GSTV

ખેડૂતો માટે આગળ આવ્યા શરદ પવાર, સરકાર આર્થિક કટોકટીમાં આવતા હમદર્દી બતાવી

Last Updated on October 19, 2020 by Pravin Makwana

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પક્ષના પ્રમુખ શરદ પવારે કહ્યું હતું કે, મહારાષ્ટ્ર સરકાર ઔતિહાસિક આર્થિક સંકટમાંથી પસાર થઈ રહી છે. રાજ્યના પૂણે, ઓરંગાબાદ, કોંકણમાં પૂર આવેલું તે વિસ્તારોના ખેડૂતોને પારાવાર નુકસાન થયું છે તેમની નુકસાની ભરપાઈ કરી આપવા માટે સરકાર પાસે પૈસા નથી. તેથી વ્યાજે પૈસા લઈને સહાય કરવી પડે એવી હાલત છે. તેમણે આ જાહેરાત મરાઠાવાડમાં પ્રવાસ કરમિયાન કરી હતી. તેમણે એ પણ કહ્યું કે રાજ્ય સરકાર એકલી કંઈ ન કરી શકે, કેન્દ્ર સરકારે મદદ કરવી પડશે. તેમની જવાબદારી છે. લાખો હેક્ટરમાં ખેડૂતોનો પાક બરબાદ થઈ ગયો છે.

ઉસ્માનાબાદ, લાતૂર, સોલાપુર, નાંદેડ, પંઢરપુર વિસ્તારમાં સોયાબીન, કપાસ, શેરડીનો પાક બરબાદ થઈ ગયો છે. મુખ્ય પ્રધાન ઠાકરે પણ આ સ્થળોની મૂલાકાત લઈને યોજના બનાવશે. પણ હવે લોન લઈને ખેડૂતોને મદદ કરવી પડે એવી સ્થિતી મહારાષ્ટ્રની છે. ખેડૂતોએ વ્યાજે પૈસા લઈને ખેતી કરી હતી. જે બધું બરબાદ થઈ ગયું છે. ખેતરોની માટી ધોવાઈ ગઈ છે. આવા અનેક નુકસાન ખેડૂતોને થયા છે. કેન્દ્ર સરકારે મદદ કરવી જોઈએ. અમારે અને ઠાકરે વચ્ચે મતભેદ છે. પણ ખેડૂતોના સંકટના સમયે અમે એક છીએ. કેન્દ્ર સરકારે ખેડૂતોના કાયદા બનાવ્યા છે તેમાં હવે ખેડૂતોને પૂરતા ભાવ મળી રહે તે માટે કોઈ જોગવાઈ કરી નથી. તે પણ ફટકો પડી શકે છે.

READ ALSO

Related posts

આજથી નિયમો બદલાયા: આપના જીવન સાથે જોડાયેલા આ મહત્વના નિયમો બદલાયા, ખિસ્સા થશે થોડા વધારે ઢીલા

Pravin Makwana

LIC-CSL અને IDBI બેન્કએ લોન્ચ કર્યા બે ક્રેડિટ કાર્ડ, પ્રીમિયમ પેમેન્ટ પર થશે મોટા લાભ

Damini Patel

ડિજીટલ ઈન્ડિયા: પીએમ મોદી 2 ઓગસ્ટે લોન્ચ કરશે ઈ-રૂપી (વાઉચર), જાણો કેવી રીતે કામ કરશે ડિજીટલ પેમેન્ટ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!