જો તમારી પાસે Engineering ની ડિગ્રી છે, તો તમારી પાસે સરકારી નોકરી મેળવવાની તક છે. રાજસ્થાન રિફાઇનરી લિમિટેડ (HRRL) એ એન્જિનિયર્સની પોસ્ટ માટે વેકેન્સીની જાહેરાત કરી છે. આ માટે ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી છે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો HRRL ની સત્તાવાર વેબસાઇટ hrrl.in પર જઈને ઓનલાઈન અરજી કરી શકે છે. Engineering ની જગ્યાઓ પર ભરતી માટેની અરજી પ્રક્રિયા 27 ડિસેમ્બરથી શરૂ થશે. ઉમેદવારોને આ પોસ્ટ માટે જાન્યુઆરી સુધી અરજી કરવાની તક મળશે.

HRRL Recruitment હેઠળ નોકરી મેળવવા ઇચ્છુક ઉમેદવારોને કહેવામાં આવે છે કે તેઓએ આ પોસ્ટ માટે અરજી કરતા પહેલા આ સંદર્ભમાં બહાર પાડવામાં આવેલ સૂચના યોગ્ય રીતે વાંચવી જોઈએ. આ ભરતી અભિયાન હેઠળ કુલ 142 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. Engineering ની જગ્યા માટે ભરતી થયેલા ઉમેદવારને 40 હજારથી 2.40 લાખ રૂપિયા સુધીનો પગાર આપવામાં આવશે. આ સમાચારમાં તમને સત્તાવાર સૂચનાની લિંક અને અરજી કરવાની લિંક આપવામાં આવી છે. અહીંથી તમે સીધી ભરતી માટે અરજી કરી શકો છો.

HRRL Recruitment 2022થી જોડાયેલી જરૂરી તારીખો
ઉમેદવારોને કહેવામાં આવે છે કે રાજસ્થાન રિફાઈનરી લિમિટેડમાં ઓનલાઈન અરજી પ્રક્રિયા મંગળવારથી શરૂ થશે. આ માટેની ઓનલાઈન લિંક 27 ડિસેમ્બરે સત્તાવાર વેબસાઈટ પર સક્રિય થઈ જશે. તે જ સમયે, ઓનલાઈન અરજી ફોર્મ સબમિટ કરવાની છેલ્લી તારીખ 26 જાન્યુઆરી, 2023 છે.
અરજીની ફી કેટલી છે?
એન્જિનિયરની જગ્યા માટે ઓનલાઈન અરજી ફોર્મ ભરવા માટે જનરલ, EWS અને OBC ઉમેદવારોએ અરજી ફી તરીકે રૂ. 500 ચૂકવવા પડશે. જ્યારે, SC, ST અને PwBD ઉમેદવારોને અરજી ફીમાંથી મુક્તિ આપવામાં આવી છે. ઉમેદવારોની પસંદગી કોમ્પ્યુટર બેસ્ટ ટેસ્ટ, ગ્રુપ ડિસ્કશન અને ઈન્ટરવ્યુના આધારે કરવામાં આવશે. આમાં મેળવેલા ગુણના આધારે મેરિટ લિસ્ટ તૈયાર કરવામાં આવશે, જેમાંથી ઉમેદવારની પસંદગી કરવામાં આવશે.
READ ALSO
- Ram Navami/ ભગવાન રામ પાસેથી આજે પણ આ ગુણો શીખવા જેવા છે
- હાથના કર્યા હૈયે વાગ્યા/ માસૂમના હાથમાં પકડાવી દીધી ગન, પછી જે થયું તે તમે જાતે જ જોઈ લો
- તેરી આંખોમે મેરા દિલ ખો ગયા… હસીકા દિવાના તેરા હો ગયા! બોલિવુડની હસીનાઓ ને દિલ આપી બેઠા છે આ રાજનેતાઓ
- શેરબજારમાં આજે નહીં થાય ટ્રેડિંગ, 31 માર્ચ સુધી રાહ જોવી પડશે, જાણો કેમ ?
- સુરત! રામ નવમીના દિવસે માર્કેટ ચાલુ રાખવાના નિર્ણયનો વિવાદ વકર્યો, ફોસ્ટા અધ્યક્ષનું હિંદુ સંગઠનોના કાર્યકરે શાહી ફેંકી કર્યું મોઢું કાળું