GSTV
Gujarat Government Advertisement

સરકાર-ખેડૂત વચ્ચેની વાતચીત ટળી, હવે આ દિવસે થશે ચર્ચા!

Last Updated on January 19, 2021 by Ankita Trada

સરકાર અને ખેડૂતોની વચ્ચે થનારી આજની વાતચીત ટળી ગઈ છે. હવે આ વાતચીત કાલે થશે. હવે પણ ખેડૂતોની એ માગ છે કે, જ્યાં સુધી ત્રણ કૃષિ કાયદા રદ થશે નહી, ત્યાં સુધી આંદોલન આ પ્રકારે જ ચાલુ રહેશે. જોકે, ખેડૂતો એમ પણ કહી રહ્યા છે કે, 26 જાન્યુઆરી પર થનારી ગણતંત્ર દિવસ પરેડમાં તે કોઈ પ્રકારની કોઈ પરેશાની ઊભી કરશે નહી. આ તરફ સરકાર ખેડૂતો માટે ઉઠાવવામાં આવેલ પોતાના કામની ફેહરિસ્ત જાહેર કરી એ જણાવવાની કોશિશ કરી રહ્યા છે કે, સરકારને ખેડૂતોનું ધ્યાન છે.

કિસાન ક્રેડિટ કાર્ડ યોજના

રેલવે મંત્રી પીયૂષ ગોયલે 8 જાન્યુઆરી 2021 સુધીનો પ્રગતિ રીપોર્ટ જાહેર કરતા સિલસિલેવાર ઘણી ટ્વીટ કર્યા છે. તેમણે એક ટ્વીટમાં ખેડૂતોને કહ્યું છે કે, ક્રેડિટ કાર્ડ યોજનાના વખાણ કર્યા છે. તેમણે જણાવ્યુ કે, પીએમ મોદીની કિસાન ક્રેડિટ કાર્ડ યોજનાથી ખેડૂતોને રાહતની લોન મળી છે. તે સિવાય આ યોજનાએ પશુપાલન, ડેરી, પોલ્ટ્રી, મત્સ્ય પાલન સહિત ઘણા ક્ષેત્રમાં ખેડૂતોની સહાયતા કરી તેમને લાભ પહોંચાડ્યો છે.

eNAM પોર્ટલમાં APMC માર્કેટનું નેટવર્ક

પીયૂષ ગોયલે નેશનલ એગ્રીકલ્ચર માર્કેટ વિશે જણાવ્યું. તેમણે લખ્યું કે, પીએમ મોદીના નેતૃત્વમાં સરકાર દ્વારા દેશની APMC મંડીઓનું નેટવર્ક બનાવતા eNAM પોર્ટલની સ્થાપના કરવામાં આવી છે. જે ખેડૂકોને ઓનલાઈન ટ્રેડિંગની સુવિધા પ્રદાન કરી તેમને ઉપજનું શ્રેષ્ઠ મૂલ્ય અપાવવામાં સહાયતા પ્રદાન કરે છે.

50 ટકા સબ્સિડી પર ખેડૂત રેલ પરિવહન

રેલ મંત્રી પીયૂષ ગોયલે કિસાન રેલ વિશે પણ ઉલ્લેખ કર્યો છે. તેમણે ટ્વીટ કર્યુ, તે કર્યુ, પીએમ મોદીની સરકાર દ્વારા બજેટ 2020-21 માં કિસાન રેલની જાહેરાત કરવામાં આવી હતી. તેને પૂર્ણ કરતા 8 જાન્યુઆરી 2021 સુધી ખેડૂત રેલે 34 હજાર ટનથી વધારે ઉત્પાદોનું પરિવહન કર્યું છે અને ઓપરેશન ગ્રીન હેઠળ નોટિફાઈડ શાકભાજી અને ફળના પરિવહન પર 50 ટકા સબ્સિડી પણ આપવામાં આવી રહી છે.

માલગાડિઓની રફ્તાર વધી

પીયૂષ ગોયલે ભારતીય રેલમાં સુધારો પણ જણાવ્યો. તેમણે લખ્યું ભારતીય રેલનું નિરંતર વિકાર થઈ રહ્યું છે. તેમના અથાક પ્રયારોનું જ એક પરિણામ ઈસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર (EDFC)છે. અહીંયા માલગાડીઓ હવે 90 કિમી/કલાકની રફ્તારથી દોડી રહી છે. જેનાથી ઉત્પાદનોનું ટ્રાફિક ઓછા સમય અને ઓછી કિંમત પર થઈ રહ્યું છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

ચાણક્ય નીતિ/ આ 4 બાબતોમાં પુરુષો કરતાં અનેકગણી આગળ છે મહિલાઓ, તમે પણ જાણો

Bansari

WTC Final / વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ ડ્રો થવા પર પણ ભારતને થશે મોટું નુકશાન, ન્યૂઝીલેન્ડને થશે ફાયદો

Zainul Ansari

ટિપ્સ/ વરસાદની સીઝનમાં ગાડી ચલાવતી વખતે હેરાન ન થવું હોય તો જરૂર રાખો આ 9 સાવચેતીઓ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!