GSTV

ઇનકમ ટેક્સની નવી વેબસાઇટ બનાવવામાં સરકારે ખર્ચ કર્યા 165 કરોડ રૂપિયા, તો પણ નથી મળી રાહત

Last Updated on July 26, 2021 by Zainul Ansari

નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ આજે ​​સંસદમાં માહિતી આપી હતી કે ઇન્કમટેક્સ વિભાગની નવી વેબસાઇટ તૈયાર કરવા માટે સરકારે જાન્યુઆરી 2019થી જૂન 2021 દરમિયાન ઇન્ફોસિસને 164.5 કરોડ રૂપિયા ચૂકવ્યા છે. તેમણે જણાવ્યું કે ઈન્ફોસિસને ઓપન ટેન્ડર દ્વારા આવકવેરાની નવી વેબસાઇટ તૈયાર કરવાનો કોન્ટ્રાક્ટ મળ્યો. આ કરાર સેન્ટ્રલ પબ્લિક પ્રોક્યુરમેન્ટ પોર્ટલ (CPPP) પર જારી કરવામાં આવ્યો હતો.

પંકજ ચૌધરીએ જણાવ્યું હતું કે જાન્યુઆરી 2019થી જૂન 2021 દરમિયાન ઇન્ફોસીસને આ પ્રોજેક્ટ માટે જુદા જુદા ભાગોમાં 164.5 કરોડ ચૂકવવામાં આવ્યા છે. તેમણે જણાવ્યું કે કેન્દ્રીય કેબિનેટે 16 જાન્યુઆરી 2019ના રોજ આ પ્રોજેક્ટ માટે 4,241.97 કરોડ રૂપિયાની મંજૂરી આપી હતી. આ ખર્ચ આગામી 8.5 વર્ષમાં કરવામાં આવશે. તેમાં મેનેજડ સર્વિસ પ્રોવાઇડર (MSP), જીએસટી, રેન્ટ, પોસ્ટેજ અને પ્રોજેક્ટ મેનેજમેન્ટનો ખર્ચ સામેલ છે.

આવકવેરા વિભાગે 7 જૂને નવી વેબસાઇટ શરૂ કરી હતી. વેબસાઇટ અપડેટ થયા પછી વિભાગે તમામ કરદાતાઓને તેમનો મોબાઇલ નંબર અને ઇમેઇલ આઈડી અપડેટ કરવા જણાવ્યું છે.

90 અલગ-અલગ પ્રકારની સમસ્યા આવી રહી છે સામે

ઉલ્લેખનીય છે કે આ વેબસાઇટના લોન્ચથી કરદાતાઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આવકવેરા વિભાગની નવી ઇ-ફાઇલિંગ વેબસાઇટમાં, 90થી વધુ વિવિધ પ્રકારની સમસ્યાઓ સામે આવી છે. સરકારને મોકલવામાં આવેલી આ ફરિયાદમાં ટેક્સ પ્રોફેશનલ્સ, ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા (આઈસીએઆઈ) અને કરદાતાઓ વગેરેનો સમાવેશ કરવામાં આવ્યો છે.

ખુદ નાણામંત્રીએ ઇન્ફોસિસના અધિકારીઓ સાથે બેઠક કરી હતી

કરદાતાઓએ પ્રથમ એવું જણાવ્યું હતું કે આ વેબસાઇટ ખૂબ સ્લો છે. કેટલાક કરદાતાઓએ જણાવ્યું હતું કે તેના ઘણા ઓપ્શન યોગ્ય રીતે કામ કરી રહ્યા નથી. સમસ્યા વધ્યા પછી નાણાંમંત્રી નિર્મલા સીતારામણે પણ ઈન્ફોસીસના અધિકારીઓ સાથે બેઠક યોજીને e-filing portal ઇશ્યૂના નિરાકરણનો પ્રયાસ કર્યો હતો. નાણાં મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ 22 જૂને આ મુદ્દે ચર્ચા કરવા માટે ઇન્ફોસીસના અધિકારીઓને મળી ચુક્યા છે.

Read Also

Related posts

જ્યોતિષ / ગુરુ અને શનિનું એકીસાથે એક જ રાશિમાં આગમન બનાવી દેશે આ રાશિજાતકોને માલામાલ, જાણો તમારી રાશિ છે કે નહિ…?

Zainul Ansari

ગ્લોબલ કોવિડ સમિટમાં વડાપ્રધાન મોદીએ વિશ્વને આપ્યો સંદેશ, ભારતે કોરોના દરમિયાન 150 દેશોની કરી મદદ

Zainul Ansari

Health / દૂધ નહિ પણ આ વસ્તુ છે કેલ્શિયમનો ભંડાર, આજે જ ઉમેરો ભોજનમાં અને મેળવો આશ્ચર્યજનક ફાયદા

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!