GSTV
Gujarat Government Advertisement

મોબાઇલ, ટીવી-માઇક્રોવેવ ખરીદવા બન્યા મોંઘા, સરકારે વધારી કસ્ટમ ડ્યૂટી

Last Updated on December 15, 2017 by

વિદેશથી ઇમ્પોર્ટ કરવામાં આવેલા મોબાઇલ, એલઇડી ટીવી અને માઇક્રોવેવ ખરીદવા મોંઘા બનશે. કેન્દ્ર સરકારે બેઝિક કસ્ટમ ડ્યૂટી વધારી દીધી છે. આ પગલુ એટલા માટે ઉઠાવવામાં આવ્યું છે કે તેના કારણે મેક ઇન ઇન્ડિયાને પ્રોત્સાહન મળે.

મોંઘા થયા ફોન-ટીવી

કેન્દ્ર સરકારના આ પગલાથી હવે મોબાઇલ ફોન 15 ટકા મોંઘા થઇ જશે. તેની સાથે એલઇડી ટીવી અને માઇક્રોવેવની કિંમતમાં 20 ટકા વધારો થયો છે. આ વધારો માત્ર એ પ્રોડક્ટ્સ પર થયો છે જેને વિદેશમાંથી ઇમ્પોર્ટ કરવામાં આવે છે. દેશમાં બનાવેલા મોબાઇલ, ટીવી અને માઇક્રોવેવની કિંમતોમાં વધારો નહી થાય. આ અંગે ગુરુવારે સરકારે નોટિફિશન જાહેર કર્યું.

GST બાદ મોબાઇલ પર 10 ટકા કસ્ટમ ડ્યૂટી

જીએસટી બાદ સરકારે પહેલીવાર મોબાઇલ પર 10 ટકા બેઝિક કસ્ટમ ડ્યૂટીમાં વધારો કર્યો હતો. સરકારે મોબાઇલ ફોન, મોબાઇલના પાર્ટ્સ અને અન્ય ઇલેક્ટ્રોનિક્સ પ્રોડક્ટ્સ પર 10 ટકા કસ્ટમ ડ્યૂટી લગાવી હતી.
આ પ્રોડક્ટ્સ પર લાગૂ થશે કસ્ટમ ડ્યૂટી

જે ઇલેક્ટ્રોનિક્સ સામાનો પર બેઝિક કસ્ટમ ડ્યૂટી લાગૂ થશે તેમાં સ્માર્ટફોન, ફોનનું ચાર્જર, બેટરી, હેડફોન, માઇક્રોફોન, કીબોર્ડ સામેલ છે. આ ઉપરાંત યૂએસબી કેબલ અને બીજા ઇલેક્ટ્રોનિક્સ પ્રોડક્સ પર કસ્ટમ ડ્યૂટી લગાવવામાં આવશે.

આ કંપનીઓના મોબાઇલ મોંઘા થશે

સરકારે જીએસટી લાગૂ કરીને એપલ, શાઓમી, નોકિયા, મોટોરોલા, લેનોવો અને ઘરેલૂ મોબાઇલ નિર્માતા કંપનીઓ જેવી કે ઇન્ટેક્ષ, લાવા અને માઇક્રોમેક્સને મોટી રાહત મળશે.

જીએસટી બાદ હવે સેમસંગ, એલજી, ઓપ્પો, વીવો, જિયોની,એચટીસી જેવી વિદેશી કંપનીઓ ભારતમાં પોતાના મેન્યૂફેક્ચરિંગ પ્લાન્ટ લગાવવા મજબૂર થશે. એટલે કે હવે ભારતમાં આ કંપનીઓના મેન્યૂફેક્ચરિંગ પ્લાન્ટ શરૂ ન થાય ત્યાં સુધી તેના ફોનની ખરીદી મોંઘી બનશે.

 

Gujarat Government Advertisement

Related posts

પૂર્વોત્તરમાં ભારતમાં વહેલી સવારે અનુભવાયા ભૂકંપના આંચકા, આ શહેરોમાં ધરા ધ્રુજી

Damini Patel

CBSE ધોરણ 12નું પરિણામ છેલ્લા ત્રણ વર્ષના દેખાવના આધારે અપાશે, કેન્દ્રની ફોર્મ્યુલાને સુપ્રીમની મંજૂરી

pratik shah

CBSE ફોર્મ્યુલાથી નુકસાન થાય તેમ હોવાથી સરકારે પેટર્ન બદલી, ધો.૧૨ના પરિણામમાં ધો.૧૦ના 50 અને ધો11ના 25 ટકા ગણાશે

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!