GSTV
Home » News » પાટીદાર બાદ આ સમાજના અનામત આંદોલનમાં રૂપાણી સરકાર ભેરવાઈ, મંત્રીઓ અને સાંસદો માગી રહ્યાં છે જવાબ

પાટીદાર બાદ આ સમાજના અનામત આંદોલનમાં રૂપાણી સરકાર ભેરવાઈ, મંત્રીઓ અને સાંસદો માગી રહ્યાં છે જવાબ

એલઆરડીની ભરતીમાં અનામત મુદ્દે અન્યાય થતા માલધારી મહિલાઓ છેલ્લા 40 દિવસથી પાટનગર ગાંધીનગરમાં કડકડતી ઠંડીમાં આંદોલન કરી રહ્યાં છે. આ તરફ, બિન અનામત વર્ગની લોકોએ પણ અનામતનો લાભ ન આપવા માંગ કરી છે. આમ, અનામતનો મુદ્દે વધુ પેચિદો બન્યો છે જેના કારણે ફરી એકવાર ગુજરાતમાં અનામતનું ભુત ધુણ્યું છે. બુધવારે મળનારી કેબિનેટની અનામતના મુદ્દે ચર્ચા થાય તેવી શક્યતા છે.

એલઆરડીની ભરતીમાં માલધારીઓને અન્યાય થતાં ખુદ ભાજપના સાંસદ પૂનમ માડમ,સાંસદ કિરીટ સોલંકી, કેબિનેટ મંત્રી કુવરજી બાવળિયા, સાંસદ પરબત પટેલ, રાજ્યસભાના સભ્ય જુગલજી ઠાકોરે મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખીને આંદોલનને સમર્થન આપ્યુ છે. આ કારણોસર રૂપાણી સરકારના ગળે હાડકું ભરાયુ છે. ભાજપના સાંસદોએ પત્ર પોલિટિક્સ રમતાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે એવો રોષ ઠાલવ્યો હતોકે, માત્ર પત્ર લખી દેવાથી પ્રશ્ન હલ થતો નથી. બલ્કે સાંસદોએ જવાબદારીમાંથી છટકવું જોઇએ નહીં. આ પરિસ્થિતીમાં અનામતના મુદદે ભાજપમાં જ ઉભી તિરાડ પડી છે.

એલઆરડીમાં ભરતીના મુદ્દે અનામતનો લાભ મેળવવા અને અનામતનો લાભ ન આપવા રજૂઆતો થઇ રહી છે. આ જોતા ગુજરાતમાં અનામતના મુદ્દે વર્ગવિગ્રહ થાય તેવી પરિસ્થિતી નિર્માણ થઇ છે જેથી રાજ્ય સરકાર ચિંતિત બની છે. સરકારને એવી દહેશત છેકે, પાટીદાર આંદોલન વખતે જે સ્થિતી સર્જાઇ હતી તે ફરીથી સર્જાઇ શકે છે.

આ સંજોગોમાં જાતિવાદ અને વર્ગવિગ્રહ થાય તો કાયદો વ્યવસ્થાની પરિસ્થિતી પણ બગડી શકે છે. આ પરિસ્થિતીમાં અનામતના મુદ્દો થાળે પાડી આંદોલનોને ઠારવા સરકાર સક્રિય બની છે. અનામતના મુદદે જ બુધવારે મળનારી કેબિનેટની બેઠકમાં ગંભીર ચર્ચા થઇ શકે છે.

સૂત્રો કહે છેકે, રાજ્ય સરકારે અનામત અને બિનઅનામત વર્ગના આગેવાનો,સાંસદો,ધારાસભ્યોને કહેણ મોકલીને આ પરિસ્થિતી વધુ વણસે તે માટે અત્યારથી પ્રયાસો શરૂ કર્યાં છે. સરકારને એવી ય ચિંતા છેકે, વિપક્ષ આ મુદ્દે પાછલા બારણે પ્રોત્સાહન આપી શકે છે જે સરકાર માટે રાજકીય મુશ્કેલી નોતરી શકે છે.

READ ALSO

Related posts

અમેરિકાએ પાકિસ્તાનને આપ્યો આંચકો, ટ્રમ્પની યાત્રા સફળ થવા સાથે કુલ 3 અબજ ડોલરનો કરાર

Mayur

અમદાવાદમાં પોલીસકર્મીઓ પર હુમલો, સ્થાનિકોએ પોલીસ પર લગાવ્યો ગંભીર આરોપ

Nilesh Jethva

અમેરિકી રાષ્ટ્રપતિએ કહ્યું- હું અહીં ફરી આવીશ, ટૂંક સમયમાં અમે મોટી ટ્રેડ ડીલ કરીશું

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!