જો તમે એવુ વિચારતા હોવ કે, કોરોના વેક્સીન બન્યા બાદ તેને લગાવીશું તો તમે ખોટા છો. બની શકે કે તમને રસી ન પણ મળે. હકીકતમાં દેશમાં સૌ કોઈને રસી નહીં મળે. સરકારે મંગળવારના રોજ સ્પષ્ટ કહ્યુ છે કે, તેમણે ક્યારેય એવુ નથી કહ્યુ કે, દરેક લોકોને કોરોનાની રસી આપવામાં આવશે. સરકારે સાથે જ ઓક્સફર્ડ વેક્સીનની ટ્રાયલને પણ ચાલુ રાખવાની વાત કહી છે.
#WATCH “Govt has never spoken about vaccinating the entire country,” says Health Secretary Rajesh Bhushan
— ANI (@ANI) December 1, 2020
“If we’re able to vaccinate critical mass of people & break virus transmission, then we may not have to vaccinate the entire population,” ICMR DG Dr Balram Bhargava added. https://t.co/HKbssjATjH pic.twitter.com/egEB1TAiC9
સ્વાસ્થ્ય મંત્રાલયની નિયમીત પ્રેસ કોન્ફરન્સમાં ઈંડિયન કાઉંસિલ ઓફ મેડિકલ રિસર્ચના ડાયરેક્ટર જનરલ બલરામ ભાર્ગવવે કહ્યુ હતું કે, હું એ સ્પષ્ટ કરવા માગુ છુ કે, સરકારે ક્યારેય એવું નથી કહ્યુ કે, દેશના તમામ લોકોને કોરોનાની રસી આપવામાં આવશે. એ તો, રસી શોધનારી કંપની અને ઉત્પાદકતા પર નિર્ભર રહેશે. અમારો ઉદ્દેશ્ય કોરોનાની ચેઈનને તોડવાનો છે. જો આપણે જોખમ વાળા લોકોને વેક્સીન આપવામાં સફળ થઈશું તો સંક્રમણની ચેઈનને તોડી શકીશું. ત્યારે આવા સમયે દેશના દરેક નાગરિકને રસી આપવાની જરૂર રહેશે નહીં.

સરકારે ઓક્સફર્રડ વેક્સીનના ટ્રાયલમાં ભાગ લેનારા તમિલનાડૂના એક શખ્સ પર કથિત રીતે સાઈડ ઈફેક્ટ થવાની વાતને ફગાવી દીધી હતી. હેલ્થ સેક્રેટરી રાજેશ ભૂષણે કહ્યુ હતું કે, તેનાથી ટાઈમલાઈન પ્રભાવિત થશે નહીં. હવે જો ક્લિનકલ ટ્રાયલ ચાલુ થશે તો, વોલિંટિયર તેમાં ભાગ લે છે. તેઓ પહેલાથી જ સહમતી પત્ર પર સહી કરી દીધી છે. સમગ્ર દુનિયામાં આવુ જ થાય છે. ફોર્મમાં વોલિંટિયરને બતાવામાં આવ્યુ છે કે, ટ્રાયલમાં કંઈ પણ થઈ શકે છે.
READ ALSO
- આને કહેવાય સરકાર/ સરકારના એક મંત્રાલયની ભૂલ થતાં આખી કેબિનેટે રાજીનામું આપી દીધું, વડાપ્રધાન પણ પદ પરથી હટી ગયા
- વેક્સિનેશનની તૈયારીઓ પૂર્ણ જુદા જુદા જિલ્લા-તાલુકાઓમાં પહોંચાડાયો વેક્સિનનો જથ્થો
- ઓસ્ટ્રેલિયન સ્પિનર લાયને ફટકારી ટેસ્ટ મેચોની ‘સદી’, હવે 400ના આંકડા પર છે તેની નજર
- કોરોના વેક્સિનનું કાઉંટડાઉન/ સવારે 10.30 કલાકે લાગશે પ્રથમ રસી, શરૂ થઈ રહ્યુ છે કોરોના વિરુદ્ધનું મહાઅભિયાન
- અમદાવાદ: યુવકને મોબાઈલમાં તીનપત્તી રમવું પડ્યું ભારે, રાજકોટ પોલીસના નામે થઇ કરોડોની ઠગાઈ