GSTV
World

Cases
3126550
Active
2564838
Recoverd
369135
Death
INDIA

Cases
869995
Active
86984
Recoverd
5164
Death

નિર્ભયા ગેંગરેપના નરાધમોને ફાંસી આપવાની સરકારે તૈયારીઓ શરૂ કરી

નિર્ભયા ગેંગરેપના નરાધમોને ફાંસી આપવાની સરકારે તૈયારીઓ શરૂ કરી દીધી છે. લગભગ 16 ડિસેમ્બરે આ નરાધમોને ફાંસી અપાઈ શકે છે. જ્યાં ફાંસી આપવાની છે ત્યાં સાફ સફાઈની કામગીરી ચાલી રહી છે.

એક માત્ર દોષી વિનય શર્માએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને કરાયેલી દયા યાચિકા મામલે ગૃહમંત્રાલયે ના મંજૂર કરવાની ભલામણ કરી છે. હૈદરાબાદમાં ડોક્ટર મહિલા સાથે બળાત્કાર બાદ સળગાવી દેવાના કેસમાં એન્કાઉન્ટર બાદ નિર્ભયાના આરોપીઓને ફાંસી આપવાની માગ બળવત્તર બની છે. આ કેસમાં દોષિત એવા પવન દોશીને મંડોલી જેલથી તિહાડ જેલમાં શિફ્ટ કરાયો છે.


નિર્ભયા કેસના 6 દોષિતોમાંથી એકનું જેલમાં જ મોત થઈ ચૂક્યું છે. એક સગીર સજા કાપીને બહાર આવી ગયો છે. 4 જણા પૈકી એક વ્યક્તિએ કરેલી દયા અરજી હાલમાં રાષ્ટ્રપતિ પાસે પડી છે. જેને પગલે આગળની કાર્યવાહી થઈ રહી નથી. ગૃહમંત્રાલયની ભલામણ બાદ રાષ્ટ્રપતિ આ કેસમાં તુરંત જ કોઈ આદેશ કરે તેવી સંભાવના છે. નિર્ભયા કાંડમાં ગુનેહગારોને ફાંસી આપવાની નોબત આવી તો મેરઠના પવન જલ્લાદને આ જવાબદારી સોંપાઈ શકે છે.

મુકેશ અને અક્ષય તિહાડમાં જેલ નંબર બે, વિનય જેલ નંબર ચાર અને પવન જેલ નંબર 14 (મંડોલી જેલ)માં છે. કાર્યાલયે પત્રમાં કહ્યું હતું કે ચાર દોષિયોને મોતની સજા સંભળાવવામાં આવી છે. તેમની સાથે સંકળાયેલા કોઈ કેસ સુપ્રીમમાં પડતર નથી. કાર્યાલયે સાત દિવસમાં જવાબ માગ્યો હતો.

READ ALSO

Related posts

કેરળમાં બે દિવસ પહેલાં પહોંચ્યુ ચોમાસુ, સ્કાઈમેટનાં એલાન પર મોસમ વિભાગનો ઈનકાર

Mansi Patel

અમદાવાદ : એસટી બસની સોમવારથી થશે શરૂઆત, જાણો ક્યાંથી મળશે ટિકિટ અને કેવા હશે નિયમો

Nilesh Jethva

સીમા પર ચીન સાથે તણાવની વચ્ચે રક્ષા મંત્રાલયે આપ્યો 156 BMP ગાડીઓનો ઓર્ડર

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!