GSTV

આખરે સરકારે સીઆરપીએફ જવાનોના પરિવારને મળતા વળતરમાં કર્યો વધારો, 35 લાખ રૂપિયા સુધીની મળશે આર્થિક સહાય

Last Updated on November 24, 2021 by Zainul Ansari

સરકારે સીઆરપીએફ જવાનોના પરિવારને મળતા વળતરની રકમમાં વધારો કર્યો છે.. જો કોઈ સીઆરપીએફ જવાન ડ્યૂટી દરમિયાન વીરગતિને પામે તો તેના પરિવારજનોને હવે 21.5 લાખની જગ્યાએ હવે 35 લાખ રૂપિયાની આર્થિક મદદ મળશે. સીઆરપીએફના એક વરિષ્ઠ અધિકારીના હવાલાથી આ નિર્ણયની જાણકારી સામે આવી છે.

વિભાગે જવાનો સાથે જોડાયેલા અન્ય મામલામાં પણ મહત્વના નિર્ણયો લીધા છે. અન્ય મામલામાં જોખમ નિધિને સંશોધિત કરી 25 લાખ રૂપિયા કરવામાં આવી છે. શહીદ થનાર જવાનની પુત્રી કે બહેનના લગ્ન માટે આર્થિક સહાય વધારીને એક લાખ રૂપિયા કરી દેવામાં આવી છે. કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળના બધા જવાનોના પરિવારને મળનાર આર્થિક સહાયતાની રકમ નવેમ્બર મહિનાથી વધારવાની તૈયારી પહેલાથી ચાલી રહી હતી.

money

ગૃહ મંત્રાલયે આ રકમને વધારીને 35 લાખ રૂપિયા કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. આ પહેલા સીઆરપીએફમાં આ રિસ્ક ફંડ સાડા 21 લાખ રૂપિયાથી લઈને 25 લાખ રૂપિયા વચ્ચે હતું, જે ડાયરેક્ટોરેટ જનરલ તરફથી નક્કી કરવામાં આવતું હતું. આ રીતે એરપોર્ટ પર તૈનાત સીઆરપીએફના શહીદ જવાનોના પરિવાર માટે રિસ્ક ફંડ 15 લાખ રૂપિયા હતું.

Read Also

Related posts

આરોગ્ય/ આ રીતે વધી રહેલુ વજન જીવલેણ સાબિત થઇ શકે છે, વધી જાય છે આ ગંભીર બીમારીઓનું જોખમ

Bansari

NEET PG કાઉન્સેલિંગ મોકૂફ રાખવા બદલ અમદાવાદના તબીબોમાં નારાજગી, રાજ્યભરમાં કરશે જોરદાર વિરોધ

Pravin Makwana

Health/ શિયાળામાં સ્વાસ્થ્ય માટે વરદાન છે શક્કરિયા, દરરોજ ખાવાથી થશે આ 7 અદ્ભુત ફાયદા

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!