GSTV
India News

સરકારે આરબીઆઈ એક્ટની કલમ-7 લાગુ કરી? આજે વધુ ખરાબ સમાચાર આવશેઃ પી. ચિદમ્બરમ

આરબીઆઈ અને કેન્દ્ર સરકાર વચ્ચે ચાલી રહેલી ખેંચતાણ વચ્ચે અહેવાલ આવ્યા છે કે કેન્દ્ર સરકારે આરબીઆઈ એક્ટની કલમ-સાતને લાગુ કરી દીધી છે. ભૂતપૂર્વ નાણાં પ્રધાન પી. ચિદમ્બરમે અહેવાલોને ટાંકીને લખ્યુ છે કે જો સરકારે આ કલમને લાગુ કરી છે. તો આજે વધુ ખરાબ સમાચાર આવી શકે છે. ચિદમ્બરમે આરબીઆઈ અને સરકાર વચ્ચે વધી રહેલા તણાવને લઈને બુધવારે સતત બે ટ્વિટ કર્યા છે.

પહેલા ટ્વિટમાં ચિદમ્બરમે લખ્યુ છે કે જેવું કે રિપોર્ટ્સમાં કહેવાઈ રહ્યું છે કે સરકારે આરબીઆઈ એક્ટની સેક્શન-સાતને લાગુ કરી છે. તેના પ્રમાણે કેન્દ્ર સરકાર તરફથી કેન્દ્રીય બેન્કને નિર્દેશ મોકલવામાં આવ્યા છે. તેનાથી તેમને ડર છે કે આજે વધુ ખરાબ સમાચાર આવશે. ચિદમ્બરમે વધુ એક ટ્વિટ કરીને કહ્યુ છે કે કોંગ્રેસે 1991, 1997, 2008 અને 2013માં આ સેક્શન લાગુ કરી ન હતી. આ જોગવાઈને લાગુ કરવાની શું જરૂર છે? આ પગલું દર્શાવે છે કે સરકાર ઈકોનોમીને લઈને કેટલાક તથ્યો છૂપાવી રહી છે. ભારતીય રિઝર્વ બેંક એક્ટની સેક્શન-સાત સરકારને એક ખાસ સત્તા આપે છે.

આરબીઆઈ એક્ટ મુજબ આ સેક્શન હેઠળ સરકાર આરબીઆઈના ગવર્નરને નિર્દેશ આપી શકે છે. તેમની સાથે ચર્ચાવિચારણા કરી શકે છે. સરકારને ગંભીર અને જનતાના અધિકાર માટે ઉઠાવવા જરૂરી લાગતા હોય તેવા મામલામાં સરકાર આવું કરી શકે છે. મીડિયા રિપોર્ટ્સ જો સાચા હશે, તો સ્વતંત્ર ભારતમાં પહેલીવાર આરબીઆઈ એક્ટની સેક્શન-સાતને લાગુ કરવામાં આવી હોય.

મહત્વપૂર્ણ છે કે 26 ઓક્ટોબરે આરબીઆઈના ડેપ્યુટી ગવર્નર વિરલ આચાર્યે મુંબઈમાં આયોજિત એક કાર્યક્રમમાં નિવેદન આપ્યું હતું. આમા તેમણે આરબીઆઈની સ્વાયત્તતાને લઈને વાત કહી હતી. આચાર્યે કહ્યુ હતુ કે જો આરબીઆઈની સ્વાયત્તતા સાથે સમજૂતી કરવામાં આવશે, તો તેના પરિણામો ગંભીર હશે. તેમણે કહ્યુ હતુ કે આનાથી મૂડી બજારમાં મોટું સંકટ પેદા થઈ શકે છે.

Read Also 

Related posts

નાગરિક ઉડ્ડયન મંત્રાલય, એરલાઇન્સ હવાઈ ભાડામાં વધારા અંગે ચર્ચા કરશે

Siddhi Sheth

wrestlers-protest: કુશ્તીબાજોને મોટો આંચકો, પહેલવાન સાક્ષી મલિક બ્રિજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ આંદોલનમાંથી અલગ થઈઃ રેલવેમાં જોબ પર થઈ ગઈ હાજર

HARSHAD PATEL

wrestlers-protest: સગીર મહિલા પહેલવાને બ્રિજભૂષણ પર લગાવેલા આરોપ પરત ખેંચ્યા, પોલીસે પટિયાલા કોર્ટમાં નિવેદન નોંધાવ્યું

HARSHAD PATEL
GSTV