GSTV

ખેડૂતોને સરકારની મોટી સોગાત, કિસાન ક્રેડિટ કાર્ડ પર હવે સરળતાથી મળશે 3 લાખ રૂપિયા

PM

સરકારે બુધવારે ‘પ્રધાનમંત્રી પાક વીમા યોજના’માં મોટા ફેરફારોને મંજૂરી આપી છે. યોજનાની ખામીઓ દૂર કરતાં હવે તેને ખેડૂતો માટે સ્વૈચ્છિક બનાવી દીધો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ફેબ્રુઆરી 2016માં શરૂ કરવામાં આવેલી આ પાક વીમા યોજના અંતર્ગત લોન લેનારા ખેડૂતો માટે આ વીમા કવર લેવું ફરજિયાત હતું. વર્તમાન સમયમાં કુલ ખેડૂતોમાંથી 58 ટકા ખેડૂતો લોન લેવાના છે.

કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે જણાવ્યું કે કેન્દ્રીય મંત્રીમંડળે પીએમએફબીઆઇ કાર્યક્રમમાં અનેક બદલાવોને મંજૂરી આપી છે. કારણ કે સંગઠન અને રાજ્ય તેના સંદર્ભમાં  ચિંતાઓ વ્યક્ત કરી હતી. મંત્રીએ કહ્યું કે પ્રધાનમંત્રી પાક વીમા યોજનાને સ્વૈચ્છિક બનાવવામાં આવી છે.

60 હજાર કરોડ રૂપિયાના વીમા દાવાને સ્વીકૃતિ આપવામાં આવી

યોજનાની ઉપલબ્ધિઓ પર પ્રકાશ પાડતા પાડતાં તોમરે કહ્યું કે, વીમા કાર્યક્રમમાં 30 ટકા ખેતી યોગ્ય ક્ષેત્રને શામેલ કરવામાં આવ્યા છે. મંત્રીએ કહ્યું કે 60 હજાર કરોડ રૂપિયાના વીમા દાવાને સ્વીકૃતિ આપવામાં આવી છે જ્યારે 13 હજાર કરોડ રૂપિયાનું પ્રિમિયમ એકઠુ કરવામાં આવ્યું છે.

કૃષિ મંત્રીએ જણાવ્યું કે પ્રધાનમંત્રી પાક વીમા યોજના અંતર્ગત હાલ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર પ્રિમીયમનું 50-50 ટકા યોગદાન આપે છે. પરંતુ નોર્થ ઇસ્ટના ખેડૂતો માટે સરકારે મોટુ પગલુ લીધું છે. અહીં પાક વીમા પ્રિમિયમમાં 90 ટકા યોગદાન કેન્દ્ર અને 10 ટકા રાજ્યનું રહેશે. આ ઉપરાંત 3 ટકા યોજનાની રકમ પ્રશાસનિક વ્યવસ્થા પર રહેશે.

બેન્કના એક અધિકારીએ જણાવ્યું કે અત્યાર સુધી ખેડૂત ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરનાર ખેડૂતોને કેટલાંક પાક માટે પાક વીમો કરાવવો જરૂરી હતો. પરંતુ હવે સરકારના આ નિર્ણય બાદ ખેડૂતોને પાક વીમો કરાવવો ફરજિયાત નહી હોય. તે ઇચ્છે તો પાક વીમો કરાવી શકે છે અથવા ન પણ કરાવી શકે. આ નિર્ણય તેમનો સ્વૈચ્છિક હશે.

સરકારે ડેરી ક્ષેત્ર માટે 4,558 કરોડની યોજનાને આપી મંજૂરી

સરકારે ડેરી ક્ષેત્રને પ્રોત્સાહિત કરવા માટે બુધવારે 4,558 કરોડ રૂપિયાની યોજનાને મંજૂરી આપી. તેનાથી આશરે 95 લાખ ખેડૂતોને લાભ થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંત્રીમંડળ દ્વારા લેવામાં આવેલા આ નિર્ણય વિસે સૂચના અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે પત્રકારોની જાણકારી આપી. તેમણે કહ્યું કે તેનાથી દેશમાં દુગ્ધ ક્રાંતિમાં નવા પરિમાણ જોડાશે. તેમણે તેમ પણ જણાવ્યું કે મંત્રીમંડળે વ્યાજ સહાયતા યોજનામાં લાભને બે ટકા વધારીને અઢી ટકા કરવાના પ્રસ્તાવને પણ મંજૂરી આપી. જાવડેકરે કહ્યું કે સરકારે આ નિર્ણય ખેડૂત સમુદાયના હિત માટે લીધો છે.

Read Also

Related posts

કોરોનાના સંભવિત ખતરાથી બચવા અપનાવો આ ઘરગથ્થુ ઉપચાર, વાયરસ સામે મળશે રક્ષણ

Ankita Trada

લોકડાઉનનું ઉલ્લંઘન કરતાં પકડાયા તો 2 વર્ષની જેલની સજાની છે જોગવાઈ

Nilesh Jethva

Corona નો કહેર, દેશની આ એરલાઈન્સે પોતાના 200 કર્મચારીઓના કોન્ટ્રેક્ટ કર્યા સસપેન્ડ

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!