GSTV
World

Cases
4597471
Active
5744883
Recoverd
521164
Death
INDIA

Cases
227439
Active
379892
Recoverd
18213
Death

RBI પાસેથી સરકારને ત્રણ લાખ કરોડ રૂપિયા મળે તેવી શક્યતા : નોમુરા

બિમલ જાલન કમિટીનો રિપોર્ટ વિલંબમાં પડવાથી રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાનું 3 લાખ કરોડ રૂપિયાનું વધારાનું ફંડ-નાણા સરકારને ટ્રાન્સફર થવાની શકયતા હોવાનું અને આ નાણાનો સરકાર તેના નિયમિત-રેગ્યુલર ખર્ચા માટે ઉપયોગ કરે એવી શકયતા હોવાનું એક રિપોર્ટમાં જણાવાયું છે. આ નાણા ત્રણ વર્ષમાં મળવાની અને એ નાણાંનો મોટાભાગે ઉપયોગ રેગ્યુલર સરકારી ખર્ચાની ચૂકવણી માટે થવાની શકયતા જાપાનીઝ બ્રોકિંગ જાયન્ટ નોમુરાએ એક રિપોર્ટમાં બતાવી છે.

ઉલ્લેખનીય છે કે એપ્રોપ્રિએટ ઈકોનોમિક કેપિટલ ફ્રેમવર્ક ફોર આરબીઆઈ પર ગત ડિસેમ્બરમાં બિમલ જાલન કમિટીની રચના થઈ હતી અને આ કમિટીએ તેનો રિપોર્ટ રજૂ કરવા માટે ત્રીજું એક્સટેન્શન માંગ્યું છે, જે આગામી મહિને છે. બેંકો જંગી ડૂબત લોનોના પરિણામે હાલત કફોડી થયેલી હોઈ જાહેર ક્ષેત્રની બેંકોની પણ મૂડીની મોટી આવશ્યકતા હોવાથી રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા પાસે પડેલી વધારાની મૂડીનો ઉપયોગ બેંકના મૂડીકરણ માટે પણ થઈ શકે છે. આ સાથે નોમુરા એક શકયતા એ મૂકે છે કે 25 ટકા શકયતા નાણાનો ઉપયોગ જાહેર દેવું ચૂકતે કરવા માટે 10 ટકા શકયતા કોઈપણ નાણા ટ્રાન્સફર નહીં થવાની મૂકે છે.

બિમલ જાલન કમિટીના અન્ય મેમ્બરોમાં રાકેશ મોહન, ભૂતપૂર્વ ડેપ્યુટી ગવર્નર વાઈસ ચેરમેન તરીકે, નાણા સચિવ સુભાષ ચંદ્ર ગર્ગ, ડેપ્યુટી ગવર્નર એનએસ વિશ્વનાથન અને બે આરબીઆઈ બોર્ડ મેમ્બરો ભરત દોશી અને સુધીર માંકડનો સમાવેશ છે. આ પેનલને વિશ્વભરની સેન્ટ્રલ બેંકો દ્વારા અપનાવાતી શ્રેષ્ઠ પ્રણાલીની સમીક્ષા કરવાનું અને આકલન કરીને જોખમો માટે જોગવાઈઓ વિશે ભલામણ કરવાની કામગીરી સોંપવામાં આવી છે.

સરકાર અને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા વચ્ચે જ્યારે ગવર્નર તરીકે ઉર્જિત પટેલ હતા, ત્યારે રિઝર્વ બેંક પાસે પડેલી સરપ્લસ મૂડીના સરકારને ટ્રાન્સફર કરવા મામલે વિવાદ સર્જાયો હતો અને ત્યાર બાદ નવા ગવર્નર શક્તિકાંતા દાસ દ્વારા પ્રથમ મોટો નિર્ણય લેવાયો હતો. નાણા મંત્રાલયેનો મત એવો હતો કે, રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા જાળવવામાં આવતી કુલ અસ્કયામતોના 28 ટકા બફર તરીકે રાખવી એ વૈશ્વિક 14 ટકા જેટલી જાળવવાના ધોરણથી ઘણી વધુ છે.

READ ALSO

Related posts

વેપારીઓ સાવધાન! ખુલ્લુ તેલ વેંચ્યુ તો જશો જેલના સળીયા પાછળ, ભરવો પડશે લાખો રૂપિયાનો દંડ

Ankita Trada

રાજ્યમાં કોરોનાના બની રહ્યા છે નવા રેકોર્ડ, સતત 600 પ્લસ નવા પોઝીટીવ સાથે 7 દિવસમાં 4500થી વધુ કેસ

Harshad Patel

મહિન્દ્રા બોલેરો બધી કારને પાછળ રાખીને આ રીતે નંબર -1 પર, આ કારોના વેંચાણમાં થયો વધારો

Dilip Patel
Do NOT follow this link or you will be banned from the site!