પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના (Pradhan Mantri Ujjwala Yojana-PMUY)નો ઉદ્દેશ ગરીબ પરિવારોને મફતમાં ગેસ સિલિન્ડર કનેક્શન આપવાનો છે. પરંતુ આ યોજના 30 સપ્ટેમ્બર 2020એ પૂર્ણ થઈ રહી છે. આમતો સરકારની કોઈ પણ યોજનામાં રજીસ્ટ્રેશન કરાવવનું ખુબ સરળ છે. આજે અમે તમને જણાવીશું કે તમે કઈ રીતે ફ્રીમાં એલપીજી ગેસ સિલિન્ડરનો ફાયદો ઉઠાવી શકો છો.
ઉજ્જવલા યોજના માટે રજીસ્ટ્રેશન કરાવો
ઉજ્જવલા યોજના માટે રજીસ્ટ્રેશન કરાવવું ખૂબ સરળ છે. પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ, ગેસ કનેક્શન લેવા માટે BPL પરિવારની કોઈ મહિલા આવેદન કરી શકે છે. તમે પોતે આ યોજના સાથે જોડાયેલી ઓફિશ્યલ વેબસાઈટ pmujjwalayojana.com પર જઈને પોતાનું રજીસ્ટ્રેશન કરાવી શકો છો. કઈ રીતે કરી શકાય એપ્લાય? (How to Apply PM Ujjwala Yojana)…


ફોર્મ ડાઉનલોડ કરો
સૌથી પહેલા ઉમેદવારે Pradhan Mantri Ujjwala Yojanaની ઓફિશ્યલ વેબસાઈટ પર જવાનું રહેશે. વેબસાઈટ પર સામે એક હોમ પેજ ખુલી દશે તમારે ડાઉનલોડ ફોર્મ પર ક્લિક કરવાનું રહેશે. ત્યાર બાદ તમને પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના ફોર્મ પર ક્લિક કરવાનું રહેશે. તમારી સામે એક ફોર્મ ખુલી જશે તમે તેનું ફોર્મ ડાઉનલોડ કરી લો.
ફોર્મ ભરી લો
ફોર્મ ડાઉનલોડ કર્યા બાદ તમે ફોર્મમાં દરેક જાણકારી ભરી દો. જેવી કે- અરજદારનું નામ, તારીખ, સ્થાન દરેક જાણકારી ભરીને તમારી પાસેના એલપીજી કેન્દ્રમાં જમાં કરાવી દો. હવે ડોક્યુમેન્ટ વેરિફાઈ થયા બાદ તમને એલપીજી ગેસ કનેક્શન મળી જશે.

BPL પરિવારો માટે ઘરેલુ રસોઈ ગેસ કનેક્શન
કેન્દ્ર સરકાર પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ BPL પરિવારો માટે ઘરેલુ રસોઈ ગેસ કનેક્શન ઉપલબ્ધ કરાવે છે. પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલય આ યોજનાને ચલાવી રહ્યા છે. 2011ની જનગણનામાં જે BPL પરિવાર છે તેમને ઉજ્જવલા સ્કીમનો લાભ મળી રહ્યો છે. આવા લગભગ 8 કરોડ પરિવારોને તેનો ફાયદો થયો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ PMUYને 1 મે 2016એ શરૂ કર્યું હતું.
Read Also
- હવે ઉઘાડું પડશે ચીન: વુહાન વાયરોલોજી લેબની પોલ ખુલી, ચામાચીડિયા પર રિસર્ચને લઈને અમેરિકાના સવાલ
- ગુજરાતને ભેટ/ સ્ટેચ્યુ ઓફ યુનિટી સમગ્ર દેશ સાથે જોડાશે, પીએમ મોદી આજે 8 ટ્રેનોને આપશે લીલી ઝંડી
- હિમવર્ષા અને કોલ્ડવેવ વચ્ચે જમ્મુ કાશ્મીરમાં ભૂકંપના આંચકા, 4.1ની તીવ્રતાએ ધરા ધ્રુજી
- મહારાષ્ટ્રમાં ‘દશેરાના દિવસે જ ઘોડો ના દોડ્યો’: વેક્સિનેશન 18 જાન્યુઆરી સુધી સ્થગિત, એપમાં સામે આવી ભેદી ખામી
- કોવેક્સિનની અસરકારક્તા સામે સવાલો થયા ઊભા, દિલ્હીની આરએમએલ હોસ્પિટલના ડોક્ટરો કોવેક્સિન લેતા અચકાયા!