GSTV
Home » News » દક્ષિણ ભારતના રાજ્યોમાં નવી શિક્ષણ નીતિના થયેલા વિરોધ બાદ સરકારે કર્યો આ ફેરફાર

દક્ષિણ ભારતના રાજ્યોમાં નવી શિક્ષણ નીતિના થયેલા વિરોધ બાદ સરકારે કર્યો આ ફેરફાર

દક્ષિણ ભારતના રાજ્યોમાં નવી શિક્ષણ નીતિના થયેલા વિરોધ બાદ સરકારે શિક્ષણ નીતિના ડ્રાફ્ટમાં ફેરફાર કર્યો છે. આ પહેલા ત્રણ ભાષાની ફોર્મુલામાં પહેલા મુળ ભાષા, બીજા નંબરે સ્કૂલની ભાષા અને ત્રીજા નંબરે હિંદી ભાષાને ફરજિયાત કરી હતી. જોકે બાદમાં તેનો વિરોધ કરવામાં આવ્યો. જેથી સરકારે નવી નીતિમાં હિંદી ભાષા મામલે છુટ આપી છે. નવી પોલીસીના ડ્રાફ્ટમાં ભલામણ કરવામાં આવી હતી કે પ્રી-સ્કૂલ અને પહેલા ધોરણમાં બાળકોને ત્રણ ભારતીય ભાષાઓ વિશે પણ ભણાવવું જોઈએ જેથી તેઓ બોલતા શીખે અને તેની સ્ક્રિપ્ટ ઓળખે અને વાંચી શકે.

ત્રીજા ધોરણ સુધી માતૃભાષામાં જ લખવામાં આવે અને તે પછી અન્ય બે ભારતીય ભાષાઓ પણ લખવાનું શરુ કરે. જો કોઈ વિદેશી ભાષાનો અભ્યાસ કરવા ઈચ્છે તો આ ત્રણ ભાષાઓ ઉપરાંત ચોથી ભાષા તરીકે ભણાવવામાં આવે. સરકારની આ પ્રકારની નીતિ બાદ તેનો દક્ષિણ ભારતના રાજ્યોમાં ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો.

READ ALSO

Related posts

ઉડાન સમયે પાયલટે હાથ ઊંચા કર્યા તો, એક પેસેન્જર આવ્યો મદદે, કરાવ્યું સુરક્ષિત લેન્ડિગ

NIsha Patel

કપડાં પર કબૂતરની વિષ્ટા પડે તો ભૂલથી પણ ના પહેરતા : આ રોગને આપશો આમંત્રણ, એકનું મોત

Karan

દરરોજ 109 અને 1 કલાકમાં 5 દીકરી પર થાય છે બળાત્કાર, 4 લાખ બળાત્કારના કેસમાં એક પણ નરાધમને નથી થઈ ફાંસી

Karan
Do NOT follow this link or you will be banned from the site!