GSTV
Gujarat Government Advertisement

કામની વાત/ હવે ડિજિટલ દગાખોરીથી બચાવી શકશો તમારા પૈસા, સરકારે તૈયાર કર્યો છે આ મોટો પ્લાન

Last Updated on February 16, 2021 by Ankita Trada

દેશમાં ડિજિટલ થતા બિઝનેસની વચ્ચે લોકો સતત ઓનલાઈન દગાખોરીનો શિકાર થઈ રહ્યા છે. તેના પર લગામ લગાવવા માટે દૂરસંચાર મંત્રાલયે ડિજિટલ ઈન્ટેલિજેંસ યૂનિટની રચના કરવાનો નિર્ણય કર્યો છે. આ યૂનિટ દૂરસંચાર સંસાધનોનો ઉપયોગ કરી નાણાકિય દગાખોરી કરનારાઓની વિરુદ્ધ કડક કાર્યવાહી કરશે. દૂરસંચાર મંત્રી રવિ શંકર પ્રસાદના નિર્દેશ બાદ આ પગલુ ઉઠાવવામાં આવ્યું છે. ઓનલાઈન દગાખોરી કરનાર સામાન્ય લોકોને લોભાવનારી સ્કીમ અથવા ઓફરની જાળમાં ફસાઈ તેમની પાસેથી પૈસા પડાવી લેતા હોય છે.

કંપનીઓ વ્યાવસાયિક સંદેશ મોકલતી રહે

ભારતીય દૂરસંચાર નિયામક જોગવાઈ (TRAI) દગાખોરી માટે આવનાર કોલ પર લગામ લગાવવાને લઈને પહેલા જ નિયમ બનાવી ચૂક્યા છે. જોકે, ફોનનો ઉપયોગ કરનારી ઘણી નોંધણી વગરની વિપણન કંપનીઓ લોકોને ફોન કરી રહી છે અને તેનાથી દગાખોરી પણ થઈ રહી છે. અધિકારીઓએ જણાવ્યું કે, ગ્રાહકો દ્વારા ડૂ નોટ ડિસ્ટર્બ અટલે કે, DND સેવા શરૂ કર્યા બાદ પણ તેમને નોંધણી ટેલી માર્કેટ કંપનીઓ વ્યાવસાયિક સંદેશ મોકલતી રહે છે. આ પ્રકારે નોંધણી વગરની કંપનીઓને પણ મેસેજ લોકોના મોબાઈલ પર આવતા રહે છે.

ડાર્કનેટ

ડિજિટલ લેણ-દેણને સુરક્ષિત બનાવવા પર ભાર

જાણકારી પ્રમાણે, ડિજિટલ ઈન્ટેલિજેંસ યૂનિટ (DIU)નામથી એક નોડલ એજન્સી સ્થાપિત કરવામાં આવશે. તેનું મુખ્ય કાર્ય કોઈપણ દગાખોરી ગતિવિધિની તપાસમાં વિવિધ નાણાકિય સંસ્થાઓ અને દૂરસંચાર સેવા પ્રદાતાઓની સાથે સમન્વય કરવાનું રહેશે. બેઠકમાં ડિજિટલ લેણ-દેણને સુરક્ષિત બનાવવા પર સર્વાધિક ભાર આપવામાં આવ્યું છે. બેઠકમાં દૂરસંચાર સચિવ, દૂરસંચાર સભ્ય અને ડીડીજી એક્સસે સર્વિસ પણ હાજર હતી.

તરત જ રોકવાનો આદેશ

દૂરસંચાર મંત્રી રવિશંકર પ્રસાદની અધ્યક્ષતામાં થયેલી ઉચ્ચે સ્તરીય બેઠકમાં ડિજિટલ લેણ-દેણને સુરક્ષિત બનાવવા પર સર્વાધિક ભાર આપવામાં આવ્યું છે. મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું કે, આ પ્રકારની દગાખોરી થકી સામાન્ય માણસની ઊંડી કમાણીને હડપવામાં આવી રહી છે. તેને તરત જ રોકવા માટે કડક પગલું ભરવાની જરૂરિયાત છે. દૂરસંચાર મંત્રીએ ઝારખંડના જામતાડા અને હરિયાણના મેવાત ક્ષેત્રથી દેશભરના લોકોની સાથે થનારી નાણાકિય દગાખોરી રોકવા માટે ખાસ ઉપાય કરવામાં આવશે. આ બંને વિસ્તારથી મોટા પ્રમાણ પર ઓનલાઈન દગાખોરી કરવામાં આવે છે.

સરકારી વિભાગ કરતા રહે છે સાવધાન

સરકારના અલગ-અલગ વિભાગ સતત લોકોને સાયબર દગાખોરીથી બચવા માટે ગાઈડલાઈન જાહેર કરતી રહે છે. હાલમાં જ છેતરપિંડી કરનારાઓએ વેલેન્ટાઈન પેકેજના ટ્રેપમાં લોકોને ફંસાવવાનું શરૂ કર્યું હતું. દગાખોર ફેબ્રુઆરીના પ્રથમ અઠવાડિયાથી જ વેલેન્ટાઈન માટે ફ્રૂ કૂપનાના મેસેજ લોકોને મોકલી રહ્યા હતા. ગૃહ મંત્રાલયના સાયબર સેન્ટરના લોકોને ફ્રોડના આ ટ્રેંડથી સતર્ક રહેવાનું કહ્યું હતું.

સતત વધી રહ્યા છે બેન્કિંગના કેસ

RBI ની રીપોર્ટ પ્રમાણે ડિજિટલ લેણદેણના કારણે વર્ષ 2018-19માં 71,543 કરોડ રૂપિયાનું બેન્કિંગ ફ્રોડ થયો હતો. આ સમયગાળામાં બેન્ક ફ્રોડના 6,800થી વધુ કેસ સામે આવ્યા હતા. વર્ષ 2017-18માં બેન્ક ફ્રોડના 5,916 કેસ સામે આવ્યા હતા. તેમાં 41,167 કરોડ રૂપિયાથી વધારેની દગાખોરી થઈ હતી. છેલ્લા 11 નાણાકિય વર્ષમાં બેન્ક ફ્રોડના કુલ 53,334 કેસ સામે આવ્યા છે. જ્યારે તેના થકી 2.05 લાખ કરોડ રૂપિયાની દગાખોરી થઈ હતી.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Deposit Interest Certificate કેવી રીતે કરશો ડાઉનલોડ? શું છે રીત, જાણો સમગ્ર પ્રક્રિયા!

pratik shah

રબ ને બના દી જોડી: પતિ કરતા ‘થોડી’ વધુ ઊંચી છે પત્ની તો બની ગયો વર્લ્ડ રેકોર્ડ

Pritesh Mehta

અમદાવાદ/ GIDCમાં મુખ્યમંત્રીએ નવનર્મિત વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનું કર્યું લોકાર્પણ, વટવાના 700 જેટલા ઉદ્યોગોને મળશે લાભ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!