GSTV
Home » News » ગૌશાળા ખોલવી છે? તો સરકાર આપશે આ મોટી સુવિધા, જાણો શું છે ખાસ

ગૌશાળા ખોલવી છે? તો સરકાર આપશે આ મોટી સુવિધા, જાણો શું છે ખાસ

ભારત દેશની ઓળખ ગાય,ગંગા અને ગીતાનાં દેશ તરીકે થાય છે. દરેક રાજકિય પાર્ટીઓ નિત્યપણે ગૌરક્ષા અને ગૌસંવર્ધનની વાતો કરે છે. તેમ છતાં દેશમાં ગૌવંશની સ્થિતી કેવી છે, તેનાંથી સૌ વાકેફ છે. દરેક ગામડાઓમાં પશુધનનાં ચરિયાણ માટે જમીનનો અમુક હિસ્સો રીઝર્વ રાખવામાં આવે છે. જેને આપણે ગૌચર કહિએ છીએ. દેશનાં અનેક રાજ્યોમાં ગૌવંશ કલ્યાણની પ્રવૃત્તિઓ થઇ રહિ છે. તેમજ આ કામગીરીમાં વધુ એક યશકલગીનો ઉમેરો થયો છે.

પ્રોજેક્ટ ગૌશાળાની સમીક્ષા કરતા કમલનાથ

કોંગ્રેસ શાસિત રાજ્ય મધ્ય પ્રદેશમાં ગૌ સંવર્ધન માટે રાજ્ય સરકારે મહત્વપુર્ણ નિર્ણય કર્યો છે. ગૌ સંબંધિત પ્રવૃતિ માટે સરકારી જમીનનો ઉપયોગ કરી શકાશે. મધ્યપ્રદેશમાં ગૌશાળા ખોલવાની ઈચ્છા ધરાવતા વ્યક્તિ અથવા સંસ્થાઓને સરકારી જમીનનો ઉપયોગ કરવાનો અધિકાર આપશે. એટલે આવી વ્યક્તિ અથવા સંસ્થા સરકારી જમીન ઉપર ગૌશાળા ખોલી શકશે.

Shivraj Singh Chauhan

ભાજપ સરકારે એક પણ ગૌશાળા ખોલી નહોતી

મુખ્યમંત્રી કમલનાથે બે દિવસ પહેલા જ પ્રોજક્ટ ગૌશાળાની સમીક્ષા કરી હતી. આ બેઠકમાં આપવામાં આવેલી માહિતી મુજબ આ પ્રોજેકટ હેઠળ 955 ગૌશાળાઓનું કામ શરૂ થયું છે જ્યારે 614 ગૌશાળાઓ  હાલમાં કાર્યરત છે. આ તમામ ગૌશાળા ખાનગી ક્ષેત્રની ગૌશાળા છે. જે સરકાર પાસેથી ગ્રાન્ટ પ્રાપ્ત કરે છે. મળતી માહિતી મુજબ રાજ્યમાં પાછલી ભાજપ સરકારના કાર્યકાળમાં એક પણ સરકારી ગૌશાળા ખુલી નથી.

કોંગ્રેસ ચૂંટણી ઢંઢેરાનો વાયદો પુર્ણ કર્યો

મુખ્યમંત્રી કમલનાથે રાજ્યમાં ગૌ સંરક્ષણ આંદોલન ઊભુ કરવાની જરૂરિયાત પર ભાર મુક્યો અને કહ્યું ખાનગી અને સરકારી ક્ષેત્રે વધુને વધુ ગૌશાળા ખોલવાનું સરકારનું લક્ષ્ય છે. નોંધનીય છે કે ગત વર્ષે યોજાયેલી વિધાનસભા ચૂંટણીઓમાં કોંગ્રેસે પોતાનાં ચૂંટણી ઢંઢેરામાં રાજ્યની દરેક ગ્રામ પંચાયતમાં એક ગૌશાળા ખોલવાની વાત કરી હતી. બેઠકમાં પશુપાલન મંત્રી લાખન સિંહ યાદવ અને અન્ય અધિકારીઓ હાજર હતા.

READ ALSO

Related posts

રોડ પર પડેલા ઘાયલની મદદ ન કરતા કોર્ટે બે શખ્સને પાંચ વર્ષની સજા ફટકારી

Pravin Makwana

પાકિસ્તાનની ગીદડભભકી, ભારતે પાક સેનાનાં સંકલ્પને હળવાશમાં ના લેવું જોઈએ

pratik shah

Delhi Election: દિલ્હી મિની ઈન્ડિયા છે, અહીં હિન્દુ-મુસ્લિમની રાજનીતિ નહીં ચાલે: કેજરીવાલ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!