GSTV

સીધી ભરતી/કોઇ પણ જાતની પરીક્ષા વગર મળશે આ સરકારી નોકરી, 22 ફેબ્રુ. પહેલાં અહીં કરો અરજી

નોકરી

Last Updated on February 8, 2021 by Pravin Makwana

આજના સ્પર્ધાત્મક યુગમાં હવે વગર પરીક્ષાએ સરકારી નોકરી મેળવવી એ એક સપના બરાબર છે. એવામાં ભારત હેવી ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ (BHEL) એક સારામાં સારો મોકો લઇને આવ્યું છે. BHEL એ ટ્રેડ અપ્રેંટિસના અલગ-અલગ પદો માટે વેકેન્સી (ભરતી) જાહેર કરી છે. આ પદો માટે યોગ્ય ઉમેદવારોની સીધી જ ભરતી થશે. આ સરકારી નોકરી (Sarkari Naukri) માટે કોઇ જ પરીક્ષા નહીં લેવામાં આવે.

BHEL એ આ ભરતી માટે એક નોટિફિકેશન પણ જારી કર્યું છે. આ નોટિફિકેશન અનુસાર, કુલ 300 પદો પર ભરતીઓ કરવામાં આવશે. એ માટે ઓનલાઇન અરજીની પ્રક્રિયા પણ શરૂ થઇ ગઇ છે. ટ્રેડ અપ્રેંટિસના પદ પર અરજી કરવાની અંતિમ તારીખ 22 ફેબ્રુઆરી, 2021 સુધી છે. ભરતી સાથે સંબંધિત સમગ્ર જાણકારી વાંચી તમે નોટિફિકેશન જોઇ શકો છો.

JOBS

અરજી કેવી રીતે કરો?

BHEL ટ્રેડ અપ્રેંટિસના પદ પર અરજી કરવા માટે તમારે NPS પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. અહીં રજિસ્ટર કર્યા બાદ તમને એક રજિસ્ટ્રેશન નંબર મળશે. આ રજિસ્ટ્રેશન નંબરની મદદથી તમે BHEL ભોપાલની વેબસાઇટ પર જઇને રજિસ્ટર કરી શકો છો. રજિસ્ટ્રેશન લિંક નીચે આપવામાં આવી છે.

લાયકાત અને ઉંમર

કોઇ પણ માન્યતા પ્રાપ્ત બોર્ડ દ્વારા 10મું પાસ કર્યું હોય અને સંબંધિત ટ્રેડોથી ITI ડિપ્લોમાં કોર્સ કર્યો હોય તેઓ જ આ પદ માટે અરજી કરી શકશે. ઉમેદવારોની ઉંમર 18થી 27 વર્ષની વચ્ચે હોવી જોઇએ, આ સાથે જ અનામત વર્ગોને વધારે ઉંમર સીમાથી છૂટ આપવામાં આવશે.

JOB-APPLICATION

આ પદો પર અરજી કરી શકશો

આ વેકેન્સી અંતર્ગત ઇલેક્ટ્રિશિયનની 80 જગ્યા, ફિટરની 80 જગ્યા, વેલ્ડરની 20 જગ્યા, ટર્નરની 20 જગ્યા, મશીનિસ્ટની 30 જગ્યા, ડ્રાફ્ટ્સમેન (મિકેનિક) ની પ જગ્યા, ઇલેક્ટ્રોનિક્સ (મિકેનિક) ની 5 જગ્યા, COPA/PASAA ની 30 જગ્યા જ્યારે સુથારની 5 જગ્યા, પ્લમ્બરની 5 જગ્યા, મિકેનિક મોટર વાહનની 5 જગ્યા, મશીનિસ્ટ (ગ્રાઇન્ડર) ની 5 જગ્યા, બ્રિકલેયર (MES) ની 5 અને ચિત્રકારની 5 જગ્યાઓ મળીને કુલ 300 પદો પર ભરતી કરવામાં આવશે.

READ ALSO :

Related posts

ઇરાકમાં આઇએસના આતંકીઓ ફરી સક્રિય, 2017 પછીનો સૌથી મોટો હુમલો; 20 જવાનોની હત્યા

Damini Patel

ભારત વિરોધી અપપ્રચાર કરતા સોશિયલ મીડિયા એકાઉન્ટ સામે આકરી કાર્યવાહી, યુટયૂબ ચેનલ, વેબસાઈટ બંધ કરાઈ

Damini Patel

જાણવા જેવુ / કોરોનાના ત્રણ પ્રકારના હોય છે દર્દીઓ, જાણો કોને કેવી રાખવી પડશે સાવચેતી…?

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!