અનલિસ્ટેડ કંપનીઓમાં રોકાણ કરનારા લોકોને સરકારે રાહત આપી છે. સરકારે ફાઇનાન્સ બિલમાં જોગવાઇ કરી છે કે આવી કંપનીઓના શેર વેચનારાઓ પર 20 ટકાના દરે ટેક્સ લાગૂ થશે. આ લાભ તે કંપનીઓના શેરના વેચાણ પર મળશે જે 31 જાન્યુઆરી બાદ અનલિસ્ટેડ થઇ હશે. બજેટમાં એલટીસીસી ટેક્સ લાગૂ થયા બાદ આવા રોકાણકારો ભ્રમની સ્થિતિમાં છે.
ઇન્ડેક્સન બેનિફિટ તેને કહે છે જેમાં કૉસ્ટ ઑફ એક્વિઝેશન પર મોંધવારીના આધારે રાહત આપવામાં આવે છે પરંતુ લોકસભામાં પાસ આ બિલમાં તે સ્પષ્ટ છે કે આ લાભ નહી મળે. વર્ષ 2018-19ના બજેટમાં 14 વર્ષ બાદ 10 ટકાના દરે લોન્ગ ટર્મ કેપિટલ ગેન ટેક્સ લાગૂ કરવામાં આવે છે. આ ટેક્સ પ્રતિ વર્ષ 1 લાખથી વધુનું એલટીસીજી થતા આપવાનો રહેશે.
હજુ એક વર્ષ બાદ થનારા કેપિટલ ગેન પર કોઇપણ પ્રકારનો ટેક્સ લાગૂ નથી જ્યારે એક વર્ષની અંદર શોર્ટ ટર્મ કેપિટલ ગેન પર 15 ટકાના દરે ટેક્સ લાગૂ થાય છે. આ ટેક્સ અનલિસ્ટેડ કંપનીઓના શેર એક વર્ષ બાદ વેચતા 20 ટકા અને એક વર્ષની અંદર વેચવા પર 30 ટકા લાગૂ થાય છે.
નાણાં મંત્રાલયને એલટીસીજીને લઇને અનેક પત્રો મળ્યા હતાં. ફેબ્રુઆરી 2018 બાદથી અનલિસ્ટેડ કંપનીઓમાં હિસ્સો વેચનારાઓને તેનાથી રાહત મળશે.