GSTV

કેટલા બાળકો Corona સંક્રમિત છે સરકાર પાસે જ આંકડો નથી, સપ્ટેમ્બરમાં સ્કૂલો ચાલુ થવી મુશ્કેલ

ભારતમાં ક્યારે શાળાઓ ખોલવી તે હજુ રહસ્ય છે. કેટલાક અહેવાલો અનુસાર ધોરણ ૧૧ અને બાર માટે પહેલી સપ્ટેમ્બરથી શાળાઓ ખોલવામાં આવશે. પરંતુ સૂત્રો અનુસાર, ભારત પાસે કેટલા બાળકો કોરોના (Corona) સંક્રિમત છે તેનો સાચો આંકડો જ નથી. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ અથવા તો કેન્દ્ર સરકાર પાસે પણ આંકડા ઉપલબ્ધ નથી. કોઇએ પણ વય અનુસાર આંકડા જાહેર કર્યા નથી. માત્ર એકજ વાર એપ્રિલમાં આંકડા જાહેર કર્યા હતા.

કુલ આંકડો ૧૭ લાખ

પરંતુ ત્યાર પછીથી માત્ર મૃત્યના આંકડાઓ સિવાય અન્ય કોઇ જ વિગત જાહેર કરી નથી. આંકડાઓની જાણકારી રાખનાર સૂત્રો અનુસાર, ૧૮ વર્ષથી નીચેની વયના બાળકોનું પ્રમાણ જુલાઇના અંતે જ્યારે કુલ આંકડો ૧૭ લાખ હતો ત્યારે બાળકોનું પ્રમાણ આઠ ટકા હતું. પરંતુ કોઇ ચોક્કસ વિગતો ઉપલબ્ધ નહીં હોવાના કારણે બાળકો અથવા તો ૧૮ વર્ષથી નીચેની વયના વિદ્યાર્થીઓની સંખ્યાનો અંદાજ કાઢવો ખુબ મુશ્કેલ છે.

ઓગસ્ટના અંત સુધીમાં શાળાઓ બંધ રાખવાનો નિર્ણય

સરકારે ઓગસ્ટના અંત સુધીમાં શાળાઓ બંધ રાખવાનો નિર્ણય લીધો છે પણ દિલ્હીમાં થયેલા એક સરવેમાં 58 ટકા લોકોએ પોતાના બાળકોને સ્કૂલ નહીં મોકલે એવો મત વ્યક્ત કર્યો છે. કોરોનાકાળમાં કોઈ પણ પેરેન્ટસ બાળકો માટે રિસ્ક લેવા તૈયાર નથી. બની શકે કે 9થી 12માં ધોરણમાં અભ્યાસ કરતા બાળકોના માતા-પિતા રાજી થાય પણ પ્રાયમરીમાં બાળકોને સ્કૂલમાં મોકલવા કોઈ તૈયાર નથી.

Read Also

Related posts

યુરોપીય દેશોમાં આતંકવાદી બોંબધડાકાઓ કરવા માટે એકઠા કરી રહ્યા છે રસાયણો, અમેરિકાએ આપી દીધી આ ચેતવણી

Dilip Patel

કંગનાના ‘પોર્ન સ્ટાર’ નિવેદન બાદ સની લિયોનીની પોસ્ટ, જે તમારા વિશે ઓછું જાણે છે તે હંમેશાં મોટી મોટી વાતો કરશે

Ankita Trada

ફી મુદ્દે હાઈકોર્ટના આદેશ બાદ શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આપી આ પ્રતિક્રિયા

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!