GSTV
NIB

સરકારે ટેક્સમાંથી 20.27 લાખ કરોડની કમાણી કરી, જીડીપીની સામે રેકોર્ડ ટેક્સ કલેક્શનનો રેશિયો 11.7 ટકા રહ્યો

કોરોના મહામારી બાદ દેશમાં ટેક્સ કલેક્શન બાબતે પણ નવો ઈતિહાસ સર્જાયો છે. વાર્ષિક દ્રષ્ટિએ ટેક્સ કલેક્શનમાં 34 ટકાનો બમ્પર ઉછાળો જોવા મળ્યો છે. 2021-22માં દેશનું કુલ ટેક્સ કલેક્શન ઐતિહાસિક 27.07 લાખ કરોડ થયું છે. રસપ્રદ વાત એ છે કે સરકાર દ્વારા બજેટમાં અંદાજિત કરેલ 22.17 લાખ કરોડના આંકડા કરતા વાસ્તવિક કર વસૂલી 5 લાખ કરોડ વધુ છે. સરકારને આ ટેક્સની આવક કોર્પોરેટ ટેક્સ, કસ્ટમ ડ્યુટી અને જીએસટી દ્વારા પ્રાપ્ત થયા છે. વાર્ષિક દ્રષ્ટિએ ડાયરેક્ટ ટેક્સ કલેક્શન 49% અને ઈનડાયરેક્ટ ટેક્સ કલેક્શન 30% વધ્યું છે તેમ સરકારે જણાવ્યું છે. દેશના કુલ જીડીપીની સામે ટેક્સ કલેક્શનનો રેશિયો 1999 પછી 23 વર્ષમાં સૌથી વધુ છે. રેવન્યુ સેક્રેટરી તરુણ બજાજે જણાવ્યું હતું કે જીડીપીની સામે ટેક્સ કલેક્શનનો રેશિયો 11.7 ટકા રહ્યો છે. 2020-21માં તે 10.3% હતો. આ સમયગાળા દરમિયાન સરકારે ટેક્સમાંથી 20.27 લાખ કરોડની કમાણી કરી હતી. ડેટા અનુસાર ગત નાણાકીય વર્ષમાં ડાયરેક્ટ ટેક્સ કલેક્શન 49% વધીને બજેટ અનુમાન કરતા 3.02 લાખ કરોડ વધુ રૂ. 14.10 લાખ કરોડ, કોર્પોરેટ ટેક્સ કલેક્શન 56.1% વધીને રૂ. 8.58 લાખ કરોડ અને વ્યક્તિગત ટેક્સ આવક 43 ટકા વધીને રૂ. 7.49 લાખ કરોડ રહી છે.

Related posts

ભારતીય જનતા પાર્ટી અને જનતા દળ યૂનાઈટેડ (JDU) વચ્ચેનું ગઠબંધન તૂટ્યું, RJD સાથે ગઠબંધનની સરકાર

pratikshah

મહારાષ્ટ્ર! એકનાથ શિંદેની કેબિનેટનું વિસ્તરણ, 18 મંત્રીઓએ લીધા શપથ

pratikshah

યુએઈમાં રમાનારા એશિયા કપ માટેની ભારતીય ક્રિકેટ ટીમ જાહેર, જાણો કોને અપાયો આરામ અને કોનો થયો સમાવેશ

pratikshah
GSTV