GSTV

કોરોનામાં પણ ડર્યા વિના ઉડાવી ફ્લાઈટો, 60 પાયલટને લાગ્યો ચેપ છતાં સરકારે મૂક્યો પગારમાં 60 ટકાનો કાપ

ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ

કોરાનાના પ્રસરણને લીધે દુનિયાભરના દેશોમાં ફસાયેલા ભારતીયોને સ્વદેશ પાછાલાવવાના વંદે ભારત કાર્યક્રમ હેઠળ સતત કામ કરી રહેલા એર ઇન્ડિયાના પાઇલટોના પગારમાં 60થી 70 ટકાનો કાપ મૂકવામાં આવ્યો હતો. આમ તો છેલ્લા થોડા સમયથી કેન્દ્ર સરકાર એર ઇન્ડિયાને વેચી નાખવાની કોશિશ કરી રહી હતી. સ્ટાફના બાદશાહી ખર્ચાના પગલે એર ઇન્ડિયાને અબજો રૂપિયાની ખોટ પડવા માંડી હતી. એક સમયે કમાઉ દીકરો ગણાતી આ એરલાઇન્સ ધોળા હાથી જેવી પુરવાર થતાં કેન્દ્ર સરકારે એને વેચી નાખવાની હિલચાલ શરૂ કરી હતી અને વિશ્વના કોર્પોરેટ સાહસિકો પાસે ઑફર્સ મંગાવી હતી.

પગારમાં 60થી 70 ટકા કાપ

એક સમયે તાતા એરલાઇન્સ તરીકે ઓળખાતી આ એરલાઇન્સને ખરીદી લેવા તાતા ગ્રુપે પણ રસ દેખાડ્યો હતો. તાતા ગ્રુપને આ એરલાઇન્સ ખરીદવા માટે બોલી કરવા દેવામાં આવશે તો પોતે કોર્ટમાં જશે એવી ખુલ્લી ધમકી ભાજપના સાંસદ સુબ્રહ્મણ્યમ સ્વામીએ બે દિવસ પહેલાં કરી હતી. વંદે ભારત કાર્યક્રમના અમલ દરમિયાન 60 પાઇલટોને કોરોનાનો ચેપ લાગ્યો હતો. અત્યાર સુધીમાં એર ઇન્ડિયાએ 3020 ઉડ્ડયન દ્વારા ચાર લાખથી વધુ ભારતીયોને સ્વદેશ પાછાં ફરવામાં મદદ કરી હતી. એમને શાબાશી આપવાની વાત તો બાજુ પર રહી, આ વર્ષના એપ્રિલથી તેમના પગારમાં 60થી 70 ટકા કાપ મૂકવાની સત્તાવાર જાહેરાત કરાઇ હતી.

અધિકારીઓના પગારમાં માત્ર સાત ટકાનો કાપ

બીજી બાજુ એર ઇન્ડિયાના વરિષ્ઠ અધિકારીઓના પગારમાં માત્ર સાત ટકા જેટલો મામૂલી પગારકાપ જાહેર કરવામાં આવ્યો હતો. પાઇલટ્સ ઉપરાંત વિમાની ક્રૂના પગારમાં પણ મોટો કાપ મૂકવામાં આવ્યો હતો. એર કંડિશન્ડ કેબિનોમાં ટેબલ પર બેસીને કામ કરતા અધિકારીઓના પગારમાં માત્ર સાત ટકાનો કાપ આવ્યો હતો. આથી પાઇલટો અને ક્રૂના ઉત્સાહમાં ઓટ આવવાની શક્યતા નકારી કઢાતી નથી. કંપની વેચાય ત્યારે ખરી. અત્યારે તો પાઇલટોના પગાર પર માતબર કાપ આવ્યો હતો.

READ ALSO

Related posts

HIVથી બચી ઇતિહાસ સર્જનારને આ રોગ ભરખી ગયો, 54 વર્ષે જ થઈ ગયું મોત

pratik shah

કોને ફરિયાદ કરવી/ મહિલા પોલીસ મથકના કોન્સ્ટેબલે કરી ફરિયાદ કે ઈન્ચાર્જ અયોગ્યપણે ગમે ત્યાં કરે છે અડપલાં

Bansari

સિલ્વર લેક, કેકેઆર પછી વધુ એક કંપની કરશે રિલાયન્સ રિટેલમાં રોકાણ, 3675 કરોડમાં ખરીદશે 0.84 % હિસ્સો

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!