GSTV
Home » News » રૂપાણી સરકારની ઉપાધિ વધારવા સરકારી કર્મચારીઓ તૈયાર, આ પડતર કામો ન થતા ફૂંકશે રણશિંગુ

રૂપાણી સરકારની ઉપાધિ વધારવા સરકારી કર્મચારીઓ તૈયાર, આ પડતર કામો ન થતા ફૂંકશે રણશિંગુ

સરકારના અંગ સમાન સરકારી કર્મચારીઓ જ હવે રૂપાણી સરકારથી ખફા છે. લાંબા સમયથી પડતર પ્રશ્નો ન ઉકેલાતાં મહેસૂલ,આરોગ્ય વિભાગના કર્મચારીઓ, શિક્ષકો અને તલાટીઓ હવે સરકાર સામે રણશિંગુ ફુકયુ છે. સરકારી કર્મચારીઓ એજ સરકાર સામે બાંયો ખેંચતા સરકારી ઓફિસોથી માંડીને આરોગ્ય સેવાઓ પર વ્યાપક અસર થઇ છે જેના લીધે રૂપાણી સરકારની ય ચિંતા વધી છે. પહેલીવાર એવુ બન્યુ છેકે, એકી સાથે વિવિધ વિભાગના સરકારી કર્મચારી મંડળો ધરણાં-આંદોલન કરી રહ્યાં છે.

હાલમાં જિલ્લા કક્ષાએ રસીકરણ,કુટુંબ બાળકલ્યાણની સેવાઓ,સર્ગભા બહેનોની નોંધણી,બિનચેપી રોગોની નોંધણી વગેરેની ઓનલાઇન અને ઓફલાઇન કામગીરી નહી કરવા નકકી કરાયુ છે. આ તરફ, તલાટીઓ ઇ-ટાસ એપ્લિકેશનના માધ્યમથી ઓનલાઇન હાજરી પૂરવાના સરકારના આદેશના વિરૂધૃધમાં લડાયક મૂડમાં છે.

અત્યારે 8 હજાર તલાટીઓ પૈકી માત્ર 400 જ તલાટીઓ ઓનલાઇન હાજરી પુરી રહ્યાં છે. તલાટીઓ ઓનલાઇન હાજરી તો ઠીક પણ મહેસૂલની કામગીરીનો બહિષ્કાર કરવા ચિમકી આપી છે.પંચાયત વિભાગે પગારરજા ગણવા આદેશ કર્યો છે તેમ છતાંય તલાટીઓ ટસથી મસ થવા તૈયાર નથી.

READ ALSO

Related posts

પીઢ અભિનેતા દિલીપ કુમારે પોતાનો 97મો જન્મદિવસ ઊજવ્યો, ફેન્સનો આભાર માનતી એક પોસ્ટ મુકી

Bansari

ઇન્ટીમેટ સીન વખતે આ સુપરસ્ટારના થઇ જાય છે આવા હાલ, હાથ ધ્રુજવા લાગે છે અને જોતજોતામાં તો…

Bansari

‘કોંગ્રેસની હંમેશાથી લૂંટો અને લટકાવોની જ નીતિ રહી છે’ વિપક્ષ પર પીએમ મોદીના આકરા પ્રહાર

Bansari
Do NOT follow this link or you will be banned from the site!