GSTV
Home » News » એગ્રીકલ્ચર એક્સપોર્ટ વધારવાનો સરકાર કરી રહી છે પ્લાન, ખેડૂતોની આવકમાં થશે વધારો

એગ્રીકલ્ચર એક્સપોર્ટ વધારવાનો સરકાર કરી રહી છે પ્લાન, ખેડૂતોની આવકમાં થશે વધારો

વર્ષ 2022 સુધીમાં સરકાર ખેડૂતોની આવક બમણી કરવાના તમામ કામ કરી રહી છે. આ કડીમાં સરકારે કૃષિ નિકાસને પ્રોત્સાહન આપવા પર મોટો ભાર મૂક્યો છે. મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, પંજાબ અને કર્ણાટક સહિત આઠ રાજ્યોએ કેન્દ્રમાં મોદી સરકાર દ્વારા કૃષિ નિકાસ નીતિ માટે કાર્યવાહી યોજનાઓ તૈયાર કરી છે. આ નીતિનો ઉદ્દેશ કૃષિ નિકાસને બમણો કરવાનો છે.

કૃષિ નિકાસ નીતિનો ઉદ્દેશ નિકાસ બમણી કરવાનો અને ખેડૂતોની આવક બમણી કરવાનો છે. ઘણા રાજ્યોએ આ માટે નોડલ એજન્સી અને નોડલ અધિકારીને નામાંકિત કર્યા છે. મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, કેરળ, નાગાલેન્ડ, તામિલનાડુ, આસામ, પંજાબ અને કર્ણાટક રાજ્યની ક્રિયા યોજનાને આખરી ઓપ આપ્યો છે. અન્ય કેટલાક રાજ્યો એક્શન પ્લાનને અંતિમ સ્વરૂપ આપવાના વિવિધ તબક્કામાં છે.

કૃષિ અને પ્રોસેસ્ડ ફૂડ પ્રોડક્ટ્સ એક્સપોર્ટ ડેવલપમેન્ટ ઓથોરિટી (APEDA) કૃષિ નિકાસ નીતિના અસરકારક અમલીકરણ માટે રાજ્ય સરકારોની વધુ ભાગીદારી સુનિશ્ચિત કરવા માટે કેન્દ્રિત અભિગમ અપનાવી રહી છે. એપીડાએ આખા વર્ષ દરમ્યાન રાજ્ય સરાકરોનાં અધિકારીઓ તથા અન્ય અંશધારકોની સાથે રાજ્ય કાર્યવાહી યોજનાને તૈયાર કરવા માટે ઘણી બેઠકો કરી છે.

જેમાં, પ્રોડક્શન ક્લસ્ટર, ક્ષમતા નિર્માણ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને લોજિસ્ટિક્સ, સંશોધન અને વિકાસ અને બજેટ આવશ્યકતાઓ જેવા તમામ મુખ્ય મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય, પશુપાલન અને ડેરી, ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગ અને અન્ય એજન્સીઓ સાથે અનેક રાઉન્ડની વાટાઘાટો કરવામાં આવી હતી.

READ ALSO

Related posts

ટિકિટ વહેંચણીને લઈને BJP કાર્યકર્તાઓનું જે.પી. નડ્ડાના નિવાસસ્થાનની બહાર પ્રદર્શન

Arohi

સરકારનો નવો પરિપત્ર : શિક્ષકોને ભોજન બગાડ અટકાવવાની કામગીરી સોંપી

Nilesh Jethva

તાજમહેલની મુલાકાત લેશે ડોનાલ્ડ ટ્રમ્પ, અમેરિકાની એડવાન્સ સુરક્ષા ટીમે પગથિયા પણ ગણી લીધાં!

Bansari
Do NOT follow this link or you will be banned from the site!