GSTV

ઓહો… આટલા બધા દેશદ્રોહના ગુના : બોલવાની સ્વતંત્રતાને દબાવવા માટે રાજદ્રોહના કાયદાનો ઉપયોગ કરી રહી છે સરકાર

સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ મદન બી. લોકૂરે સોમવારે કહ્યું હતું કે, સરકાર બોલવાની સ્વતંત્રતા અટકાવવા રાજદ્રોહના કાયદાનો આશરો લઈ રહી છે. વાણી સ્વાતંત્ર્યને ડામવા માટે સરકાર લોકો પર નકલી સમાચારો ફેલાવવાનો આરોપ લગાવવાની પદ્ધતિ પણ અપનાવી રહી છે. જસ્ટીસ લોકુરએ કહ્યું હતું કે કોરોના વાયરસ કેસ અને તેનાથી સંબંધિત વેન્ટિલેટરનો અભાવ જેવા મુદ્દાઓની જાણ કરનારા પત્રકારો પર નકલી સમાચારોની જોગવાઈઓ હેઠળ આરોપ મૂકવામાં આવે છે.

દેશદ્રોહના 70 કેસ જોવા મળ્યા

જસ્ટિસ લોકુરએ કહ્યું કે, અચાનક આવા કિસ્સાઓની સંખ્યામાં વધારો થયો છે જેમાં લોકો પર રાજદ્રોહનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. કાંઇ પણ બોલતા સામાન્ય નાગરિક ઉપર દેશદ્રોહનો આરોપ મૂકવામાં આવે છે. આ વર્ષે અત્યાર સુધીમાં દેશદ્રોહના 70 કેસ જોવા મળ્યા છે.

વકીલ પ્રશાંત ભૂષણ વિરુદ્ધ અદાલતના અવમાનના કેસ પર બોલતા તેમણે કહ્યું કે તેમના નિવેદનો ખોટી રીતે વાંચવામાં આવ્યા છે. વિદ્યાર્થીઓ અને કાર્યકરોને અસંમત અવાજોને ખોટી રીતે રજૂ કરીને યુએપીએ હેઠળ જેલમાં ધકેલી દેવામાં આવ્યા છે. નિવારક અટકાયતના આડેધડ ઉપયોગ અંગે ચિંતા વ્યક્ત કરતાં સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશે કહ્યું કે, “બીજી તરફ, હિંસાની હિમાયત કરનારા અને દેશને તોડવાની વાત કરનારા લોકો સામે કોઈ પગલા લેવામાં આવતા નથી.” અદાલતોમાં પેન્ડિંગ કેસો અંગે લોકુરે કહ્યું કે આશરે 40 કરોડ કેસ બાકી છે. ન્યાયતંત્રે તેમના પર ધ્યાન આપવાની જરૂર છે. ન્યાયતંત્રને પારદર્શક બનાવવું પડશે. પત્રકાર એન. રામે કહ્યું કે પ્રશાંત ભૂષણના કેસમાં આપવામાં આવેલી સજા વાહિયાત છે અને સુપ્રીમ કોર્ટના તારણો માટે કોઈ પાક્ક આધાર નથી.

Related posts

ગુજરાતમાં આ તારીખથી શરૂ થશે કોલેજો, સરકારે ગાઈડલાઈન માટે શરૂ કરી તૈયારીઓ

Bansari

સરદહ તણાવ / ભારતની ચીનને ખુલ્લી ચેતવણી, જરૂર પડશે તો ફાયરીંગ પણ કરીશું

Mansi Patel

જીએસટી વળતરના રૂપિયા મોદી સરકારે બીજે વાપરી દીધા, કોરોનાનું બહાનું કાઢતી સરકારની ખૂલી પોલ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!