GSTV

PPFના આ નિયમો સરકારે બદલી નાંખ્યા, જાણી લો નહીંતર ધંધે લાગી જશો

corona

પોસ્ટ વિભાગે તાજેતરમાં જ તમામ સ્મોલ સેવિંગ્સ સ્કીમ્સ સાથે સંબંધિત નિયમોમાં ફેરફાર કર્યો હતો. તેમાં પબ્લિક પ્રોવિડેંટ ફંડ (PPF) સાથે જોડાયેલા નિયમો પણ સામેલ છે. નવા નિયમોને લઇને 12 ડિસેમ્બર 2019ના રોજ ગેજેટ નોટિફિકેશન જારી કરવામાં આવ્યું હતુ. ડિસેમ્બરમાં સરકારે સ્મૉલ સેવિંગ્સ સર્ટિફિકેટ્સ એક્ટ, 1959 બંને ગવર્મેન્ટ સેવિંગ્સ પ્રમોશન એક્ટ 1873 અંતર્ગત આવે છે. આ ઉપરાંત PPF નિયમોમાં થયેલા બદલાવ આ પ્રમાણે છે…

PPFના કોન્ટ્રીબ્યૂશન

PPFમાં એક નાણાકીય વર્ષમાં મિનિમમ 500 અને મેક્સિમમ 1.5 લાખ રૂપિયા જમા કરવામાં આવે છે. પહેલા PPF એકાઉન્ટમાં સંપૂર્ણ કે પછી એક મહિનામાં એક હપ્તા રૂપે રૂપિયા જમા થઇ શકે છે. એટલે કે વર્ષમાં ફક્ત 12 ઇન્સ્ટોલમેન્ટમાં જ જમા કરી શકાતી હતી. પરંતુ હવે એક મહિનામાં એકથી વધુ હપ્તા પણ જમા કરી શકાય છે. આ ઉપરાંત PPF ખોલાવવા માટે હવે ફોર્મ એ ના બદદલે ફોર્મ 1 ભરીને જમા કરવાનું રહેશે.

મેચ્યોરિટી બાદ PPF એક્સટેંશન- ડિપોઝીટ સાથે

PPFનો 15 વર્ષનો મેચ્યોરિટી પિરિયડ પૂરો થયા બાદ તેને વધુ 5 વર્ષ માટે આગળ વધારી શકાય છે. તેના માટે જમાકર્તા ઇચ્છે તો ડિપોઝીટ ચાલુ રાખી શકે છે અથવા તો ડિપોઝીટ વિના જ પહેલાથી જમા રકમ પર વ્યાજ મેળવી શકે છે. ડિપોઝીટ સાથે PPF ચાલુ રાખવા માટે અથવા તો મેચ્યોરિટી પીરિયડ પૂરો થયાના 1 વર્ષની અંદર એક ડિપોઝીટ કરવાની રહેશે અથવા તો ફોર્મ એચના બદલે ફોર્મ 4 ભરવાનુ રહેશે.

મેચ્યોરિટી બાદ PPF એક્સટેન્શન- ડિપોઝીટ વિના

જો મેચ્યોરિટી પીરિયડ પૂરો થયા બાદ આગળ ડિપોઝીટ કર્યા વિના PPF ચાલુ રાખવા માગતા હોવ તો હવે ખાતાધારક દરેક નાણાકીય વર્ષમાં એક વિડ્રોઅલ કરી શકશે.

PPF લોન પર વ્યાજ દર

PPF પર લોન લેવાની પણ સુવિધા મળે છે. PPF લોનના પ્રિન્સિપલ અમાઉન્ટની ચુકવણી થયા બાદ એકાઉન્ટ ધારકને બે માસિક હપ્તામાં પ્રિન્સિપલ અમાઉન્ટના 1 ટકા વાર્ષિક દરે વ્યાજની ચુકવણી કરવાની હોય છે. આ વ્યાજ લોન લેવાના મહિનાના આગામી મહિનાના પહેલા દિવસથી લઇને છેલ્લો હપ્તો ભરવાના મહિનાના અંતિમ દિવસ સુધી આપવાનું હોય છે. જો PPF લોન ચુકવવાના નિશ્વિત સમયગાળાની અંદર પૂરી લોન ચુકવવામાં ન આવે તો લોન લેનારને વાર્ષિક 6 ટકાના દરે વ્યાજ ચુકવવુ પડશે.

Read Also

Related posts

કોરોના: આગામી 3 દિવસો સુધી સજ્જડ બંધ રહેશે દેશનું આ શહેર, જરૂરિયાતનો સામાન પણ નહીં મળે

Karan

લોકડાઉન: જાણો સમગ્ર દેશમાં પેટ્રોલ અને ડિઝલના વેચાણની શું છે સ્થિતિ : મોદી સરકારના 2 લાખ કરોડ રૂપિયા બચશે

pratik shah

101 વર્ષ પહેલાં મહામારીમાં જન્મી, વિશ્વયુદ્ધ જોયુ અને હવે કોરોનાને પણ આપી માત

Karan
Do NOT follow this link or you will be banned from the site!