સરકારે વધારી નારિયેળ કોપરાની એમએસપી, જાણો કિંમત

નારિયેળ ઉત્પાદકોને રાહત આપતા સરકારે શુક્રવારે 2018-19ના સત્ર માટે ટોપરાંનુ ન્યૂનત્તમ સમર્થન મૂલ્ય (એમએસપી) 2170 રૂપિયા ક્વિન્ટલ દીઠ વધારીને 9521-9920 રૂપિયા ક્વિન્ટલ દીઠ કરવાની જાહેરાત કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં ગુરૂવારે યોજાયેલી મંત્રીમંડળની આર્થિક મામલાની સમિતિ (સીસીઈએ)ની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો.

એક સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ગોલા ટોપરાની એમએસપી 2018-19ના સત્ર માટે 2170 રૂપિયા ક્વિન્ટલ દીઠ વધારીને 9920 રૂપિયા ક્વિન્ટલ દીઠ કરવામાં આવ્યા છે. આ જ રીતે મિલિંગ ટોપરાની એમએસપી 2010 રૂપિયા ક્વિન્ટલ દીઠ વધારીને 9521 રૂપિયા ક્વિન્ટલ દીઠ કરવામાં આવી છે, જે ગયા વર્ષે ક્વિન્ટલે 7511 રૂપિયા હતું. આ મંજૂરી સરકારના મૂલ્ય પર સલાહ આપનારા નિકાય કૃષિ ખર્ચ અને મૂલ્ય આયોગ (સીએસીપી)ની ભલામણના આધારે આપવામાં આવી છે.

સીએસીપી ઉત્પાદનનો ખર્ચ, ઘરેલુ અને આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ખાદ્ય તેલની કિંમતનું વલણ, ટોપરા અને નારિયેળ તેલની કુલ માંગ અને પુરવઠો, ટોપરાની પ્રક્રિયાનો ખર્ચ અને ગ્રાહકો પર એમએસપીમાં વધારાના પ્રભાવના આધારે સમર્થન મૂલ્ય વધારવાની ભલામણ કરે છે.

ભારતીય રાષ્ટ્રીય કૃષિ સહકારી મંડળ એસોસિએશન (નાફેડ) તથા ભારતીય રાષ્ટ્રીય સહકારી ગ્રાહક સંઘ (એનસીસીએફ) નારિયેળ ઉત્પાદક રાજ્યોમાં મૂલ્ય સમર્થન પરિચાલન માટે કેન્દ્રીય નોડલ એજન્સીઓની ભૂમિકા નિભાવતી રહેશે.

દેશમાં નારિયેળ વાવેતરનો વિસ્તાર 20.82 લાખ હેક્ટર ક્ષેત્ર છે. સત્તાવાર આંકડા મુજબ, હેક્ટર દીઠ સરેરાશ 11,505 નારિયેળનું ઉત્પાદન થાય છે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter