GSTV
Home » News » ‘મેક ઈન ઈન્ડિયા’ બાદ હવે ‘સ્ટડી ઈન ઈન્ડિયા’ પર ભાર મુકી રહી છે સરકાર

‘મેક ઈન ઈન્ડિયા’ બાદ હવે ‘સ્ટડી ઈન ઈન્ડિયા’ પર ભાર મુકી રહી છે સરકાર

UPSC exams

ભારતમાં બહાર અભ્યાસ કરવાનો ટ્રેંડ ચાલી રહ્યા છે તેવામાં સરકાર સ્ટડી ઇન ઇન્ડિયા હેઠળ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની સંખ્યા વધારવા કરી રહી છે પ્રયાસ. યુગાન્ડાના જોન પૈટ્રિક ઓમેઝિયર 5 વર્ષથી પુણામાં રહી કોમર્સમાં બેચલર ડિગ્રી પ્રાપ્ત કર્યા બાદ માસ્ટર ડિગ્રી માટે સિંબિઓસિસ સેંટર ફોર ઇંટરનેશનલ એજ્યુકેશનમાં એડમિશન લેવાના છે. પૂણા લોકો દરેકને માન આપતા હોવાથી વિદેશી વિદ્યાર્થીઓ પૂણાને વધુ પસંદ કરે છે.

પૂણામાં થઈ રહેલ વિકાસ અને વારસાગત સંપન્ન ધનાઢ્ય વેપારીઓના રહેઠાણના કારણે આ શહેર ઓમેઝિયર જેવા અનેક વિદેશી વિદ્યાર્થીઓના આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે. તેમને ત્યાં ગુણવત્તાપૂર્ણ શિક્ષણની સાથે-સાથે ઇંટર્નશિપ કરવાનો અવસર પણ મળે છે.

સિંબિઓસિસ ઇંટરનેશનલની સ્થાપના ચાર દાયકા પહેલા થઈ હતી. હાલમાં અંહીયા આશરે 80 દેશોનો બે હજાર વિદેશી વિદ્યાર્થી અભ્યાસ કરે છે. વિદેશીઓને આકર્ષિત કરે તેવા આઈટી, કંપ્યૂટર્સ, નર્સિંગ, હોસ્પિટલ મેનેજમેન્ટ, મેડિકલ ટેકનોલોજી અને બેચલર ઇન બિઝનેસ એડમિનિસ્ટ્રેશનન આકર્ષક પાઠ્યક્રમો અંહીયા છે. પુણે સુરક્ષિત પણ હોવાથી લોકો વધુ પંસદ કરે છે.

ભારત સરકારે પણ પુણાને પોતાની સ્ટડી ઇન ઇન્ડિયા પ્રોગ્રામનું કેંન્દ્ર બનાવ્યું છે. માનવ સંસાધન વિકાસ મંત્રાલય અને વિદેશ મંત્રાલયે વિદેશી વિદ્યાર્થીઓને આકર્ષવા ગત વર્ષે આ પહેલનો શુભારંભ કર્યો હતો. આ પહેલ હેઠળ એક પોર્ટલ દ્વારા દેશના 160થી વધુ ઉચ્ચ શિક્ષા સંસ્થાનોને જોડવામાં આવશે.

exam date changed

આ સંસ્થાનોમાં ખાનગી તેમજ સરકારી, બંને પ્રકારની શૈક્ષણિક સંસ્થાઓનો સમાવેશ કરવામાં આવશે. તેમાં આઈઆઈટી, એનઆઈટી, મારવાડી યૂનિવર્સિટી, કેઆઈઆઈટી, ભુવનેશ્વરનો સમાવેશ થાય છે. આ સંસ્થાનોમાં અંડરગ્રેડ, માસ્ટર્સ અને પીએચડી લેવલ સુધી 25 હજાર સીટ વિદેશી વિદ્યાર્થીઓ માટે સુરક્ષિત રાખવામાં આવશે. તેમજ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે વીઝા નિયમ સરળ બનાવવામાં આવશે.

સ્ટડી ઇન ઇન્ડિયાની વેબસાઈટ મુજબ તેમાં 1500 થી વધુ પાઠયક્રમ હશે. તેમજ સ્કોલરશિપ પણ ઓફર કરવામાં આવશે. સરકાર તરફથી નોડલ એંજસી આ પ્રોગ્રામનું સંચાલન કરશે.

Read Also

Related posts

એસબીઆઈના 90 લાખ ગ્રાહકો માટે આવી ખુશખબર, બેન્કે આપી આ દિવાળી ભેટ

Bansari

આજે આ રાશિના જાતકો પર રહેશે ઈશ્વરની કૃપા, જુઓ તમારી રાશિ તો નથી ને…!

Dharika Jansari

યુવાનોને છે નોકરીનું ટેન્શન, હાઈ ઈન્કમ નહીં જોબ સિક્યુરિટી જોઈએ છે

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!