષ / ગુરુ અને શનિનું એકીસાથે એક જ રાશિમાં આગમન બનાવી દેશે આ રાશિજાતકોને માલામાલ, જાણો તમારી રાશિ છે કે નહિ…?

Zainul Ansari

ગ્લોબલ કોવિડ સમિટમાં વડાપ્રધાન મોદીએ વિશ્વને આપ્યો સંદેશ, ભારતે કોરોના દરમિયાન 150 દેશોની કરી મદદ

Zainul Ansari

Health / દૂધ નહિ પણ આ વસ્તુ છે કેલ્શિયમનો ભંડાર, આજે જ ઉમેરો ભોજનમાં અને મેળવો આશ્ચર્યજનક ફાયદા

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!