GSTV

સરકારે છાવર્યું કૌભાંડ : ભાજપના અગ્રણીના ખેતરમાંથી મગફળીની કરાઈ ખરીદી

હવે અમે તમને બતાવવા જઇ રહ્યા છે એ પત્ર કે જેમાં સરકારને લાલ બત્તી ધરાઇ હતી. મગફળી કૌભાંડની ગંધ મોટી ધણેજ ગામના લોકોને ઘણા સમય અગાઉથી આવી ગઇ હતી. તેમણે ગાંધીનગર સીઆઇડી ક્રાઇમને કરેલી અરજીમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે મોટી ધણેજ ગામની મગફળી ખરીદીમાં મોટુ કૌભાંડ આચરવામાં આવ્યુ છે. તેમ છતા સરકાર અને સીઆઇડી ક્રાઇમ એકબીજાના મોઢા જોતી બેસી રહી સીઆઇડી ક્રાઇમે પણ તપાસના નામે નાટક જ ચલાવ્યું અને આખરે ૩૧ જુલાઇએ મોટી ધણેજ ગામની મગફળી ખરીદીમાં થયેલા કૌભાંડનો પુરાવો જીએસટીવીએ રજૂ કર્યો છે….

 • મગફળી કૌભાંડ અંગે સરકારને અગાઉ કરાઈ હતી સાવચેત
 • મોટી ધણેજના લોકોઅે કૌભાંડની અાશંકા અંગે કરી હતી અરજી
 • કાર્યવાહી કરવાને બદલે  ઊંધતી રહી રાજ્ય સરકાર

જીએસટીવીના મગફળી કૌભાંડ અંગેના અહેવાલથી સરકાર પણ હચમચી ઉઠી છે પરંતુ અમે હવે તમને જે બતાવવા જઇ રહ્યા છે તે જોઇને તમે ચોંકી જશો. જીએસટીવી પાસે આ કૌભાંડના મૂળ બતાવતા કેટલાંક દસ્તાવેજ હાથ લાગ્યા છે.

જીએસટીવીના હાથે એ પત્ર લાગ્યો છે જેમાં સીએમ રૂપાણીને ર૪ ઓક્ટોબર ર૦૧૭માં જ મગફળી ખરીદીમાં  કૌભાંડની આશંકા વ્યકત કરાઇ હતી. એટલે કે લગભગ એક વરસ પહેલા મગફળી કૌભાંડ પર સરકારને ચેતવવામાં આવી હોવા છતાં સરકારે કોઇ કાર્યવાહી ન કરી. જીએસટીવીના ઇન્વેસ્ટિગેશનમાં બહાર આવ્યું છે કે, ધણેજના સોનિંગ ખીમાણંદભાઇ જેઠવા અને હમીરભાઇ બાવાભાઇ જેઠવાએ સીઆઇડી ક્રાઇમના ડીઆઇજી, જિલ્લા કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરી છતાં તેમની વાત કાને ધરવામાં આવી નહીં…

લેખિત રજૂઆતમાં સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે કે, મોટી ધણેજ સેવા સહકારી મંડળીએ ટેકાના ભાવે મગફળી ખરીદી કૌભાંડમાં મોટા પાયે ગેરરીતિઓ આચરેલી છે. ગોંડલના અગ્નિકાંડના છેડા આ મંડળી સુધી અડતા હોય તો તેની પણ તપાસ કરવાની વિનંતિ તેમાં કરાઇ હતી. મગફળી સંચાલકોએ ગણ્યા ગાંઠ્યા મળતિયા ખેડૂતોની જ મગફળી ખરીદીને બાકીની મગફળી વેપારીઓ પાસેથી ખરીદી ટાર્ગેટ પૂરા કરી દીધા છે. આટલાથી સંતોષ ન થતાં મંડળી દ્વારા હલકા પ્રકારની મગફળીમાં ગુણી દીઠ 15થી 20 કિલો માટી અને ઢેફા ભેળવીને ભયંકર કૌભાંડ આચરવામાં આવ્યું છે. આ પત્રમાં સૌથી ચોંકાવનારી વાત એ છે કે મોટી ધણેજ સેવા સહકારી મંડળીને જે ખરીદી કેન્દ્રની જવાબદારી સોંપી હતી તેના બદલે નાની ધણેજના તાલુકા ભાજપ પ્રમુખ મૂળુભાઇ આલાભાઇ જુંજિયાના ખેતરમાં કરી હતી.

 • સરકારે છાવર્યું કૌભાંડ
 • મોટી ધણેજ સેવા સહકારી મંડળી પર અાક્ષેપ
 • ટેકાના ભાવે મગફળીની ખરીદીમાં મોટાપાયે ગેરરિતી અાચરવાનો અાક્ષેપ
 • ગોંડલના અગ્નિકાંડના છેડા મંડળી સુધી અડતા હોય તો તેની પણ તપાસની માંગ
 • મગફળીના સંચાલકોઅે ગણ્યાગાંઠ્યા મળતિયા ખેડૂતોની જ મગફળી ખીદી
 • બાકીની મગફળી વેપારીઅો પાસેથી ખરીદી ટાર્ગેટ પૂરા કર્યા
 • મોટી ધણેજ સેવા સહકારી મંડળીને સોપાઈ હતી ખરીદી કેન્દ્રની જવાબદારી
 • નાની ઘણેજના તાલુકા ભાજપના પ્રમુખ મૂળુભાઈ જુંજિયાના ખેતરમાં કરાઈ ખરીદી

જમીન માપણી કૌભાંડ હોય કે મગફળી કાંડ હોય ગુજરાતના સરકારના પ્રધાનોને જાગૃત નાગરિકો, ધારાસભ્યો કે સહકારી મંડળીઓના સભ્યો રૂબરૂ મળીને કે પત્ર લખીને ચેતવી રજૂઆત કરતા હોવા છતાં તેમની કોઇ જ વાત કાને ધરવામાં આવતી નથી. ત્યારે મગફળી કૌભાંડના અહેવાલ બાદ જાગેલી સરકાર જો વેળાસર જાગી હોત તો આ કૌભાંડને ઉગતા જ દાબી દેવાયુ હોત.

Related posts

રાજકોટના બિગ બજાર નજીક કાર ચાલકે યુવકને લીધો અડફેટે, ઘટના સીસીટીવીમાં કેદ

Nilesh Jethva

ગીર સોમનાથ વિસ્તારમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ,ઘાસચારો પણ પલળી જતા પશુપાલકો ચિંતામાં મુકાયા

Nilesh Jethva

વિરપુર ખાતે બાળાઓએ સરકારની ગાઈડલાઇન મુજબ કરી માતાજીની આરાધના

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!