GSTV
Home » News » GSTમાં સરકાર વધુ એક રાહત આપી શકે છે

GSTમાં સરકાર વધુ એક રાહત આપી શકે છે

જીએસટીમાં આવી રહેલી સંકુચિતતા અને કરદાતાઓની મુશ્કેલીઓને ધ્યાનમાં રાખી સરકાર હવે વધુ એક સુવિધા તરફ આગળ વધી રહીં છે. આ સુવિધાની વેપાર-ઉદ્યોગ સેક્ટર પહેલીથી જ માંગ કરી રહ્યું છે. જીએસટી કાયદો અને કાર્યપદ્ધતિમાં સુધારો કરનારી કારોબારીઓની એડવાઈઝરી કમિટી બાદ હવે વધુ એક ટેકનિકલ સમિતીએ ભલામણ કરી છે કે જીએસટીમાં જરૂરી દર મહિને ભરાતાં ત્રણ રીટર્નને મળી એક રીટર્ન ભરવાની સુવિધા આપી દેવી જોઈએ.

માનવામાં આવી રહ્યું છે કે જીએસટી કાઉન્સિલ આગામી મહિને પોતાની બેઠકમાં આ મુદ્દે વિચાર-વિમર્શ કરશે. જો મંજૂરી મળી જાય તો લાખો કરદાતાઓને જીએસટીનું પાલન કરવામાં ઘણું સરળીકરણ રહે.

જોકે, હાલમાં માસિક અને ત્રિમાસિક રીટર્ન ભરનારા બધા વેપારીઓએ આઉટવર્ડ સપ્લાય અને સેલ્સ રીટર્ન (GSTR-1), ઈનવર્ડ સપ્લાય અને પરચેજ રીટર્ન (GSTR-2) અને અંતમાં એક ફાઈનલ રીટર્ન (GSTR-3) ફાઈલ કરવું પડે છે. જોકે, જીએસટીઆર-2 ઑટોપોપુલેટ કરવું પડે છે, પરંતુ કરદાતાએ તેને પણ ચકાસવું પડે છે. સૂત્રો મુજબ, જીએસટીએનના ચેરમેન અજય ભૂષણ પાંડેની આગેવાની હેઠળની એક સમિતીએ માત્ર એક કન્સૉલિડેટેડ રીટર્નની ભલામણ કરી છે.

જોકે, ડેટા મેચિંગ જેવી જરૂરિયાત તેમાં યથાવત રાખી છે. આ મહિને ફાઈનાન્સ અને મહેસુલ સચિવને 100 સુધારાવાળી પોતાની ભલામણો સોંપી દીધી છે. વેપારીઓની 6 સભ્યોની સલાહકાર સમિતીના સભ્ય પ્રવીણ ખંડેલવાલે જણાવ્યું, ત્રણ રીટર્ન ભરવાને બદલે એક રીટર્ન ભરવું તે અમારી પહેલી ભલામણ છે. જેનાથી વાર્ષિક 37ની જગ્યાએ મહત્તમ 13 અથવા  ઓછામાં ઓછા 4 રીટર્ન ભરવાની જરૂરિયાત રહેશે. આજે દર 5 દિવસે એક રીટર્ન ભરવાની જરૂરિયાત હોવાથી લોકો જીએસટીના અમલીકરણથી ભાગી રહ્યાં છે.

ટેક્સના નિષ્ણાંત અશોક બત્રાએ જણાવ્યું કે, અત્યારે 1.5 કરોડ ટર્નઓવર સુધી માત્ર ત્રિમાસિક રીટર્ન અને 31 માર્ચ સુધી જીએસટીઆર-1 ભરવાની છૂટ મળી છે, પરંતુ બાદમાં જટીલતા યથાવત રહેશે.

Related posts

ઘણી બિમારીઓનું રામબાણ ઈલાજ છે આમળા, જાણો તેનાં ગુણકારી ફાયદાઓ

pratik shah

ફ્લિપકાર્ટના સેલમાં Apple iPhone XS પર મળી રહ્યુ છે બંપર ડિસ્કાઉટ, જાણો તેના ફીચર્સ

Mansi Patel

ચેકને લઇને RBIએ બદલી નાંખ્યો નિયમ, આ તારીખ સુધીમાં બદલાવી લો ચેકબુક નહીંતર…

Bansari
Do NOT follow this link or you will be banned from the site!