GSTV

મોટા સમાચાર/ સરકારે રદ કરી નાંખ્યા 4.39 કરોડ રેશન કાર્ડ, ચેક કરી લો ક્યાંક તમારુ તો નથી થયુ ને!

રેશન

ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગે એનએફએસએ હેઠળ યોગ્ય લાભાર્થીઓની ઓળખ માટે 2013 થી 4.39 કરોડ બનાવટી રેશનકાર્ડ રદ કર્યા છે. રદ કરાયેલા રેશનકાર્ડને બદલે, યોગ્ય અને પાત્ર લાભાર્થીઓ અથવા પરિવારોને નિયમિત નવા રેશનકાર્ડ આપવામાં આવ્યાં હતાં. દેશભરમાં ટેક્નોલોજી સમર્થિત પી.ડી.એસ. સુધાર લાવવાના લક્ષિત અભિયાનના ભાગ રૂપે જાહેર વિતરણ પ્રણાલી (પીડીએસ) ને આધુનિક બનાવવા અને તેની કામગીરીમાં પારદર્શકતા અને કાર્યક્ષમતા લાવવા માટે અનેક પગલા લેવામાં આવ્યા છે.

આ કારણે રદ કરાયા રેશનકાર્ડ

રેશન

રેશનકાર્ડ અને લાભાર્થીઓના ડેટાબેઝનું ડિજિટાઇઝેશન કરવા, તેને આધાર સાથે લિંક કરવા, અયોગ્ય અથવા બોગસ રેશનકાર્ડ્સની ઓળખ, ડિજિટાઇઝ્ડ ડેટાની નકલ અટકાવવા અને લાભાર્થીઓના અન્ય જગ્યાએ જતા રહેવા અથવા મૃત્યુ પામવાના કેસો ઓળખ્યા બાદ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની સરકારોએ વર્ષ 2013 થી 2020 ના ગાળામાં દેશમાં કુલ 4.39 કરોડ રેશનકાર્ડ રદ કર્યા છે.

લાભાર્થીઓની યોગ્ય ઓળખ માટે લેવામાં આવેલા પગલાં

રાશન

આ સિવાય NFSA કવરેજ માટે જારી કરાયેલ સંબંધિત ક્વોટા, સંબંધિત રાજ્ય અથવા કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા એન.એફ.એસ.એ. હેઠળ લાભાર્થીઓની ‘યોગ્ય ઓળખ’ માટે નિયમિતપણે ઉપયોગમાં લેવામાં આવે છે. આ અંતર્ગત પાત્ર લાભાર્થીઓ અથવા પરિવારોને સમાવવા, તેમને નવા રેશનકાર્ડ આપવાની કામગીરી ચાલી રહી છે. આ કાર્ય અધિનિયમ હેઠળ દરેક રાજ્ય અથવા કેન્દ્રશાસિત પ્રદેશ માટે નિર્ધારિત કવરેજની સંબંધિત મર્યાદામાં કરવામાં આવી રહ્યું છે.

ઉલ્લેખનીય વાત એ છે કે, NFSA હેઠળ ટી.પી.ડી.એસ. દ્વારા 81.35 કરોડ લોકોને ખૂબ જ ઓછા ભાવે અનાજ આપવામાં આવી રહ્યું છે. જે વર્ષ 2011ની વસ્તી ગણતરી પ્રમાણે, દેશની વસ્તીનાં બે તૃતીયાંશ લોકો છે. હાલમાં દેશના 80 કરોડથી વધુ લોકોને એનએફએસએ હેઠળ અનાજ (ચોખા, ઘઉં અને અન્ય બરછટ અનાજ) પૂરા પાડવામાં આવે છે, જે કેન્દ્ર દ્વારા જાહેર કરાયેલા કિલોદીઠનાં 1 રૂપિયા, 2 રૂપિયા અને 3 રૂપિયાનાં સસ્તા દરે આપવામાં આવી રહ્યુ છે.

Read Also

Related posts

SBI ની નવી સ્કિમઃ 5000થી શરૂ કરો રોકાણ, મળશે FD કરતા ડબલ નફો અને મફતમાં 50 લાખનો વીમો પણ…

Ali Asgar Devjani

વરુણ ધવન-નતાશાએ ફર્યા સાત ફેરા, સામે આવ્યો બોલિવૂડ એક્ટરના વેડિંગ વેન્યૂનો વીડિયો; 2 ફેબ્રુઆરીએ રિસેપ્શન યોજાઈ શકે છે…

Ali Asgar Devjani

તેલંગણામાંથી આવી હૈરાન કરનારી ખબર: કોરોના વૈક્સિન લીધાના 5 દિવસ બાદ મહિલા સ્વાસ્થ્ય કર્મીનું મોત, થશે હાઈ લેવલની તપાસ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!