GSTV
Home » News » કેન્દ્ર સરકારે ચણા પરની આયાતમાં કર્યો વધારો

કેન્દ્ર સરકારે ચણા પરની આયાતમાં કર્યો વધારો

દેશમાં ચણાના રેકોર્ડબ્રેક ઉત્પાદનને ધ્યાનમાં રાખી કેન્દ્ર સરકારે તેમના આયાત પર ફરીથી ફીમાં વધારો કરી 60 ટકાનો વધારો કર્યો છે. કેન્દ્રીય નાણાં મંત્રાલય હેઠળ આવનારા મહેસુલ વિભાગ તરફથી જાહેર કરાયેલી સૂચના મુજબ ચણા પર આયાત જકાતમાં 50 ટકાનો વધારો કરી 60 ટકા કરવામાં આવ્યો છે. આ અગાઉ ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં સરકારે ચણા પર આયાત જકાત 30 ટકાથી વધારી 50 ટકા કરી દીધું છે. કેન્દ્ર સરકારે કરેલો આયાતમાં વધારો 1 માર્ચ 2018થી લાગુ કરાયો છે.

ઉલ્લેખનીય છે કે, દેશભરમાં ચણાની થયેલી વાવણીને ધ્યાનમાં રાખી ખેડૂતોમાં રસપ્રદતા દાખવી અને વિદેશમાંથી સસ્તી કિંમતે આયાત લાગુ થવાથી દેશની આંતરિક કિંમતોમાં ભારે કડાકો નોંધાતા ડિસેમ્બર 2017માં ભારત સરકારે ચણાના આયાત પર 30 ટકાનો વધારો કર્યો છે. કેન્દ્રીય કૃષિ મંત્રાલય તરફથી મંગળવારે જાહેર કરાયેલા પાક વર્ષ 2017-18 (જુલાઈ-જૂન)ના બીજા અગ્રિમ ઉત્પાદનના અનુમાન મુજબ દેશભરમાં ચણાનું રેકોર્ડ ઉત્પાદન 1.11 મિલિયન ટન રહેવાનો અંદાજ છે. જોકે, ગયા વર્ષે આંક 18.33થી વધારે છે. ગયા વર્ષે દેશમાં ચણાનું ઉત્પાદન 93.8 લાખ ટન થયું હતું. જ્યારે કે પાછલા વર્ષનું રેકોર્ડ ઉત્પાદન 2013-14નું 95.3 લાખ ટન છે.

Related posts

ગુજરાતના આ શહેરમાં પ્લાસ્ટિક પર મુકાયો પ્રતિબંધ, પકડાશો તો થશે આટલો દંડ

Nilesh Jethva

Chandrayaan-2 અને ISROના વૈજ્ઞાનિકોની થશે અગ્નિ પરિક્ષા, આવતીકાલે યાન પહોંચશે ચંદ્રની કક્ષામાં

Path Shah

અડધી કિંમતે તમારી થઇ જશે Royal Enfieldની ધાકડ બાઇક, એક ક્લિકે જાણો શું છે ઑફર

Bansari
Do NOT follow this link or you will be banned from the site!