GSTV

મોદી સરકાર આપી રહી છે PF વ્યાજનો પ્રથમ હપ્તો! તમારા ખાતામાં આવ્યા કે નહી, આ રીતે કરો ચેક

epf

જો તમે નોકરીયાત વર્ગના લોકો છો તો તમારા માટે સારા સમાચાર છે. ખરેખર તમારા પ્રોવિડેન્ટ ફંડ એટલે કે, EPF એકાઉન્ટમાં જલ્દી જ સરકાર પૈસા જમા કરવાની છે. સરકાર તરફથી તમને આ રકમ બે હપ્તામાં મળશે. તો આવો જાણીએ આ સંપૂર્ણ મામલાને. તે સાથે જ તે પણ જાણવું પડશે કે, તમને આ વિશે જાણકારી કેવી રીતે મળશે.

EPFO

વ્યાજ તમારા PF એકાઉન્ટમા આવ

ખરેખર કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠ (EPFO)ના સભ્યોને દરેક વખતે નાણાકિય વર્ષ 2019-20 માટે PF વ્યાજ મળવાનું છે. સરકારે આ વ્યાજને બે હપ્તામાં આપવાનો નિર્ણય કર્યો છે. આ વ્યાજ તમારા PF એકાઉન્ટમા આવશે. છેલ્લા નાણાકિય વર્ષ એટલે કે, 2019-20 માટે PF પર 8.50 ટકાના દરથી વ્યાજ આપવામાં આવશે. જે 7 વર્ષમાં સૌથી ઓછા છે. નક્કી દરમાંથી હાલમાં 8.15 ટકા વ્યાજ જ EPF ખાતામાં નાખવો પડશે.

સરકાર એકમુશ્તમાં ચૂકવણી કરી રહી છે

  • મુખ્ય 0.35 ટકા વ્યાજની ચૂકવણી આ વર્ષે ડિસેમ્બર સુધી અંશધારકોના EPF ખાતામાં કરી દેવામાં આવશે. તમને અહીંયા જણાવી દઈએ કે, સરકાર એકમુશ્તમાં ચૂકવણી કરી રહી છે. તેના દાયરામાં લગભગ 6 કરોડ લોકો આવે છે. મતલબ છે કે, 6 કરોડ લોકોને બે હપ્તામાં વ્યાજ આપવામાં આવશે.
  • પોતાની પાસબુકમાં PF રકમની જાણકારી લેવા માટે સૌ પ્રથમ https://www.epfindia.gov.in/site_en/ લિંક પર વિઝિટ કરવાનું રહેશે.
  • આ લિંક પર વિઝિટ કર્યા બાદ જમણી સાઈડ તરફથી વાદળી ડેશબોર્ડમાં ઈ-પાસબુકનો ઓપ્શન આવશે.
  • આ ઓપ્શનને ક્લિક કર્યા બાદ https://passbook.epfindia.gov.in/MemberPassBook/Login.jsp લિંક ખુલશે.
  • આ લિંક પર લોગિન આઈડી અને પાસવર્ડનો ઓપ્શન આવશે. આ ઓપ્શનમાં તમને UAN નંબર અને પાસવર્ડ એન્ટર કરવાનું રહેશે.
  • લોગિન થયા બાદ આગામી સ્ટેપમાં પોતાની પાસબુકને જોવા માટે આઈડીની ચૂકવણી કરવાની રહેશે. જણાવી દઈએ કે, પાસબુક PDF ફોર્મેટમાં હોય છે જેના સરળતાથી ડાઉનલોડ કરવામાં આવે છે.
  • જો તમે યૂએએન EPFO ની પાસે રજિસ્ટર્ડ છે તો તમારે લેટેસ્ટ યોગદાન અને PF બેલેન્સની જાણકારી મેસેજ થકી મળી જશે.
  • ઉદાહરણ માટે જો હિન્દીમાં જાણકારી જોઈએ તો તમે EPFOHO UAN HIN લખીને 7738299899 પર મોકલી શકો છો.
  • આ પ્રકારે મિસ્ડ કોલ થકી જાણકારી લેવા માટે રજિસ્ટર્ડ મોબાઈલ નંબરથી 011-22901406 પર મિસ્ડ કોલ દો. જોકે, જરૂરી છે કે, UAN થી બેન્ક એકાઉન્ટ, પાન અને આધાર લિંક્ડ થઈ જશે.

READ ALSO

Related posts

આઇપીએલમાં ટ્વીસ્ટ: બોલર્સના પ્રતાપે બેંગ્લોરને પછાડી સનરાઇઝર્સ હૈદરાબાદે જીતી લીધી મેચ

pratik shah

IPL 2020: જસપ્રિત બુમરાહે જીતી લીધી પર્પલ કેપ, ઓરેન્જ કેપમાં લોકેશ રાહુલ મોખરે

pratik shah

VIDEO/ ઓ બાપ રે આ શું, અહીં 50 ફૂટ લાંબો એનાકોંડા જોવા મળ્યો !

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!