GSTV
Home » News » સરકારના નિર્ણય સામે બેન્ક કર્મચારીઓએ ચડાવી બાંયો, આ બે દિવસ બેન્કો રહેશે બંધ

સરકારના નિર્ણય સામે બેન્ક કર્મચારીઓએ ચડાવી બાંયો, આ બે દિવસ બેન્કો રહેશે બંધ

10 રાષ્ટ્રીયકૃત બેકોના મેગા મર્જરના વિરોધમાં ચાર બેંક કર્મચારી યુનિયને 25 સપ્ટેમ્બરની મધ્ય રાત્રિથી બે દિવસની અને નવેમ્બરના બીજા સપ્તાહથી અચોક્કસ મુદ્દતની હડતાળ પર જવાનો નિર્ણય લીધો છે તેમ યુનિયનના નેતાએ જણાવ્યું છે. આ યુનિયનોએ ઇન્ડિયન બેંક એસોસિએશનને પોતાની હડતાળની જાણ કરી દીધી છે. 

બેંક યુનિયન પગાર વધારો, સપ્તાહના પાંચ દિવસ કામ સહિતની બીજી પણ કેટલીક માગો કરી રહ્યાં છે. હડતાળની જાહેરાત ઓલ ઇન્ડિયા ઓફિસર્સ કન્ફેડરેશન(એઆઇબીએોસી), ઓલ ઇન્ડિયા બેંક ઓફિસર્સ સોસિએશન(એઆઇબીઓએ), ઇન્ડિયન નેશનલ બેંક ઓફિસર્સ કોંગ્રેસ(આઇએનબીઓસી) અને નેશનલ ઓર્ગેનાઇઝેશન ઓફ બેંક ફિસર્સ(એનઓબીઓ) દ્વારા કરવામાં આવી છે તેમ એઆઇબીઓસી(ચંડીગઢ) દીપકકુમાર શર્માએ જણાવ્યું છે.

શર્માએ જણાવ્યું છે કે બેંકોના મેગા મર્જરના વિરોધમાં દેશની તમામ રાષ્ટ્રીયકૃત બેંકો 25 સપ્ટેમ્બરની મધ્ય રાતથી 27 સપ્ટેમ્બર સુધી બે દિવસની હડતાળ પર જશે. આ ઉપરાંત નવેમ્બરના બીજા સપ્તાહથી રાષ્ટ્રીયકૃત બેકો અચોક્કસ મુદ્દતની હડતાળ પર જશે. 

બેંક કર્મચારી યુનિયન પગાર વધારો, સપ્તાહમાં બે  રજા, તપાસમાં બહારની એજન્સીઓનો હસ્તક્ષેપ બંધ, નિવૃત્તિ સમયના પડતર પ્રશ્રોના ઉકેલ, પૂરતા પ્રમાણમાં સ્ટાફની ભરતી, એનપીએસની નાબૂદી, ગ્રાહકો માટેના સર્વિસ ચાર્જિસમાં ઘટાડો, નબળા દેખાવવાળી શાખાના મેનેજરની થતી હેરાનગતિ બંધ કરવાની માગો કરી રહ્યાં છે. 

ઉલ્લેખનીય છે કે 30 ઓગસ્ટના રોજ કેન્દ્ર સરકારે દસ સરકારી બેંકોને મર્જ કરી ચાર બેંકો બનાવવાની જાહેરાત કરી હતી. યુનાઇટેડ બેંક ઓફ ઇન્ડિયા અને ઓરિએન્ટલ બેંક ઓફ કોમર્સને પંજાબ નેશનલ બેંકમાં મર્જ કરી દેવામાં આવશે. સિંડિકેટ બેંકને કેનેરા બેંકમાં મર્જ કરી દેવામાં આવશે. ઇન્ડિયન બેંકને અલ્લાહાબાદ બેંકમાં મર્જ કરી દેવામાં આવશે.આંધ્ર બેંક અને કોર્પોરેશન બેંકને યુનિયન બેંક ઓફ ઇન્ડિયામાં મર્જ કરી દેવામાં આવશે. 

ઉલ્લેખનીય છે કે આ અગાઉ વિજયા બેંક અને દેના બેંકનું બેંક ઓફ બરોડામાં મર્જર પૂર્ણ  કરી દેવામાં આવ્યું છે. બે વર્ષ અગાઉ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં તેની છ એસોસિએટ બેંકો  સ્ટેટ બેંક ઓફ બિકાનેર એન્ડ જ્યપુર, સ્ટેટ બેંક ઓફ હૈદરાબાદ, સ્ટેટ બેંક ઓફ મૈસૂર, સ્ટેટ બેંક ઓફ પટિયાલા, સ્ટેટ બેંક ઓફ ત્રાવાન્કોર અને ભારતીય મહિલા બેંકને મર્જ કરવામાં આવી હતી.

READ ALSO

Related posts

પાકિસ્તાનના વિદેશ પ્રધાન શાહ મહેમૂદ કુરૈશીએ મનમોહનસિંહને લઈને કર્યો આ દાવો

Nilesh Jethva

છેલ્લા 12 વર્ષથી આ એક શખ્સ માટે કરવા ચોથનું વ્રત કરે છે ત્રણ સગી બહેનો, કારણ જાણીને નવાઇ લાગશે

Bansari

મૃતક કમલેશ તિવારીના પુત્રએ શા માટે કહ્યું, મને યુપી સરકાર પર નથી ભરોશો

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!