GSTV

મોદી સરકાર નાના વેપારીઓને આપશે મોટી ચૂંટણી ગિફ્ટ, લેવા જઈ રહી છે આ નિર્ણયો

મોદી સરકાર અનેક નાના વેપારીઓને સસ્તા દરે લોન અને દુર્ઘટના વીમા કવરેજ આપવાનો વિચાર કરી રહી છે તેવું સૂત્રો દ્વારા જણાવવામાં આવ્યું. લોકસભાની ચૂંટણી પહેલા એનડીએ સરકાર પોતાના મુખ્ય ચોક્કસ વોટદાતાઓને ગીફ્ટ આપીને ખુશ કરવા માંગે છે.  વેપારીવર્ગને બીજેપીના સમર્થક માનવામાં આવતા હતા પરંતુ છેલ્લા કેટલાક દિવસોમાં નોટબંધી અને જીએસટી જેવા નિર્ણયોના કારણે તેઓ સરકારથી ક્રોધિત હતા.

જીએટીમાં છૂટ સાથે ઇ-કોમર્સ પોલીસીમાં પણ બદલાવ કર્યો

મધ્યપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન જેવા રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીઓમાં થયેલ હાર બાદ બીજેપી પોતાના મુખ્ય વોટર્સ કે જે ગુસ્સે ભરાયેલા છે તેઓને ફરી મનાવવાનો પ્રયત્ન કરી રહી છે. સૂત્રો દ્વારા મળેલ માહિતી મુજબ જે લોકો અળગા થઈ ગયા છે તેમને ફરી નજીક લવાવવાના પ્રય્તનો હેઠળ સરકારે હાલમાં જીએટીમાં છૂટ સાથે ઇ-કોમર્સ પોલીસીમાં પણ બદલાવ કર્યો છે જે નાના વેપારીઓના હિતમાં છે. આ સિવાય સરકાર કેટલાક ચોક્કસ પગલાં પણ લે તેવી સંભાવના છે. સરકાર 5 કરોડ રૂપિયાથી ઓછું વાર્ષિક વેચાણ કરનાર વેપારીઓને 2 પ્રતિશત સસ્તી લોન આપવાની યોજના બનાવી રહી છે. વધારે ક્રેડિટ રેટિંગવાળા નાના વેપારીઓ 9-10 ટકાના વ્યાજ પર બેંક લોન લઈ શકશે, જ્યારે ઓછું ક્રેડિટ રેટિંગ ધરાવનાર વેપારીઓ 13-14 ટકાના વ્યાજ પર લોન લઈ શકશે.

સરકાર રિટાયરમેન્ટ બાદ વેપારીઓને મળી શકે છે પેન્શન

સરકાર વાર્ષિક 1 કરોડ રૂપિયાથી ઓછું વેચાણ કરનાર વેપારીઓને 10 લાખ રૂપિયા સુધીની મફત દુર્ઘટના વીમો આપવા પર તેમજ નાના વેપારીઓને ત્યાં કામ કરતા કર્મચારીઓ માટે પણ વીમાનો લાભ આપવા પર વિચાર કરી રહી છે. સરકાર રિટાયરમેન્ટ બાદ વેપારીઓને પેન્શન આપવા અંગે વિચાર કરી રહી છે કેમકે વેપારી સંગઠન દ્વારા એવી માંગણી કરવામાં આવી હતી કે તેઓ ગ્રાહક ટેક્સ કલેક્ટ કરીને રાજસ્વમાં જમા કરાવે છે જે એક રીતે સરકારી માળખાનો જ એક ભાગ ગણાય તેથી તેમને પણ અન્ય કર્મચારીઓને માફક વીમા અને રિટાયરમેન્ટ સ્કીમની સુવિધા મળવી જોઈએ.

Related posts

નાઇજીરિયા/ બોકો હરામના આતંકીઓનો ખૂની ખેલ, નિર્દોષ 100થી વધુ નાગરીકોની કરી કરપીણ હત્યા

pratik shah

દિલ્હીમાં સતત બીજા દિવસે કોરોનાના 4 હજારથી વધુ કેસો નોંધાયા, 68ને ભરખી ગયો કાળમુખો વાયરસ

pratik shah

જગતનું જમાદાર હોમાયું કોરોનાના ખપ્પરમાં, છેલ્લા 26 દિવસમાં રોજના એક લાખ કેસ નોંધાયા: ભયાવહ સ્થિતિ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!