GSTV
World

Cases
7044422
Active
12826901
Recoverd
749358
Death
INDIA

Cases
653622
Active
1695982
Recoverd
47033
Death

નિયમોમાં બદલાવ થતાની સાથે જ ખેડૂતો ઉપર થઈ ધનવર્ષા, 6 મહિનામાં ખાતામાં પહોંચ્યા 35 હજાર કરોડ

આમ તો ખેડૂતો માટે ઘણી યોજનાઓ છે. પંરતું ખાતામાં સીધા રૂપિયા પહોંચાડનારી યોજના પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ સ્કિમને 18 મહિના પૂરા થઈ ગયાં છે, આ ગાળામાં 9 કરોડ 96 લાખથી વધારે ખેડૂતોને 73 હજાર કરોડ રૂપિયા રોકડા મળી ચુક્યાં છે. વિતેલા 16 મહિનામાં આ યોજનામાં ઘણા ફેરફારો જોવા મળ્યા છે. જેના કારણે છેલ્લા છ મહિનામાં લાભ વધારે ઝડપથી મળી રહ્યો છે. આંકડાની વાત કરીએ તો ડિસેમ્બર 2019માં સ્કિમને એક વર્ષપૂર્ણ થતા માત્ર 35 હજાર કરોડ રૂપિયા જ ફાળવ્યાં હતાં. જ્યારે 2020ના છ મહિનામાં આ રકમ બમણી થઈ ગઈ છે. કોરોના સંકટમાં 9 કરોડથી વધારે ખેડૂતોના ખાતામાં બે-બે હજાર રૂપીયા મોકલ્યાં છે. ઓગષ્ટ મહિનામાં ખેડૂતોના ખાતામાં બે હજાર રૂપિયાનો હપ્તો મોકલવામાં આવશે.

આધારકાર્ડ થયું ફરજીયાત

સ્કીમની શરૂઆતથી તેનો લાભ લેવા માટે આધારકાર્ડ માંગવામાં આવી રહ્યું છે. હવે તેને અનિવાર્ય કરી દેવાયું છે. સ્કિમમાં ખેડૂતોને આધાર લીંક કરવા માટેની છુટ 30 નવેમ્બર 2019 બાદ નથી વધારવામાં આવી. કારણ કે જરૂરીયાતવાળા ખેડૂતોને તેનો લાભ મળી શકે.

ખેડૂતોને સેલ્ફ રજીસ્ટ્રેશન કરવાની સુવિધા

વધારેમાં વધારે ખેડૂતોને તેનો લાભ મળી શકે તે માટે સરકાર દ્વારા સેલ્ફ રજીસ્ટ્રેશનનો રસ્તો અપનાવવામાં આવ્યો હતો. પહેલા લેખપાલ, કાનીનગો અને કૃષિ અધિકારી રજીસ્ટ્રેશન કરતા હતા. હવે ખેડૂતોની પાસે રેવેન્યુ રેકોર્ડ, આધારકાર્ડ, મોબાઈલ નંબર અને બેંક નંબર હોય તો તે ફાર્મસ કોર્નર ઉપર જઈને પોતાનું રજીસ્ટ્રેશન કરાવી શકે છે.

તમારી રીતે જાણી શકો છો સ્ટેટસ

રજીસ્ટ્રેશન અને આવેદન સ્વિકારાઈ ગયું છે કે નહીં, તમારા ખાતામાં કેટલા હપ્તામાં રૂપિયા જમા કરાવવામાં આવ્યાં છે. તેની જાણકારી માટે ખેડૂતોને ઓફિસોમાં જવાની જરૂર રહેતી નથી. હવે ખેડૂતો કિસાન પીએમ કિસાન પોર્ટલ ઉપર જઈને સ્ટેટસની જાણકારી મેળવી શકે છે.

કિસાન ક્રેડિટ કાર્ડ

આ યોજનાની સાથે કિસાન ક્રેડિટ કાર્ડને પણ જોડી દેવાયું છે. તેનાથી કેસીસી બનાવવાની પ્રક્રિયામાં વધારો થશે. સરકાર 6 હજાર રૂપિયા દઈ રહી છે તેનાથી કેસીસી બનાવવામાં આસાની રહેશે. હાલના સમયમાં આશરે 7 કરોડ ખેડૂતો પાસે કેસીસી છે. જ્યારે સરાકર જલ્દી 2 કરોડ લોકોનો તેમા સમાવેશ કરીને 4 ટકા ઉપર 3 લાખ રૂપિયા સુધીની લોન અપાવશે.

પીએમ કિસાન માનધન યોજનામાં થયા બદલાવ

ખેડૂતો પીએમ કિસાન સમ્માન નિધિનો લાભ લઈ રહ્યાં છે. તો તેને પીએમ કિસાન માનધન યોજના માટે કોઈ ડોક્યુમેન્ટ આપવાની જરૂર રહેતી નથી. કારણ કે તેમના તમામ દસ્તાવેજ ભારત સરકાર પાસે પહેલેથી જ છે.

Related posts

રસ્તે રખડતી ગાયો મામલે હાઈકોર્ટની ટકોરને ઘોળીને પી ગઈ અમદાવાદ મનપા, પરિસ્થિતિ જેમની તેમ

Nilesh Jethva

આ છે દેશના 5 બજેટ સ્માર્ટફોન, કિંમત છે 10 હજારથી પણ ઓછી

Pravin Makwana

ડોકલામમાં હાર બાદ ચીને LAC પર ગોઠવ્યા છે ફાયટર જેટ, સમગ્ર કાશ્મીર આ વિમાનોની રેન્જમાં

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!