GSTV

સરકારે વ્યવસાયીઓને આપી મોટી રાહત, આલ્કોહોલ આધારિત તમામ પ્રકારના હેંડ સેનિટાઈઝરના નિકાસ ઉપર પ્રતિબંધો હટાવ્યા

સરકારે ડિસ્પેંસર પંપ વાળા કંન્ટેનરમાં પેક આલ્કોહોલ આધારિત હેંડ સેનિટાઈઝરને હવે નિકાસ માટે માર્ગ ખોલી દેવાયા છે. આ નિકાસ ઉપર આ વર્ષે માર્ચમાં બ્રેક લગાવી દેવામાં આવી હતી. જ્યારે દેશમાં કોરોનાના કેસો વધવાના શરૂ થયા હતાં.વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે ગુરૂવારે ડિસ્પેંસર પંપની સાથે કંટેનરોમાં આલ્કોહોલ આધારિત હેંડ સેનિટાઈઝરના નિકાસ ઉપર લાગેલા પ્રતિબંધોને તાત્કાલીક પ્રભાવથી હટાવી દેવામાં આવ્યાં છે.

શા માટે લાગ્યા હતા પ્રતિબંધ

સરકારે કોરોના મહામારીને ધ્યાને રાખીને માર્ચમાં તમામ પ્રકારના હેંડ સેનિટાઈઝરની નિકાસ ઉપર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યાં હતાં. બાદમાં મે માસમાં તેમાં છુટછાટ આપવામાં આવી હતી અને માત્ર આલ્કોહોલ આધારિત હેન્ડ સેનિટાઈઝરના નિકાસ ઉપર પ્રતિબંધ યથાવત રહ્યાં હતાં. પછી જૂન મહિનામાં છુટછાટ દેવામાં આવી હતી. પરંતુ સરકારે આ સેનિટાઈઝરના નિકાસ ઉપર પ્રતિબંધ લગાવી રાખ્યો હતો. હવે તેના ઉપરથી પ્રતિબંધ હટાવી લેવામાં આવ્યો છે.

શું કહ્યું ડીજીએફટીએ

વિદેશ વ્યાપાર મહાનિદેશાલયે પોતાના નોટિફિકેશનમાં કહ્યું છે કે, ડિસ્પેંસ પંપ વાળા કંટેનરમાં પેક આલ્કોહોલ આધારિત હેન્ડ સેનિટાઈઝરને હવે નિકાસ માટે ખોલી દેવામાં આવ્યાં છે. તે માટે આલ્કોહોલ આધારિત હેંડ સેનિટાઈઝરને કોઈ પણ રૂપ, પેકેજિંગમાં નિકાસ કરવાની છુટ તાત્કાલ પ્રભાવથી લાગુ થઈ ગઈ છે.

માર્ચમાં લાગ્યાં હતાં પ્રતિબંધો

ઉલ્લેખનીય છે કે, કોરોના મહામારી વાયરસના જોખમને જોતા સરકારે લોકડાઉનના એક દિવસ પહેલા જ 24 માર્ચના રોજ વેન્ટીલેટર, અન્ય આઈસીયુ ઉપકરણ અને સેનિટાઈઝરના નિકાસ ઉપર પ્રતિબંધો લગાવ્યા હતાં. આ પગેલા 19 માર્ચે સરકારે માસ્ક બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતી તમામ સર્જીકલ, ડિસ્પોઝેબલ માસ્કની નિકાસ ઉપર પ્રતિબંધ લગાવ્યો હતો.

વિપક્ષે ઉઠાવ્યા હતા સવાલો

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સહિત વિપક્ષી દળોએ સવાલ ઉઠાવ્યો હતો કે, વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનની સલાહ ઉપર વેન્ટીલેટર, સર્જીકલ માસ્કનો પર્યાપ્ત સ્ટોક રાખવાથી ઉલટુ ભારત સરકારે 19 માર્ચ સુધી તમામ ચીજોની નિકાસની અનુમતી કેમ આપી ? સરકાર તરફથી સંસદમાં કહેવામાં આવ્યું કે, સેનિટાઈઝર અને વેન્ટિલેટરના નિકાસ ઉપર તાત્કાલીક અસરથી પ્રતિબંધો લગાવાયા છે.

Related posts

PAKમાં બગાવતના અણસાર, પૂર્વ પીએમ નવાજ શરીફે કહ્યું દેશમાં ચાલી રહ્યાં બે શાસનો

Mansi Patel

રાજદ્રોહ કેસમાં કંગના રનૌતને મુંબઈ પોલીસનું સમન્સ, બંને બહેનોની આ દિવસે થશે પૂછપરછ

Mansi Patel

પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં રોકાણ કરી ભવિષ્યને બનાવો સુરક્ષિત, જલ્દી ડબલ થઈ જશે તમારા પૈસા

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!