આ વર્ષે સ્વતંત્રતા દિવસે બેંકોને કામકાજ માંથી આઝાદી મળી શકે છે. સરકારી કંપનીઓની જેમ સરકારી બેંકોને પણ રત્નનો દરજ્જો મળી શકે છે. બેન્કોને મહારત્ન, નવરત્ન, મીની રત્નનો દરજ્જો આપવાનો પ્રસ્તાવ મુકવામાં આવ્યો છે.

સત્તાવાર સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ બેન્ક સહીત અન્ય આર્થિક સંસ્થાઓને કામકાજમાં સ્વતંત્રતા આપવા માટે સરકાર કોઈ ખાસ પગલાં ભરવાની તૈયારી કરી રહી છે.
સરકારી કંપનીઓની જેમ બેંકોને પણ કામકાજમાં આઝાદી મળી શકશે. રોકાણ સહીત અન્ય મોટા કોમર્શિયલ પ્રસ્તાવો પર પોતે નિર્ણય લેવાની સ્વતંત્રતા મળશે. બેન્કોને મોટા નિર્ણયો લેવા માટે સરકારની મંજૂરી લેવાની જરૂર નહિ રહીએ, કંપનીઓના ટર્નઓવર, પ્રોફિટના આધારે આપવામાં આવશે. રત્નનો દરજ્જો.
કર્મચારીઓને પણ મળશે લાભ સૂત્રોના નુસાર બેંકના કર્મચારીઓને પણ આનો ફાયદો મળશે. સારામાં સારું પ્રદર્શન કરનાર કર્મચારીઓને બેંકમાં શેર (ESOP) આપવાનો પણ પ્રસ્તાવ મુકવામાં આવ્યો છે.
MUST READ:
- સરકારની સ્પષ્ટતા / ઘરના ભાડા પર સરકારની ચોખવટ, હવે માત્ર આ લોકોએ ભરવો પડશે 18% GST
- BIG BREAKING / યુરોપના મોન્ટેનેગ્રોમાં અંધાધૂંધ ગોળીબાર, અત્યાર સુધીમાં 11ના મોત
- RBIની રિકવરી એજન્ટ વિરુદ્ધ લાલ આંખ / લોન લેનાર ગ્રાહકને હેરાન કરાશે તો કડક પગલાં લેવામાં આવશે
- ‘મોંઘવારીના ઘા પર મીઠું ભભરાવવુંֹ’ જેવી સ્થિતિ, હવે મીઠું પણ થશે મોઘું
- શાંઘાઈમાં હેક થયો 4.85 કરોડ કોવિડ એપ યુઝર્સનો ડેટા, હેકરે કહ્યું- 4 હજાર ડોલરમાં ખરીદી લો