GSTV

એર ઈન્ડિયાની 100 ટકા ભાગીદારી વેચવા સરકારે બહાર પાડ્યો ટેન્ડર લેટર, શરતો કરી હળવી

કેન્દ્ર સરકારે સોમવારે સરકારી વિમાન કંપની એર ઈન્ડિયામાંથી તેમનો 100 ભાગ વેચવા માટે ટેન્ડર લેટર બહાર પાડી દીધો છે. ટેન્ડર લેટર અનુસાર, વ્યૂહાત્મક ડિસઇન્વેસ્ટમેન્ટ અંતર્ગત એર ઈન્ડિયા લો કૉસ્ટ એરલાઇન એર ઈન્ડિયા એક્સપ્રેસની પોતાની 100 ટકા ભાગીદારી અને સંયુક્ત ઉપક્રમ AISATS 50 ટકા ભાગીદારી વેચવામાં આવશે. એરલાઇનનું વ્યવસ્થાપન પણ સફળ બોલી લગાવનારને સોંપવામાં આવશે. ટેન્ડર લેટર અનુસાર, ઈચ્છુક ખરીદદાર 17 માર્ચ સુધી એસપ્રેશન ઓફ ઈન્ટરેસઅ (ઈઓઆઈ) જમા કરાવી શકે છે.

એર ઈન્ડિયા અને સિંગાપુર એરલાઇન્સનું સંયુક્ત ઉપક્રમ છે AISATS

AISATS એર ઈન્ડિયા અને સિંગાપુર એરલાઇન્સનું સંયુક્ત ઉપક્રમ છે, આ કંપની ગ્રાઉન્ડ હેન્ડલિંગનું કાર્ય કરે છે. ટેન્ડર લેટરમાં કહેવામાં આવ્યું છે કે, એર ઈન્ડિયા આ સિવાય એર ઈન્ડિયા એન્જિનિયરિંગ સેવાઓ, એર ઈન્ડિયા એર ટ્રાન્સપોર્ટ સર્વિસિઝ, એરલાઇન એલાઇડ સર્વિસિસ અને હોટલ કૉર્પોરેશન ઓફ ઈન્ડિયામાં ભાગીદારી ધરાવે છે. આ બધી કંપનીપોને એક અલગ કંપની એર ઈન્ડિયા એસેટ્સ હોલ્ડિંગ લિમિટેડને ટ્રાન્સફર કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. આ બધી કંપનીઓ હાલના વેચાણ ડ્રાફ્ટનો ભાગ નહીં રહે. ટેન્ડર લેટર અનુસાર ડિસઇન્વેસ્ટમેન્ટ સમયે એર ઈન્ડિયા અને એર ઈન્ડિયા એક્સપ્રેસના કુલ 60 હજાર કરોડમાંથી 23,286.5 કરોડનું દેવું રહેશે, અન્ય દેવાને એર ઈન્ડિયા એસેટ્સ હોલ્ડિંગ લિમિટેડને ફાળવી દેવામાં આવશે. સલાહકાર ફર્મ અર્નેસ્ટ એન્ડ યંગને ડિસઈન્વેસ્ટમેન્ટ સલાહકાર બનાવવામાં આવી છે.

3500 કરોડ હોવી જોઇએ ખરીદદારની નેટવર્થ

સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ ટેન્ડર પ્રક્રિયામાં કહેવામાં આવ્યું છે કે, આ ઘણી કંપનીઓના કંસોર્ટિયમ ઈઓઆઈ જમા કરે છે તો એવા કંસોર્ટિયમના મુખ્ય સભ્ય 26 ટકા ભાગીદારી ખરીદી શકે છે. પહેલાં આ ભાગીદારી 51 ટકા રાખવામાં આવી હતી. કંસોર્ટિયામમાં ઓછામાં ઓછી ભાગીદારી સરળ કરી 10 ટકા કરી દેવામાં આવી છે. વધુમાં વધુ કંપનીઓને કંસોર્ટિયમમાં શામેલ કરવાના હેતુથી શરતોમાં ઢીલ આપવામાં આવી છે. યોગ્ય ખરીદદારની કુલ નેટવર્થ 3500 કરોડ રૂપિયા હોવી જોઇએ. પહેલાં ખરીદદારની નેટવર્થ 5000 કરોડ રૂપિયા નક્કી કરવામાં આવી હતી.

Read also:

Related posts

ઘરમાં સગર્ભા મહિલા હોય તો પરિવારે સૌથી વધારે સાવધાનીની જરૂર, નહીં તો તમે તેમનો જીવ મૂકશે જોખમમાં

Bansari

અમિત શાહને પણ રંગ લાગ્યો : તમિલોને આકર્ષવા રીતસરનું જુઠ્ઠાણું ફેક્યું, આખરે થયા ટ્રોલ

Ankita Trada

દેશની તિજોરી ખાલી પણ મોદી માટે 600 કરોડના ખર્ચે નવી ઓફિસ અને ઘર બનશે

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!