GSTV
World

Cases
6915765
Active
11731633
Recoverd
721007
Death
INDIA

Cases
619088
Active
1427005
Recoverd
42518
Death

સરકારે 62 હજાર કરોડનું આપી દીધું છે IT Refund, તમને મળ્યું કે નહીં ઘરેબેઠા આ રીતે કરી શકો છો ચેક

ટેક્સ

કેન્દ્ર સરકારે એપ્રિલથી જૂન દરમ્યાન 20.44 લાખ ટેક્સપેયર્સને 62,361 કરોડ રૂપિયાનું આઈટી રિફંડ રજૂ કર્યુ છે. ઈનકમ ટેક્સ ડિપાર્ટમેંટ તરફથી કુલ ટેક્સ રિફંડમાંથી 23,453.57 કરોડ રૂપિયા 19,07,853 ટેક્સપેયર્સને તો 38,908.37 કરોડ રૂપિયાનું કોર્પોરેટ ટેક્સ મામલાને રજૂ કર્યા છે.

CBDTએ ટેક્સપેયર્સને કહ્યુ છેકે, તેઓ વિભાગ તરફથી મોકલવામાં આવેલાં ઈ-મેલનો જવાબ તરત જ આપે, જેથી તેમનાં મામલાઓમાં ટેક્સ રિફંડ તેજીથી કરી શકાય. વિભાગ તરફથી રજૂ કરાયેલાં સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યુ છે કે, 8 એપ્રિલથી 30 જૂન સુધી ઈનકમ ટેકસ વિભાગે દરમિનિટે 76 મામલાઓ રિફંડ કર્યા છે.

હવે સરકારે તો રિફંડ આપી દીધા છે પરંતુ તમને તેનો લાભ મળ્યો છેકે, નહી તેને ચેક કરવું પણ જરૂરી છે. સવાલ એ છેકે, તેને કેવી રીતે ચેક કરી શકાય છે? તમે સરળતાથી ઘરે બેઠા જ તેને ચેક કરી શકો છો. તેના માટે તમારે આ સ્ટેપ્સ ફોલો કરવાનાં રહેશે.

તેનું સ્ટેટસ ઈનકમ ટેક્સ ઈ-ફાઈલિંગ વેબસાઈટ https://tin.tin.nsdl.com/oltas/refund-status-pan-html પર લોગઈન કરીને ચેક કરી શકાય છે. સૌથી પહેલા તમારે આ પોર્ટલ પર લોગ ઈન કરવાનું રહેશે અહીં ડેશબોર્ડમાં જઈને View return/form પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ તમારા Income Tax returns સિલેક્ટ કરીને સબમિટ પર ક્લિક કરવાનું રહેશે.

READ ALSO

Related posts

છોટાઉદેપુર જિલ્લામાં રાત્રી દરમિયાન સાર્વત્રિક વરસાદ, ઓરસંગ સહિત જિલ્લાની તમામ નદીઓ બેકાંઠે

pratik shah

રાજસ્થાનમાં ગેહલોત સાથે ભાજપનું ગઠબંધન?, વસુંધરાની પાંખો કાપવા નેતાઓ થયા સક્રિય

Karan

યૂપીમાં ‘પરશુરામ પોલિટિક્સ’, રાતોરાત માયા-અખિલેશ-કોંગ્રેસને બ્રાહ્મણો યાદ આવ્યા

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!