GSTV
Gujarat Government Advertisement

લાપરવાહી / કોરોનાકાળમાં સરકારે નિકાસ કરી દીધો 700 ટકા ઓક્સિજન, સવાલ ઉઠ્યા તો આપી આ સફાઈ

Last Updated on April 21, 2021 by Harshad Patel

કોરોના દેશમાં ઘણી મુશ્કેલીઓ લઈને આવ્યું છે. દેશમાં કોરોનાથી હાલત બેકાબૂ બન્યા પછી આરોગ્ય તંત્ર પણ ધરાશાયી થયું છે. એક તરફ, કોરોનાથી સંક્રમિત કેસના આંક દરરોજ નવા રેકોર્ડ તોડી રહ્યા છે, બીજી તરફ હોસ્પિટલોમાં બેડ અને ઓક્સિજનની અછતમાં પૂરતી સારવારના અભાવે દર્દીઓના મોત થઈ રહ્યા છે. દર્દીઓની સંખ્યામાં વધારો થવાને કારણે ઓક્સિજનની અછત સર્જાઈ છે.

ઓક્સિજન

મહામારી બાદ પણ સરકારે ઓક્સિજનનો સ્ટોક જાળવવા કોઈ ખાસ પ્રયાસ ન કર્યો

જો કે સરકારના આંકડા પર એક નજર કરીએ તો લાગે છે કે ગયા વર્ષે માર્ચ મહિનામાં આ મહામારી બાદ પણ સરકારે ઓક્સિજનનો સ્ટોક જાળવી રાખવા માટે કોઈ ખાસ પ્રયાસ કર્યો ન હતો. જણાવી દઈએ કે ગયા વર્ષે એપ્રિલથી આ વર્ષે જાન્યુઆરી સુધીમાં ઓક્સિજનની નિકાસ બમણી થઈ છે. જો કે સરકારે આ અંગે સ્પષ્ટતા જારી કરતાં કહ્યું કે આ ખોટા સમાચાર છે.

ગયા વર્ષની સરખામણીએ નિકાસ બમણી થઈ

એપ્રિલ 2020 અને જાન્યુઆરી 2021 ની વચ્ચે ભારતમાંથી ઓક્સિજનની નિકાસ બમણી થઈને 9,301 મેટ્રિક ટન થઈ ગઈ. જેનાથી લગભગ 8.9 કરોડ રૂપિયાની કમાણી થઈ છે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે આ અંગે માહિતી આપી છે.જણાવી દઈએ કે આ નિકાસ એવા સમયે થઈ છે જ્યારે દેશમાં જ ઓક્સિજનની અછત હતી અને કોરોના સંક્રમણના મામલે ભારત વિશ્વમાં ત્રીજા ક્રમે હતું. તે જ સમયે, ભારતે 2019-20 વચ્ચે 4,514 મેટ્રિક ટન ઓક્સિજનની નિકાસ કરી. જાન્યુઆરી 2020 માં, 352 મેટ્રિક ટન ઓક્સિજનની નિકાસ કરવામાં આવી, પરંતુ જાન્યુઆરી 2021 માં, ઓક્સિજનની નિકાસ વધીને 734 મેટ્રિક ટન થઈ ગઈ. ડિસેમ્બર 2020 માં, 2,193 મેટ્રિક ટન ઓક્સિજનની નિકાસ કરવામાં આવી હતી. ડિસેમ્બર 2019 માં, 538 મેટ્રિક ટન ઓક્સિજનની નિકાસ કરવામાં આવી હતી.

સરકારે ઓક્સિજન નિકાસને ખોટી ગણાવી

જોકે, સરકારી સૂત્રોએ ઓક્સિજનની નિકાસ અંગેનો ખુલાસો જારી કર્યો છે અને કહ્યું છે કે દેશમાં દુર્ભાગ્યપૂર્ણ ખોટી રજૂઆત કરવામાં આવી રહી છે કે ભારતે 2020-21 દરમિયાન દુર્લભ મેડિકલી ઓક્સિજનની નિકાસ કરી છે. આ ખોટું છે, ફક્ત ઔદ્યોગિક ઓક્સિજનની નિકાસ કરવામાં આવી છે. સરકારે કહ્યું કે એપ્રિલ 2020થી ફેબ્રુઆરી 2021 સુધીમાં 9,884 મેટ્રિક ટન ઔદ્યોગિક ઓક્સિજનની નિકાસ કરવામાં આવી હતી. જ્યારે ફક્ત 12 મેટ્રિક ટન મેડિકલ ઓક્સિજનની નિકાસ કરવામાં આવી હતી.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને  કેસ ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

ખાસ વાંચો / બ્લેક ફંગસ અથવા મ્યુકરમાઇકોસિસથી બચવા માટે શું કરવું અને શું ના કરવું? જાણો સરકારે શું કહ્યું

Bansari

પ્રિમોન્સૂન તૈયારી: રાજ્યમાં ચોમાસાની સ્થિતીને પહોંચી વળવા સતર્કતા, તમામ જિલ્લામાં કરાશે આ કામ

Pravin Makwana

ધારિયાથી પત્નિનું ગળુ કાપી જંગલમાં અલગ અલગ જગ્યાએ ટુકડા સંતાડ્યા, આડા સંબંધને લઈને પતિએ કરી નાખી હત્યા

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!