GSTV

યેદિયુરપ્પાની ઓડિયો ટેપ, આ મુખ્યમંત્રીએ કહ્યું : જો ટેપ નકલી સાબિત થશે તો હું રાજકારણ છોડીશ

Last Updated on February 10, 2019 by

જો  યેદિયુરપ્પાની જારી કરાયેલી ઓડિયો ટેપ નકલી સાબિત થશે તો હું રાજકારણ છોડી દઇશ તેમ કર્ણાટકના મુખ્યપ્રધાન એેચ ડી કુમારસ્વામી આજે જણાવ્યું હતું.  યેદિયુરપ્પા દ્વારા જેડીએસના ધારાસભ્યને લાલચ અપાઇ હોવાના પોતાના દાવાને વળગી રહેતા કુમારસ્વામીએ ટેપને નકલી ગણાવનાર યેદિયુરપ્પાની ટીકા કરી હતી.

ઉલ્લેખનીય છે કે ગઇકાલે કુમારસ્વામી દ્વારા જારી કરાયેલી ટેપમાં યેદિયુરપ્પા કર્ણાટકની વર્તમાન કોંગ્રેસ-જેડીએસ સરકારને ઉથલાવવા માટે જેડીએસના ધારાસભ્ય નાગાનાગૌૈડાના પુત્રને વિવિધ પ્રલોભનો આપી રહ્યાં છે.

કન્નડા જિલ્લાના ધાર્મિક સ્થળ ધર્માસ્તાલા ખાતે મુખ્યપ્રધાને જણાવ્યું હતું કે હું આ સ્થળેથી જણાવું છું કે જો એ સાબિત થઇ જશે કે ઓડિયો ટેપમાં યેદિયુરપ્પાનો અવાજ નથી તો હું રાજકારણમાંથી નિવૃત્તિ લઇ લઇશ.

ઉલ્લેખનીય છે કે ગઇકાલે આ ટેપ જારી થયા પછી યેદિયુરપ્પાએ જણાવ્યું હતું કે જો કુમારસ્વામીએ મારા પર મૂકેલા આક્ષેપો સાચા પુરવાર થશે તો હું રાજીનામું આપી દઇશ. જો મેં વિધાનસભા અધ્યક્ષને ૫૦ કરોડ રૃપિયા આપવાની વાત કરી હશે તો હું ધારાસભ્ય તરીકે રાજીનામું આપી દઇશ અને રાજકારણનો ત્યાગ કરીશ.

કુમારસ્વામીએ દાવો કર્યો હતો કે યેદિયુરપ્પાએ ફોનમાં જેડીએસ ધારાસભ્યના પુત્રને જણાવ્યું હતું કે તે વર્તમાન સરકારને ઉથાલવવા વિધાનસભા અધ્યક્ષને ૫૦ કરોડ રૃપિયા આપશે. 

Related posts

ફફડાટ / જામનગરમાં વધુ બે ઓમિક્રોનના શંકાસ્પદ દર્દી નોંધાયા, તંત્રની ચિંતા વધી

Zainul Ansari

મોટા સમાચાર: બેલ્જીયમના એક પ્રાણી સંગ્રહાલયમાં કોરોનાની એન્ટ્રી, બે હિપોપોટેમસ થયા સંક્રમિત

pratik shah

Big Breaking / બુલંદશહરમાં RLD નેતાના કાફલા પર હુમલો, 50 રાઉન્ડ ગોળીઓ ચાલી: 1 મોત

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!