GSTV
World

Cases
4683475
Active
5863682
Recoverd
525119
Death
INDIA

Cases
235443
Active
394227
Recoverd
18213
Death

દેશના 6 કરોડ સરકારી કર્મચારીઓની સુધરી જશે દિવાળી, સરકાર આપશે આ મોટી ભેટ

EPFO તરફથી છ કરોડથી પણ વધુ કર્મચારીઓને દિવાળી પહેલા મોટી ભેટ આપવાની તૈયારીઓ થઈ રહી છે. EPFO એકાઉન્ટ ધારકોને મળતું વ્યાજદર 8.65 ટકાના દરે આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, જે સીધુ કર્મચારીઓના PF ખાતામાં જમા થઈ જશે. EPFO દ્વારા આ રકમ આશરે 6 કરોડથી પણ વધુ કર્મચારીઓને સીધા તેમના ખાતામાં પહોંચાડવામાં આવશે. અત્યાર સુધીમાં ઇપીએફઓ શ્રમ મંત્રાલયે 2018-19 માટે ઇપીએફ પર 8.65 ટકાના વ્યાજ દરને સૂચિત કર્યું છે. જે 2017-18ની તુલનામાં 0.10 ટકા વધારે છે.

ન્યૂઝ એજન્સી દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે લેબર મિનિસ્ટર સંતોષ ગંગવારે સરકારના આ નિર્ણય વિશે માહિતી આપી છે. સંતોષ ગંગવારે કહ્યું છે કે, ફેસ્ટિવ સિઝન પહેલા EPFOના 6 કરોડથી વધુ સભ્યોને 2018-19માં જમા રકમ પર 8.65 ટકા વ્યાજ મળશે. હાલ ઈપીએફઓની જમા રકમ પર 8.55 ટકા વ્યાજ આપવામાં આવે છે. આ દર 2017-18માં લાગુ કરવામાં આવ્યો હતો.

ઘરે બેઠા મેળવી શકશો એકાઉન્ટની માહિતી

  • ઘરે બેઠા મેળવી શકશો એકાઉન્ટની માહિતી તમારો UAN નંબર અને EPFOમાં રજીસ્ટર્ડ છે તો તમારા PF એકાઉન્ટની જાણકારી SMS દ્વારા તમને મળી જશે.
  • તમારે માત્ર 7738299899 નંબર પર EPFOHO UAN ENG (છેલ્લા 3 અક્ષર તમારે જે ભાષામાં જાણકારી મેળવી હોય એ લખવું પડશે) લખીને SMS કરવો પડશે.
  • તમારા PF ખાતામાં બેલેન્સની જાણકારી મેસેજ દ્વારા મળી જશે. જો તમારે હિન્દી ભાષામાં જાણકારી મેળવવી હોય તો EPFOHO UAN HIN લખીને મેસેજ કરવો પડશે.
  • આ રીતે તમને અંગ્રેજી, પંજાબી,મરાઠી, હિન્દી, કન્નડ, તેલુગુ, તમિલ, મલયાલમ અને બંગાળીમાં જાણકારી મળી શકે છે.
  • PF બેલેન્સ જાણકારી માટે એ જરૂરી છે, કે તમારા UAN અને બેંક એકાઉન્ટ, પાન નંબર (PAN) આધાર (AADHAR) થી લિન્ક કરેવું જરૂરી છે.

2017-18માં જે વ્યાજ આપવામાં આવ્યું તે પાંચ વર્ષમાં સૌથી ઓછું હતું. 2016-17માં વ્યાજર 8.65% હતો. 2013-14 અને 2014-15માં કર્મચારીઓને 8.75% વ્યાજ આપવામાં આવ્યું હતું. 2012-13માં 8.50% વ્યાજ આપવામાં આવતું હતું. 6 કરોડ કર્મચારીઓના ખાતામાં રકમ જમા થશે EPFO વહેલી તકે તેના 6 કરોડ સભ્યોના એકાઉન્ટમાં વ્યાજ જમા કરાવાની તૈયારી કરી રહ્યું છે. દિવાળી પહેલા EPFના ખાતામાં આ રકમ જમા ટ્રાન્સફર કરી દેવાશે. તમે એક SMS કરી જાણકારી આપીને તમારા એકાઉન્ટમાં જમા થયેલા વ્યાજની જાણકારી મેળવી શકો છે.

READ ALSO

Related posts

ચીનને રક્ષામંત્રીનો સણસણતો જવાબ, તો પીએમ મોદીએ કરી રાષ્ટ્રપતિ સાથે મુલાકાત

pratik shah

ગુજરાતમાં વધતા Coronaના કેસથી ફફડ્યા આ ત્રણ રાજ્ય, ટ્રેનોને સીમામાં ઘુસવાની પાડી દીધી ના

Arohi

શાહપુરનાં યુવકે બુલેટ બાઇકમાંથી બનાવી અનોખી એમ્બ્યુલન્સ, પાડોશી રાજ્યની ખાનગી હોસ્પિટલે આપ્યો 50 બાઈકનો ઓર્ડર

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!