GSTV
Gujarat Government Advertisement

સરકારે પ્રાથમિક શિક્ષકો અને વિદ્યાસહાયકોની બદલી માટેના નિયમો બદલ્યા, શિક્ષકોને લાગશે ઝટકો

શિક્ષકો

Last Updated on October 29, 2020 by Bansari

સરકારે પ્રાથમિક શિક્ષકો અને વિદ્યાસહાયકોની બદલી માટેના નિયમોમાં મહત્વના સુધારા જાહેર કર્યા છે. જે મુજબ હવે ધો.૧થી ૫ અને ધો.૬થી ૮ અલગ અલગ એકમ ગણીને શિક્ષક કે વિદ્યાસહાયકની બદલી પણ અલગ અલગ જ કરવાની રહેશે. એટલે કે વધઘટના કિસ્સામાં ધો.૧થી પના શિક્ષકની બદલી ધો.૬થી ૮માં અને ધો.૬થી ૮ના શિક્ષકની બદલી ધો.૧થી પમાં પરસ્પર રીતે નહી થઈ શકે તેમજ એક જ સ્કૂલમાં બદલી નહી કરી શકાય. હવે વધ-ઘટ બદલી કેમ્પના કિસ્સામાં પણ સરકારના આ સુધારેલા નિયમો લાગુ થશે.

શિક્ષણ

બદલીને લઈને અત્યાર સુધી મહત્વના ત્રણ ઠરાવ થયા

રાજ્યમાં આવેલી જીલ્લા પ્રાથમિક શિક્ષણ સમિતિ હેઠળની સરકારી અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હેઠળની કોર્પોરેશનની ધો.૧થી ૮ની સ્કૂલોમાં શિક્ષકોની કે વિદ્યાસહાયકોની બદલીને લઈને અત્યાર સુધી મહત્વના ત્રણ ઠરાવ થયા છે.જેમાં ૨૦૧૨, ૨૦૧૪ અને ૨૦૧૬માં જરૂરી સુધારાઓ સમયાંતરે થયા છે. ત્યારબાદ કેટલાક વધુ સુધારાઓ વ્યાપક પ્રમાણમા આવેલી રજૂઆતોને ધ્યાને લઈને કરવાની જરૂર હોવાથી સરકારના શિક્ષણ વિભાગે ધો.૧થી ૫ એટલે કે પ્રાથમિક શિક્ષણ અને ધો.૬થી૮ એટલે કે ઉચ્ચ પ્રાથમિક શિક્ષણમાં શિક્ષક કે વિદ્યાસહાયકની બદલી માટે નિયમોમાં સુધારાનો ઠરાવ કર્યો છે.

જાણો બદલીના નિયમોમાં થયો શું બદલાવ

આ નવા સુધારા મુજબ વધઘટની બદલી કરતી વખતે હવેથી ધો.૧થી ૫ની લાયકાત ધરાવતા શિક્ષકને ધો.૬થી ૮માં અને ધો.૬થી ૮ના શિક્ષકને ધો.૧થી ૫માં બદલી કરી શકાશે નહી. અગાઉ એક જ સ્કૂલમાં જો ધો.૧થી ૫માં શિક્ષકની વધ હોય તો ધો.૬થી ૮માં અને ધો.૬થી ૮માં વધ હોય તો ધો.૧થી ૫માં બદલી કરી દેવાતી હતી પરંતુ હવેથી થઈ શકશે નહી જેથી જે તે વિષયના શિક્ષકની જ્યાં ખરેખર જરૂર હોય તે સ્કૂલમાં બાળકોને ભણાવવા માટે મળી રહે. આ ઉપરાંત અન્ય મહત્વના સુધારામાં હવે ગાંધીનગરમાં સચિવાલય ઉપરાંત અન્ય વિભાગો કે ખાતાઓ કે જેની વડી ઓફિસ રાજ્યમાં બીજે ક્યાંય ન હોય તેવા કિસ્સામાં બિન બદલીપાત્ર સરકારી અધિકારી-કર્મચારીના પતિ કે પત્નીને ગાંધીનગર જિલ્લાની સ્કૂલમાં ખાલી જગ્યા પર બદલી કરી શકાશે.

અગાઉ માત્ર સચિવાલયમાં જ કામ કરતા હોય તેવા સંચિવાલય સંવર્ગના અધિકારી-કર્મચારીના પતિ કે પત્ની જો અન્ય કોઈ જિલ્લામાં સરકારી શિક્ષક હોય તો તેની બદલી પ્રાથમિક શિક્ષણ નિયામક દ્વારા જ થઈ શકતી હતી. પરંતુ હવેથી સચિવાલય ઉપરાંત જીપીએસસી સહિતના અન્ય વિભાગો કે ખાતાઓના કર્મચારી-અધિકારીના પતિ કે પત્નિની બદલી ગાંધીનગર જિલ્લામાં થઈ શકશે. સરકારે આ નવા સુધારામાં હાઈકોર્ટના કર્મચારી-અધિકારીને પણ સામેલ કર્યા છે અને જે મુજબ હવેથી હાઈકોર્ટના અધિકારી કે કર્મચારીના પતિ કે પત્ની જો કોઈ જિલ્લામાં પ્રાથમિક શિક્ષક -વિદ્યાસહાયક હોય તો તેમની બદલી અમદાવાદ જિલ્લામાં જે સ્કૂલમાં ખાલી જગ્યા હોય ત્યાં થઈ શકશે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

નીતશને ટેન્શન/ લાલુની હાજરીમાં ચિરાગ તેજસ્વી હાથ મિલાવશે?, યાદવ અને પાસવાન એક થયા તો ભાજપ ભરાશે

Damini Patel

ના હોય! આ છે ભારતના 5 સૌથી ધનાઢ્ય મંદિરો, વિચારી પણ નહીં શકો એટલા કરોડોનું આવે છે દાન

Bansari

બનાસકાંઠા: શરાફી મંડળીમાં દોઢ કરોડથી વધુની કરી હેરફેર, મંત્રી અને ચેરમેન વિરુદ્ધ ફરિયાદ થતાં ખળભળાટ મચ્યો

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!