GSTV

આત્મનિર્ભર 3.0: આગામી અઠવાડીયે સરકાર કરી શકે છે મોટી જાહેરાત, 26 સેક્ટર્સને લાભ આપવા માટે જાહેર કરશે ગાઈડલાઈન

કેન્દ્રની મોદી સરકાર આત્મનિર્ભર પેકેજ 3માં 26 સેક્ટર્સને ક્રેડિટ ગેરેન્ટી સપોર્ટ સ્કીમનો લાભ આપવાની જાહેરાત કરી હતી અને આગામી અઠવાડીયા સુધીમાં સરકાર આ સેક્ટર્સ માટે નવી ગાઈડલાઈન જાહેર કરી શકે છે. જણાવી દઈએ કે, એક રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે આ યોજના અંતર્ગત કુલ ત્રણ લાખ કરોડમાંથી દોઢ લાખ કરોડથી વધારેનું દેવુ લોકોએ કર્યુ છે. તો વળી 2 લાખ કરોડ રૂપિયાથી વધારેનું દેવુ મંજૂર કરી દેવામાં આવ્યુ છે.

આ રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે નવા સેક્ટરને કેવી રીતે મદદ આપી શકાય તેના માટે સરકાર ગાઈડલાઈન જાહેર કરી શકે છે. એક્સપર્ટનું માનવું છે કે, આ સ્કીમનો ફાયદો વધુમાં વધુ લોકોને મળે તેના માટે તેનો દાયરો વધારી દેવામાં આવ્યો છે.

પેકેજમાં કરી હતી જાહેરાત

રાહત પેકેજમાં સરકારે કોવિડ મહામારીની વચ્ચે સૌથી વધારે નુકસાન વેઠનારા 26 સેક્ટર્સ માટે ક્રેડિટ ગેરેન્ટી સપોર્ટ સ્કીમની જાહેરાત કરી હતી. ક્રેડિટ ગેરેન્ટી સપોર્ટ સ્કીમ અંતર્ગત સરકાર 20 ટકા સુધી આઉટસ્ટેંડિંગ ક્રેડિટ સુવિધા આપશે. આ ઉપરાંત તમે 5 વર્,માં રિપેંમેંટ કરી શકો છો.

આ સ્કીમ વધારી દેવામાં આવી

આપને જણાવી દઈએ કે, સરકાર પાસે માગ કરી છે કે, આ સ્કીમમાં આવતા 20 ટકા ક્રેડિટનો દાયરો વધારી દેવામાં આવે, જેથી મોટા ભાગના લોકો સુધી આ સ્કીમ પહોંચી શકે. તથા ધંધો કરનારા લોકોને તેનાથી મદદ મળી શકે.

મૂળ રકમ ચૂકવવા માટે આપવામાં આવશે 5 વર્ષનો સમય

નિર્મલા સીતારમણે કહ્યુ હતું કે, કામત કમિટીની ભલામણ મુજબ 26 અસરગ્રસ્ત સેક્ટર્સ માટે ઈમરજન્સી ક્રેડિટ ગેરેન્ટી સ્કીમ અંતર્ગત લાભ આપવામાં આવશે. મૂળ રકમ ચૂકવવા માટે 5 વર્ષ સુધીનો સમય પણ આપવામાં આવશે. આ યોજના 31 માર્ચ 2021 સુધી લાગૂ રહેશે.

READ ALSO

Related posts

126 વર્ષના ઈતિહાસમાં પ્રથમ વાર કોઈ ભારતીય બનશે Bataના બોસ, બનાવ્યા Global CEO

Pravin Makwana

મમતા બેનર્જીએ ભાજપ સામે ફરી હુંકાર ભરતા આક્રમક તેવર દેખાડ્યાં, કેટલાંક બહારના ગુંડાઓ અહીં આવી રહ્યાં છે પરંતુ…

Nilesh Jethva

ધોળા દિવસે સોશિયલ મીડિયા પરથી કવિતા ચોરતા ઝડપાયા મુખ્યમંત્રી !

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!