GSTV
Home » News » ઓનલાઈન શોપિંગ કરનારા માટે આવ્યા ખુશીના સમાચાર, નવી વેબસાઈટ પરથી કરી શકશો ખરીદી

ઓનલાઈન શોપિંગ કરનારા માટે આવ્યા ખુશીના સમાચાર, નવી વેબસાઈટ પરથી કરી શકશો ખરીદી

અત્યાર સુધી તમે ખાલી એમેઝોન, ફિલ્પકાર્ટ, સ્નેપડીલ અને પેટીએમ મોલ જેવી ઈ-કોમર્સ સાઈટથી ઓનલાઈન ખરીદી કરી શકો છો. પરંતુ જલદી જ તમને સરકારી વેબસાઈટ પરથી શોપિંગ કરી શકશો, તેમાં સરકાર પોર્ટલ ગર્વનમેન્ટ ઈ-માર્કેટપ્લેસનો વિસ્તાર કરવા માટે વિચાર કરી રહી છે.

રિપોર્ટ અનુસાર જાણવા મળ્યું છે કે સરકારી કોન્ટ્રાક્ટર્સ અને પ્રાઈવેટ ખરીદારોને આ પોર્ટલ ખરીદવાની અનુમતિ આપી શકે છે. જણાવીએ કે GeMને વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય મેનેજ કરે છે અને આ પોર્ટલનો ઉપયોગ અત્યારે સરકારી વિભાગ, મંત્રાલય, સેના અને રાજ્ય સરકાર કરી શકે છે.

GeMના એક અધિકારી દ્વારા જાણવા મળ્યું કે વાણિજ્ય મંત્રાલયે આ યોજનાને આગળ વધારવા માટે એક કેબિનેટ નોટ પણ તૈયાર કરી રહ્યા છે, જેથી આવનારા વર્ષની શરૂઆતમાં સામાન્ય લોકો સુધી આ પોર્ટલનો ઉપયોગ કરવાની મંજૂરી મળે. અહેવાલ છે કે GeMને 2016 ઓગસ્ટ મહિનામાં લોન્ચ કરવામાં આવી હતી.

હવે સવાલ છે કે આ પોર્ટલથી સામાન્ય લોકોને ખરીદી કરવાની તક મળે તો તે શું ખરીદશે. તો તમને જણાવીએ કે GeM પોર્ટલ પર સ્ટેશનરીથી લઈ કાર ખરીદી શકશો. તે ઉપરાંત પોર્ટલ પર સર્વિસમાં ટ્રાન્સપોર્ટેશ, લોજિસ્ટિક્સ, વેસ્ટ મેનેજમેન્ટ, વેબ કાસ્ટિંગ અને એનાલિટિકલ જેવી સેવા સામેલ છે.

Read Also

Related posts

iPhone લેવાનો વિચાર હોય તો આ ટાઇમ છે બેસ્ટ, કંપની ધડાધડ ઘટાડી રહી છે કિંમતો

Bansari

છેલ્લો દિવસ: Xiaomiના આ જબરદસ્ત સ્માર્ટફોન્સ પર 8 હજારનું ડિસ્કાઉન્ટ, આવી ઑફર ફરી નહી મળે

Bansari

આ..શુ? ગ્લૂથી પોતાના હોઠ ચોંટાડી રહી છે યુવતીઓ, TikTok પર આ વિચિત્ર ચેલેન્જ વાયરલ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!