GSTV
Home » News » ચેતી જજો!: હવે ઓસ્ટ્રેલિયા-બ્રિટનની પ્રક્રિયા હેઠળ વસૂલાશે GST

ચેતી જજો!: હવે ઓસ્ટ્રેલિયા-બ્રિટનની પ્રક્રિયા હેઠળ વસૂલાશે GST

ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્ષ એટલેકે જીએસટીમાં આશાને અનુરૂપ મહેસૂલ પ્રાપ્ત ના થતાં કેન્દ્ર સરકારે તેને વધારવાની યોજના બનાવી છે. આ યોજના હેઠળ સરકાર કરદાતાને કાયદાનો તો ડર બતાવી રહી છે. સાથે જ અન્ય પદ્ધતિનો પણ ઉપયોગ કરી રહી છે. આ યોજના હેઠળ સરકાર કરદાતા પાસે તેના વ્યવહાર અનુસાર ટેક્સની ચૂકવણી કરશે.

જેના માટે બ્રિટેન, ઓસ્ટ્રેલિયા અને મેક્સિકો જેવા દેશોની પ્રક્રિયા અપનાવાશે. એક મીડિયા રિપોર્ટ મુજબ, કેન્દ્રીય પ્રત્યક્ષ કર અને સીમા શુલ્ક બોર્ડ (સીબીઆઈસી)એ નવી યોજના હેઠળ એક ટીમની રચના કરી દીધી છે. આ ટીમ કરદાતાના વ્યવહાર અને પદ્ધતિના અભ્યાસની રણનીતિ તૈયાર કરશે. રિપોર્ટ મુજબ, જીએસટીની વસૂલાત માટે સીબીઆઈસી ઘણી પદ્ધતિ અપનાવી શકે છે.

આ રીતે ટેક્સની થશે વસૂલાત

રિપોર્ટ મુજબ, બ્રિટન, ઓસ્ટ્રેલિયા અને મેક્સિકો જેવા દેશોમાં ટેક્સ ક્લેક્શનમાં  વધારા માટે વ્યવહાર પદ્ધતિ અપનાવવામાં આવે છે. હવે આ પદ્ધતિને ભારતમાં લાગુ કરવાની યોજના બનાવાઈ રહી છે. રિપોર્ટ મુજબ, આ વ્યવહાર પદ્ધતિના આધારે ભારતમાં કરદાતાઓને ચાર વર્ગોમાં વહેંચવામાં આવશે. ટેક્સ આપવાથી બચનારા લોકો (ડિસએન્ગેજ્ડ), ચિંતા દૂર થવાથી ટેક્સ આપનારા (રેસિસ્ટર્સ), ટેક્સ આપતી વેળાએ પરેશાની અનુભવનારા (ટ્રાયર્સ) અને સમર્થક (સપોર્ટસ) વાળા વર્ગોમાં વહેંચવામાં આવશે.

ટેક્સની ચૂકવણી કરનારા લોકોને મળશે આ સુવિધા

રિપોર્ટ મુજબ, આ યોજનામાં આ લોકોને સુવિધા આપવામાં આવશે. જે જાણીજોઈને ટેક્સની ચૂકવણી કરતા નથી. આ મામલામાં વિભાગ તરફથી નરમ વલણ અપનાવતા ટેક્સ ચૂકવણી માટે કહેવામાં આવશે. સાથે જ આવકની અછત હોવાથી વિભાગ આવા કરદાતાઓને હપ્તામાં ટેક્સ ચૂકવવા જેવી કાયદાકીય સુવિધા આપશે. રિપોર્ટ મુજબ, વ્યવહાર પદ્ધતિના આધાર પર બનાવેલા વર્ગોને કરદાતાઓથી લડવા માટે અલગ-અલગ પદ્ધતિ અપનાવવામાં આવશે.

READ ALSO

Related posts

આડેધડ વિટામિન્સની ગોળીઓ લેવી પડશે ભારે, થઇ શકે છે કેન્સર જેવી ગંભીર બિમારી

Bansari

કોઇપણ કામમાં અડચણો આવતી હોય તો ધારણ કરી લો આ રત્ન, જાણો તેની ખાસિયત

Bansari

રાજ્ય મહેસુલ કર્મચારી મહામંળ દ્વારા તેમની પડતર માંગણીઓને લઈ સરકાર સામે ચઢાવી બાંયો

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!