GSTV

સર્વદળીય બેઠકમાં વિપક્ષના દળોએ ન ઉઠાવ્યો ચીનનો મુદ્દો, કાલે રાજ્યસભામાં શું બોલશે રાજનાથ સિંહ ?

સંસદમાં ચોમાસુ સત્ર શરૂ થયા પહેલા કોઈ સર્વદળીય બેઠક ન થઈ હોય પરંતુ બુધવારે મોદી સરકારે એક સર્વદળીય બેઠક બોલાવી હતી. બેઠકમાં પહેલા ચર્ચા થઈ રહી હતી કે, આ બેઠક લદ્દાખમાં ચીન સીમા વિવાદને લઈને બોલાવવામાં આવી રહી છે. પરંતુ બેઠક દરમયાન કોઈ પણ વિપક્ષી દળે ચીનનો મુદ્દો ઉઠાવ્યો નહીં.

ક્યાં ક્યાં નેતા હતા હાજર

સંસદ લાઈબ્રેરી બિલ્ડીંગમાં થયેલી આ બેઠકમાં રક્ષામંત્રી રાજનાથ સિંહ, સંસદકીય કાર્ય મંત્રી પ્રહલાદ જોશી, પીયૂષ ગોયલ, થાવરચંદ ગેહલોત, ગુલામ નબી આઝાદ, ડેરેક ઓ બ્રાયન હાજર હતા. રાજ્યસભામાં 5થી વધારે સાંસદો વાળા તમામ દળોને સદનમાં નેતાઓની સાથે સરકારે આ કંસલ્ટેશન મીટીંગ બોલાવી હતી. આ દરમયાન રાજ્યસભામાં તમામ વિપક્ષી દળોની સાથે વિચાર વિમર્થ કરવામાં આવ્યો છે. ત્યારે હવે ગુરૂવારે એટલે કે કાલે બપોરે 12 વાગ્યે રક્ષામંત્રી રાજનાથસિંહ રાજ્યસભામાં સંબોધન દેશે.

કોઈ પણ વિપક્ષી દળે ચીનનો મુદ્દો ન ઉઠાવ્યો

જાણકારી પ્રમણે, કોઈ પણ વિપક્ષી દળે ચીન સાથે સંબંધિત કોઈ પ્રશ્ન નથી કર્યો. સદનના મહત્વપૂર્ણ ચાર બિલો ઉપર ચર્ચા થઈ હતી. સાથે જ કોઈ દખલગીરી વગર સદનની કાર્યવાહી ચલાવવા ઉપર પણ ચર્ચા થઈ હતી. તો રાજનાથસિંહ કાલે રાજ્યસભામાં જે નિવેદન દેશે. તેમાં થોડો ફેરફાર રહેશે.

આ ચાર મુદ્દા ઉપર ચર્ચા માટે બની સહમતિ

  • અર્થવ્યવસ્થાની સ્થિતિ
  • જીએસટી
  • નવી શિક્ષાનીતિ
  • ડ્રાફ્ટ ઈનવાયરમેન્ટ એસેસમેન્ટ નોટીફિકેશન

લોકસભામાં કાલે શું બોલશે રાજનાથ ?

તો આ પહેલા રક્ષામંત્રી રાજનાથ સિંહે મંગળવારે લોકસભામાં ચીન મુદ્દે નિવેદન આપ્યું હતું લદ્દાખ સીમા ઉપર સ્થિતિ વિશે દેશને જાણકારી આપી હતી. તેણે માન્યું હતું કે, ચીને લદ્દાખમાં ભારતની લગભગ 338 હજાર વર્ગ કિમી ભૂમિ ઉપર ગેરકાયદે કબ્જો કર્યો છે. આ ઉપરાંત 1963માં એક કથીત સીમા કરાર હેઠળ પાકિસ્તાને પીઓકેની 5180 વર્ગ કિમી ભારતીય ભૂમિને ગેરકાયદે ચીનને સોંપી દીધી છે. પોતાની જમીન અને સીમાની રક્ષા કરતા કર્નલ સંતોષ બાબુ અને તેના 19 વીર સાથીઓએ બલિદાન આપ્યું હતું.

Related posts

ગંગા જળ હરાવશે કોરોનાને: અઠવાડીયામાં શરૂ થશે ટ્રાયલ, ગંગાજળમાં સ્નાન કરનારા લોકોથી કોરોના રહે છે દૂર

Pravin Makwana

પોળો જંગલ નિહાળવા કલેક્ટરે 20 જેટલી બસ મુકવાનો નિર્ણય લેતા લાગ્યો ધારા 144 ભંગ કરવાનો આરોપ

Nilesh Jethva

ઊંઝા માર્કેટયાર્ડ સેસ કૌભાંડ : દિનેશ પટેલ અને ધારાસભ્ય આશાબેન પટેલ સામે આંગળી ચિંધાઈ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!