GSTV

મોદી સરકારે PMKVY નું ત્રીજુ ફેઝ કર્યુ લોન્ચ, 8 લાખ યુવાનોને મળશે ટ્રેનિંગ, અહીંયા જાણો રજિસ્ટ્રેશનની સંપૂર્ણ પ્રોસેસ

પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના (PMKVY)નું ત્રીજી ચરણ શુક્રવારના રોજ લોન્ચ કરી દેવામાં આવ્યું છે. જો હેઠળ દેશના યુવાનોને રોજગારન્મુખ કૌશલ આપવામાં આવશે. આ યોજના હેઠળ યુવાઓને 300થી વધારે પાઠ્યક્રમ ઉપલબ્ધ કરાવવામાં આવશે. PMKVY 3.0 યોજનાની 2020-21ના સમયગાળા દરમિયાન 8 લાખ લોકોને ટ્રેનિંગ આપવામાં આવશે. આ યોજનાના ત્રીજી ચરણનો ઉદ્દેશ્ય જિલ્લા કૌશલ સમિતિયોને મજબૂત અને સશક્ત બનાવવા અને સાથે જ માંગ આધારિત કૌશલ વિકાસ પહલને પ્રોત્સાહન આપવાનો છે.

948.90 કરોડ રૂપિયા થશે ખર્ચ

આ પર 948.90 કરોડ રૂપિયા ખર્ચ થશે. મંત્રાલયે નિવેદનમાં કહ્યું કે, PMKVY 3.0માં જિલ્લા કૌશલ સમિતિયોને જોડી એક નવી પહલની શરૂઆત કરવામાં આવી છે. PMKVY 3.0 શરૂઆતી સ્તર પર યુવાનોને વ્યાસાયિક પ્રશિક્ષણ પ્રદાન કરશે. જેનાથી તે ઉદ્યોગ સાથે જોડાયેલ અવસરોનો પણ લાભ ઉઠાવી શકશે.

717 જિલ્લામાં શરૂ કરવામાં આવ્યું

PMKVY એક દેશ, એક યોજનાની ર્દષ્ટિથી એક અગ્રણી યોજના છે. કૌશલ વિકાસ અને ઉદ્યમિતા મંત્રાલયે નિવેદનમાં કહ્યું કે, PMKVY 3.0ને 28 રાજ્યો અને 8 સંઘ શાષિત પ્રદેશોના 717 જિલ્લામાં શરૂ કરવામાં આવ્યું છે. આ ‘આત્મનિર્ભર ભારત’ ની દિશામાં એક મુખ્ય પગલુ છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, આ યોજનાનું ક્રિયાન્વયન વધારે વિકેન્દ્રીકૃત રીતથી કરવામાં આવશે અને તેમાં રાજ્યો/સંઘ શાસિત પ્રદેશ તથા જિલ્લાઓ પર વધુ જવાબદારી રહેશે.

મળશે આ લાભ

આ યોજના હેઠળ પ્રત્યેક પ્રમાણિત અભ્યાર્થીને 2 લાખ રૂપિયાનું ત્રણ વર્ષનો આકસ્મિક વીમો (કૌશલ વીમો) પણ આપવામાં આવશે. આ યોજનામાં બધા અભ્યાર્થિયોને કુશળ ભારત મિશન હેઠળ રાષ્ટ્રીય વ્યાવસાયિક શિક્ષા અને પ્રશિક્ષણ સંસ્થાન (NCVET)થી પ્રમાણન પણ મળશે. મંત્રાલયે કહ્યું કે, યુવાનોને ઉદ્યોગ 4.0 પ્રમાણે કૌશલ પ્રશિક્ષણ પ્રદાન કરવા અને જિલ્લાસ્તર પર સશક્ત બનાવવામાં આ યોજના મીલનો પત્થર સાબિત થશે.

આ રીતે કરાવો રજિસ્ટ્રેશન

  • PMKVY માં રજિસ્ટ્રેશન કરાવવા માટે https://pmkvyofficial.org પર જઈ પોતાનું નામ, એડ્રેસ અને ઈમેલની જાણકારી આપવાની રહેશે.
  • ફોર્મ ભર્યા બાદ અરજદાર જે ટેકનીક ક્ષેત્રણાં ટ્રેનિંગ કરવા માગે છે તેને સિલેક્ટ કરવાનું રહેશે.
  • PMKVY માં કંસ્ટ્રક્શન, ઈલેક્ટ્રોનિક્સ અને હાર્ડવેયર, ફૂડ પ્રોસેસિંગ, ફર્નીચર અને ફિટિંગ, હેન્ડીક્રોફ્ટ, જેમ્સ એન્ડ જ્વેલરી અને લેધર ટેકનોલોજી જેવા લગભગ 40 ટેકનીક ક્ષેત્ર આપવામાં આવ્યા છે.
  • તેમાં પસંદીદા ટેકનીક ક્ષેત્રના એક અતિરિક્ત ટેકનીક ક્ષેત્રની પણ પસંદગી કરવાની રહેશે.
  • આ જાણકારીઓ ભર્યા બાદ પોતાના ટ્રેનિંગ સેન્ટરને સિલેક્ટ કરવું પડશે.

READ ALSO

Related posts

સિક્રેટ પરમાણુ પ્લાન્ટ સેટેલાઈટ તસવીરે ખોલી ઇઝરાયલની પોલ! વિશ્વભરમાં મચ્યો હડકંપ

Pravin Makwana

કામની વાત/ LPG સિલિન્ડરની કિંમતથી લઇને ATM ટ્રાન્જેક્શનના નિયમો સુધી, 1 માર્ચથી થઇ રહ્યાં છે આ 5 મોટા બદલાવ

Bansari

મહિલા જજને હેપ્પી બર્થ ડે કહેવું વકીલને ભારે પડ્યું: 20 દિવસથી જેલમાં છે બંધ, પરિવારના લોકો જામીન માટે કરી રહ્યા છે આંટાફેરા

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!